મોબાઇલ રિચાર્જના બહાને સ્વરૂપવાન યુવતીએ વેપારીને નંબર આપ્યો, પછી એવી મીઠી મીઠી વાતો કરી કે વેપારી…

તો કિસ્સો કંઈક એવો છે કે, સેલવાસમાં સ્ટેશનરીની દુકાન ધરાવતા યુવાન વેપારીને સ્વરૂપવાન યુવતી સાથે ફોન પર વાતો કરવી એવી ભારે પડી ગઈ કે જનમો જનમ યાદ રાખશે. સ્વરૂપવાન યુવતીએ રંગીન વાતો કરીને વેપારીને ફસાવી લીધો અને પછી તેની જ ગેંગની અન્ય યુવતીએ મહિલા પોલીસની ઓળખ આપી તોડ પણ કરી લીધો અને પૈસા ખંખેરી લીધા. જો કે, આ પછી યુવકે તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ અંગેની વિગતો એવી ચોંકાવનારી નીકળી કે વેપારી પણ માંથુ ખંજવાળીને વિચારવા લાગ્યો. તો આવો જાણીએ કે આખો કેસ ક્યાથી શરૂ થયો અને કેવી રીતે અંત આવ્યો.

image source

તો વાત એવી છે કે, સેલવાસમાં સ્ટેશનરીની દુકાન ધરાવતા યુવાન વેપારી પાસે ગત 29મી નવેમ્બરે જયશ્રી નામની યુવતી મોબાઇલ રિચાર્જના બહાને આવી હતી. આ સમયે તેણે યુવકને પોતાનો મોબાઇલ નંબર આપ્યો હતો અને તેની સાથે મિત્રતા કેળવી લીધી હતી. આ પછી યુવતી તેની સાથે રોજ લાંબી લાંબી અને મીઠી મીઠી વાતો કરતી હતી. યુવતી સાથે વેપારી પણ વાતો કરવા લાગ્યો હતો અને એક સંબંધમા બંધાઈ ગઈ હતી. આ દરમિયાન ગત 14મી ડિસેમ્બરે વેપારીને શ્વેતા પટેલ નામની યુવતીનો ફોન આવ્યો હતો અને પોલીસની ઓળખ આપી જયશ્રીના પતિએ તેમની સામે પોલીસ ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું.

image source

વાત માત્ર અહીંથી જ અટકી જતી નથી પણસમાધાન કરવું હોય તો 10 હજાર રૂપિયા લઈ પારડી મામલતદાર કચેરી પાસે બોલાવ્યા હતા. ડરી ગયેલો યુવકે 10 હજાર રૂપિયા આપીને સમાધાન કરી લીધું હતું. જો કે, યુવકને શંકા જતાં તેણે તપાસ કરાવતા શ્વેતા પટેલ નામની કોઈ મહિલા પોલીસમાં ફરજ બજાવતી હોવાનું સામે આવ્યું હતું. આથી વેપારીએ પોલીસ ફરિયાદ કરતાં પારડી પોલીસે નકલી પોલીસ બનેલી શ્વેતા પટેલ, ઉમરગામના બોરીગામની જયશ્રી જીતુ ધોડી અને તેના પતિ જીતુની ધરપકડ કરી છે. પણ હવે આ કિસ્સો સામે આવતા જ લોકો આ કિસ્સાને લાલબત્તી સમાન કિસ્સો ગણી રહ્યાં છે અને આવી યુવતીઓથી દુર રહેવાની સલાહ આપી રહ્યા છે. પણ હાલમાં આ કેસની ખુબ ચર્ચા કરવામાં આવી રહી છે અને ચારેકોર મહિલા પર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે.

image source

થોડા સમય પહેલા સુરતમાં પણ આ રીતે નંબરનો કેસ સામે આવ્યો હતો. વરાછામાં રહેતા લેસપટ્ટીના કારખાનેદારને શાક માર્કેટમાં મળેલી યુવતીએ સ્માઈલ આપીને સામેથી પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. યુવતીએ ‘શારીરિક સુખ માણવાની ઈચ્છા હોય તો આવજો’ કહીને નિમંત્રણ આપ્યું હતું. કારખાનેદારે પોતાના વતનથી આવેલા મિત્રને આ વાત કહેતાં તેણે શરીરસુખ માણવાની ઈચ્છા વ્યક્ત કરતાં કારખાનેદારે આ યુવતીનો સંપર્ક કર્યો હતો. યુવતીએ બંને મિત્રોને પુણા ગામના અર્પણ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર બી 201માં બોલાવ્યા હતા. યુવતીએ બીજી બે યુવતીનો પરિચય તેમને કરાવી શરીરસુખ માણવા માટે એક હજાર રૂપિયા નક્કી કર્યા હતા.

image source

અંગ પ્રદર્શન થાય એ પ્રકારનાં વસ્ત્રો વપહેરીને બેઠેલી બંને યુવતી સાથે બંને મિત્રે કામક્રિડા શરૂ કરી હતી ત્યાં જ ચાર અજાણ્યા યુવાનો ફ્લેટનો દરવાજો ખોલી ઘસી આવ્યા હતા. એક યુવાને પુણા પોલીસ સ્ટેશનમાંથી આવ્યા છે હોવાનું જણાવીને પોતાનું નામ કોન્સ્ટેબલ અમીત અને બીજાનું નામ વિજય હોવાનું કહી બંને મિત્રને ધમકાવ્યા હતા. તેણે બંને મિત્રને કહ્યું કે, પોલીસ કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો છે અને અહીં સેક્સ રેકેટ ચાલે છે, ગેરકાનૂની કામ કરો છો એવું કહી બંનેને ગાળો આપીને ત્રણ-ચાર તમાચા ઝીંકી દીધા હતા.

image source

આ યુવકોએ બંનેને ત્યાર બાદ હાથકડી પહેરાવી પોલીસ સ્ટેશન લઇ જઇ કેસ કરવાની ધમકી આપી હતી પણ યુવતીએ અમીતને કહ્યું હતું કે, પોલીસ સ્ટેશન લઇ જશો તો અમારી અને બંને ભાઇની ઇજ્જત જશે માચે અહીં જ પતાવટ કરી દો. અમીતે પતાવટ કરવા 6 લાખની માંગણી કરી હતી પણ કારખાનેદારે રકમ મોટી હોવાનું કહેતા અમીતે છેલ્લે 2 લાખની માંગણી કરી હતી. 2 લાખ રૂપિયા નહીં મળે ત્યાં સુધી તેના મિત્રને પોતાના કબ્જામાં રાખશે અને હથકડી પહેરાવી રાખીને માર મારશે એવી ધમકી આપી હતી. યુવકે મિત્ર પાસેથી ઉછીના પૈસાની વ્યવસ્થા કરી હતી. ત્યાર બાદ વિજય કારખાનેદાર સાથે મોપેડ પર અને મિત્રને હથકડી પહેરાવી મારતા-મારતા કારમાં બેસાડી દીધો હતો. કારખાનેદારે મિત્રની વરાછા મારૂતિ ચોકમાં આવેલી દુકાનેથી 2 લાખ લઇ રૂપિયા લઇ અમીતને આપ્યા બાદ તેઓ મિત્રને ઉતારી કાર પુરઝડપે હંકારી ભાગી ગયા હતા.

image source

જો કે કારખાનેદારે કારનો નંબર જીજે-15 એડી-9517 જોતા તેને શંકા ગઇ હતી અને પોલીસને જાણ કરી હતી. પોલીસે કાર નંબરના આધારે ગણતરીના કલાકોમાં જ પોલીસનો સ્વાંગ રચનાર બે ભેજાબાજને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા બે પૈકી વિજય વિરૂધ્ધ સરથાણા અને અમીત વિરૂધ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપની ફરિયાદ નોંધાઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત