કોરોનાના કેસ ઘટતા ધીમે ધીમે અનલોક તરફ વધતા મિત્રો સાથે ફરી લો આ જગ્યા પર, આવશે જોરદાર મજા

દરરોજ આપણે આપણા રોજિંદા રૂટિન કામ કરીએ છીએ, જેમ કે રોજ જમવાનું જમીએ છીએ, ઓફિસનું કામ કરીએ છીએ, ઘરનું કામ કરીએ છીએ વગેરે.. એ જ રીતે ઘણા ખરા લોકોને નિયમિત રીતે હરવા ફરવા જવું, જવી જગ્યાઓની મુલાકાત લેવી, નવા સ્થાનો વિશે જાણવામાં વધુ રસ હોય છે. બસ તેમાં અંતર એ વાતનું જ હોય છે કે અમુક લોકોને એડવેન્ચર વાળી જગ્યાઓએ ફરવા જવાનું પસંદ હોય છે તો અમુક લોકોને શાંત અને પ્રાકૃતિક જગ્યાઓએ ફરવા જવાનું પસંદ હોય છે. હાલ, લાંબા સમયથી લોકડાઉનને કારણે લોકો પોતપોતાના ઘરોમાં પુરાઈ રહ્યા છે અને હવે જ્યારે ધીમે ધીમે લોકડાઉન ખોલવામાં આવી રહ્યું છે તેમ તેમ લોકો બહાર ફરવા જવાના પ્લાન પણ વિચારી રહ્યા છે.

image source

જો તમે પણ આવનારા સમયમાં બહાર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોય તો તમારા માટે એક ખુશખબર તો એ છે કે હવે લગભગ આખા દેશમાં લોકડાઉન ધીમે ધીમે ખુલી રહ્યું છે. જો આવનારા દિવસોમાં કોરોના કેસો ન વધે તો કદાચ લોકડાઉન સંપૂર્ણ રીતે ખોલી નાખવામાં આવે. ત્યારે અમે આજના આ આર્ટિકલમાં તમને અમુક એવા સ્થાનો વિશે જણાવીશું જ્યાં તમે તમારા સગા કે પરિવારજન સાથે ફરવા જઈ શકો છો.

શિમલા

image source

હાલ ગરમીનાં દિવસો ચાલી રહ્યા છે ત્યારે જો તમને ઠંડો માહોલ ધરાવતી જગ્યાએ ફરવા જવાનું મન હોય તો તમે શિમલા જવાનો પ્લાન કરી શકો છો. શિમલામાં તમે મિત્ર મંડળ કે પરિવારજનો સાથે પ્રવાસનો પૂરો આનંદ લઈ શકો છો. ખાસ કરીને અહીંના કૂફરી, મોલ રોડ, નારકંડા, તાતા પાની, અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સડ સ્ટડી જે શિમલા સમજૌતા ના નામે પણ ઓળખાય છે ત્યાં ફરવા જઈ શકો છો.

નૈનિતાલ

image source

જ્યારે પણ પહાડો ધરાવતી કુદરતી જગ્યાઓએ ફરવા જવાની વાત નીકળે ત્યારે નૈનિતાલનું નામ તો સૌથી પહેલા જ આવે. અહીંનું વાતાવરણ જ એવું છે કે પર્યટકોને અહીં અવવાના પૈસા વસુલ થઈ જાય. અહીંના નૈની તળાવ, મોલ રોડ જેવી અને એ સિવાયની અન્ય જગ્યાઓએ ફરવા જઈ શકો છો. એ સિવાય તમે અહીં બોટિંગનો આનંદ પણ લઈ શકો છો. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો ફરવા આવે છે અને પોતાની સાથે યાદગાર પળોનું ભાથું લઈને જાય છે.

મનાલી

image source

પહાડોની પોતાની એક અલગ જ સુંદરતા હોય છે અને મનાલીમાં તમને એવા અનેક નજારાઓ જોવા મળી જશે જે તમને પોતાની તરફ આકર્ષિત કરશે. અહીં પણ દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે. અહીંના ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો અહીં તમે જોગીની વોટર ફોલ્સ, વશિષ્ટ ટેંલ, નગર કૈસલ, પિન વેલી નેશનલ પાર્ક, ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક અને રોહતંગ પાસ જેવી જગ્યાઓએ ફરવા જઈ શકો છો.

મુનસ્યારી

image source

ઉત્તરાખંડના ખુબસુરત હિલ સ્ટેશન પૈકી એક એટલે મુનસ્યારી. અહીં બરફથી લથબથ પહાડો હોવાના કારણે તેને મીની કાશ્મીર પણ કહેવામાં આવે છે અને આ નજારાની સુંદરતા શબ્દોમાં વર્ણન કરવી મુશ્કેલ છે. અહીં આવીને તમે ટ્રેકિંગ પણ કરી શકો છો. ટ્યુલીપ ગાર્ડનમાં ફરવાની સાથે સાથે તમે આજુબાજુના અનેક નજારા જોઈને અભિભૂત થઈ જશો. અહીંનું વાતાવરણ ઓન એકદમ ઠંડુ હોવાથી લોકો ઉનાળાની રજાઓ ગાળવા ખાસ અહીં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *