મિઝોરમનું આ શહેર છે વિચિત્ર, દુકાનોમાં હાજર નથી હોતા દુકાનદાર, જાણો શું છે કારણ

તમે કોઈ નાની વસ્તુની ખરીદી કરવા જાઓ કે મોટી વસ્તુ હંમેશા દુકાનદારને સ્થળ પર હાજર જોયા હશે. તમે જે યાદી જણાવો તે અનુસાર વેપારી તમને વસ્તુ બતાવે, તેમાંથી તમે પસંદ કરો અને પછી તેની રકમ ચુકવી વસ્તુની ખરીદી કરો.

image source

પરંતુ તમે કોઈ જગ્યાએ જાઓ અને ત્યાં કોઈ દુકાનદાર હાજર ન હોય, તમારે દુકાનમાં રાખેલી વસ્તુઓમાંથી જાતે વસ્તુ લઈ તેની લખેલી કીમત એક બોક્સમાં મુકી દેવાની હોય તો ? કેવું લાગશે તમને આ.. આ વાત કોઈ કાલ્પનિક વાર્તા નથી. પરંતુ ભારતના પૂર્વોત્તર રાજ્યમાં આ એક પ્રથા છે.

image source

ભારતના ઉત્તર પૂર્વ રાજ્ય મિઝોરમના શેલિંગમાં તમને આવી એક નહીં ઘણી દુકાન મળશે જેમાં કોઈ દુકાનદારો નથી હોતા. આ દુકાનો મોટાભાગે હાઇવે પર આવેલી હોય છે. આ દુકાનો તમને ફક્ત વસ્તુઓ ખરીદવા માટે વિકલ્પ નથી આપતી પરંતુ જીવનમાં વિશ્વાસનું શું મહત્વ છે તેનો પાઠ શીખવે છે.

image source

શેલિંગ વિસ્તાર એ મિઝોરમની રાજધાની આઈજોલથી થોડા કલાકોની દૂરી પરનું એક શહેર છે. સ્થાનિક સમુદાય અહીં એક અનોખી અને ઉત્તમ પરંપરાનું પાલન કરે છે. તેને અહીંની ભાષામાં ‘નગહા લો ડાવર કલ્ચર’ કહે છે.

આ પરંપરા અનુસાર અહીંની દુકાનોમાં દુકાનદારોની હાજરી વિના વેપાર થાય છે. અહીં દુકાનો ખોલવામાં આવે છે અને પછી વેપારી જતા રહે છે. આ પરંપરાના વીડિયો અને તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર જોવા મળ્યા છે.

image source

તાજેતરમાં આ પ્રથા ફરી ચર્ચામાં એટલા માટે છે કે ‘માય હોમ ઇન્ડિયા’ નામના એનજીઓ દ્વારા તેનો ફોટો ટ્વીટ કરવામાં આવ્યો છે. તેમણે લખ્યું છે કે દુકાનદારો અહીં દુકાનો ખોલે છે અને ત્યાં વસ્તુની સાથે પૈસા માટે બોક્સ રાખે છે.

એનજીઓએ લખ્યું, ‘આ દુકાનો વિશ્વાસના સિદ્ધાંત પર ચાલે છે. અહીંથી લોકો જે ઈચ્છે તે લઈ શકે અને પૈસા બોક્સમાં મૂકી દેવાના હોય છે ‘ આ સાથે જ તેણે આવી જ એક દુકાનનો ફોટો પણ ટ્વીટ કર્યો છે.

ફોટોમાં દુકાન પર એક બોર્ડ પણ મારેલું જોવા મળે છે જેમાં વસ્તુની કીમત લખેલી જોવા મળે છે.

એનજીઓ દ્વારા કરેલી ટ્વિટ પર ઘણી કોમેન્ટ કરવામાં આવી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘અમને ભારતીય હોવાનો ખૂબ ગર્વ છે’. બીજા યૂઝરે લખ્યું – ‘ઉત્તમ.’ ત્રીજાએ લખ્યું છે કે – આ લોકો માટે ઘણો બધો પ્રેમ’. ચોથા વપરાશકર્તાએ લખ્યું – ‘આ બધી વિશ્વાસની વાત છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત