અસહ્ય દુખાવાથી કંટાળી ગયો હતો યુવક, અને જ્યારે ડોકટરે એ એક્સ-રે પાડ્યો તો તેમાં દેખાયુ કંઇક એવુ કે..જે જાણીને તમે પણ પડી જશો આશ્વર્યમાં

પેટમાં થઈ રહ્યો હતો અસહ્ય દુખાવો, જ્યારે ડોકટરે એ એક્સ-રે પડ્યો તો તેમાં દેખાયો મોબાઈલનો ચારજિંગ કેબલ.

image source

ક્યારેક ક્યારેક માણસના જીવનમાં એવી ઘટનાઓ બની જાય છે જેનાથી વ્યક્તિ અચંબિત તો થઈ જ જાય છે પણ ક્યારેક ક્યારેક ડરી પણ જાય છે. આવી જ એક ઘટના બની હતી અસમમાં. એક હોસ્પિટલમાં દર્દીનું ઓપરેશન કરતી વખતે બની એવી ઘટના જેને જોઈને ખુદ ડોકટર પણ હેરાન થઈ ગયા. જો તમે આ વિશે સાંભળશો તો તમારા પણ આશ્ચર્યનો પાર નહિ રહે. હવે તમે વિચારતા હશો કે એવું તો વળી શુ થયું હશે તો ચાલો અમે તમને જણાવીએ આખી ઘટના વિશે.

image source

વાત જાણે એમ હતી કે થોડાક અઠવાડિયા પહેલા એક યુવાન દર્દી ડોકટર પાસે પોતાના પેટમાં દુખાવાની ફરિયાદ લઈને આવ્યો હતો. એને જણાવ્યું કે એ ભૂલમાં પોતાના હેડફોનનો વાયર ગળી ગયો છે. અને આ વાયરને કાઢવા માટે ડોકટરે દર્દીનું ઓપરેશન કર્યું. દર્દીની સર્જરી કરતી વખતે ડોકટરોએ એવું કંઈક જોયું જેને જોઈ એ લોકોના હોશ જ ઉડી ગયા.

image source

અસમમાં રહેતા આ 30 વર્ષના યુવાને ડૉક્ટરને જણાવ્યું હતું કે એના પેટમાં દુખાવો પોતે લગભગ 2 ઇંચ લાંબા હેડફોનના વાયર ગળી ગયા પછીથી શરૂ થયો હતો. એ પછી ઈલાજ માટે ડોકટરોએ એના મળની તપાસ કરી અને એન્ડોસ્કોપી પણ કરી પણ એમને પેટમાં ક્યાંય કેબલ ન મળ્યો પણ જ્યારે એમને સર્જરીનો નિર્ણય લીધો ત્યારે એમને ખબર પડી કે એ યુવક એમની સામે જૂઠું બોલ્યો હતો. ગુવાહટીના જાણીતા સર્જન ડોકટર વાલિયુલ ઇસ્લામેં કહ્યું કે “જ્યારે અમે એ વ્યક્તિનું ઓપરેશન કર્યું તો અમને જણાવા મળ્યું કે યુવકના ગેસ્ટરોઇન્ટેસ્ટાઈનલ ટ્રેક્ટમાં કઈ જ નહોતું.”

image source

આશ્ચર્યની વાત તો એ હતી કે જ્યારે ઓપરેશન ટેબલ પર જ ડોકટરે યુવાનનો એક્સ રે કરાવ્યો. એ એક્સ રે થી ખબર પડી કે મોબાઈલનો કેબલ યુવાનના પેટમાં નહિ એના મૂત્રાશયમાં પડ્યો હતો. ડોકટર વાલિયુલ ઈસ્લામે કહ્યું કે “હું લગભગ 25 વર્ષથી સર્જરી કરું છું પણ એમની સામે ઓપરેશન ટેબલ પર આવો પહેલો કેસ છે. ડોકટર વાલીયુલ ઈસ્લામે આગળ જણાવ્યું કે આ યુવાને મોઢા દ્વારા નહિ પણ પોતાના લિંગ દ્વારા મોબાઈલ ચાર્જર કેબલ પોતાના શરીરમાં નાખ્યો હતો.

image source

આવું કરવા પાછળનું કારણ શું હોઈ શકે એ તો એ યુવાનને જ ખબર. પણ આ ઘટના ખરેખર ખૂબ જ ચોંકાવી દેનારી છે કે કોઈ માણસ પોતાની જ સાથે આવું કઈ રીતે કરી શકે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત