14 વર્ષની કીશોરીનું મોબાઈલ ચાર્જરના કારણે થયું મૃત્યુ, તમે તો નથી કરતાને આ ભૂલ?

14 વર્ષની કીશોરીનું મોબાઈલ ચાર્જરના કારણે થયું મૃત્યુ – જાણો શું થયું હતું – શું તમે તો આવી ભૂલ નથી કરતા ને ?

મોબાઈલના જેટલા ફાયદા છે તેટલા જ નુકસાન દિવસેને દિવસે આપણી સામે આવી રહ્યા છે. મોબાઈલનો ઉપયોગ કમ્યુનિકેશન માટે કરવામાં આવે છે પણ હવે તેનો ઉપયોગ આર્થિક વ્યવહારો, મનોરંજન અને તે ઉપરાંત ગેમિંગ માટે પણ કરવામા આવી રહ્યો છે. અને આ ગેમિંગ આજના યુવાધનને પાયમાલ કરી રહી છે. પણ અમે આજે તમને તે વિષે નથી જણાવવા જઈ રહ્યા પણ તમને તેના ચાર્જરના કારણે કઈ રીતે નુકસાન થાય છે કઈ રીતે જીવનું જોખમ ઉભું થાય છે તે જણાવવા જઈ રહ્યા છીએ.

image source

આ ઘટના વિયેતનામમાં રહેતી 14 વર્ષિય કિરશોરી લે થી ઝોઆનની સાથે ઘટી છે. આ છોકરીની એક માત્ર ભૂલ અથવા કહો કે તેની એક માત્ર બેદરકારીના કારણે તેણીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાસ્તવમાં લે થી ઝોઆન પાસે આઈફોન મોબાઈલ હતો. આ તે જ આઈફોન છે જેને મેળવવાનું સ્વપ્ન દરેક યુવક-યુવતિ જોતા હોય ચે. લે થી ઝોઆનને પણ કેટલાક દિવસો પહેલાં જ પોતાનો નવો આઇફોન ખરીદ્યો હતો. કેટલાક સમય બાદ લે થીના આઈફોનનું મોબાઈલ ચાર્જર ખાબ થઈ ગયું ત્યારે તેણીએ બીજી કંપનીના ચાર્જરનો ઉપયોગ કર્યો.

image source

થોડા દિવસ બાદ આ બીજી કંપનીનું ચાર્જર પણ ન ચાલ્યું અને તે થોડું ડેમેજ પણ થઈ ગયું પણ તેમ છતાં લે થી તે નુકસાન પામેલા ચાર્જરનો ઉપયોગ કરતી રહી. લે થીની બેદરકારી કંઈ ઓછી નહોતી તે પોતાની આદત પ્રમાણે રોજ રાત્રે સુતા પહેલા તે જ ડેમેજ ચાર્જરથી પોતાનો આફોન ચાર્જિંગ પર મુકીને આખી રાત તેમ જ છોડીને સુઈ જતી. ઉંઘમાં તે જ ચાર્જરથી કરંટ લાગવાથી લે થીનું મૃત્યુ થઈ ગયું. હા, તેણી એક દિવસ રોજની જેમ રાત્રે સુતી વખતે પોતાના ડેમેજ ચાર્જરથી પોતાના આઈફોનને ચાર્જ કરવા મુકીને સુઈ ગઈ અને ઉંઘમાં જ તેણી તે ચાર્જરના સંપર્કમાં આવી અને તેને કરંટ લાગી ગયો અને પછી તેણી ક્યારેય ન ઉઠી.

image source

આખી ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે લી થી ઝોઆનના માતાપિતાએ સવારે તેને બેડ પર બેભાન અવસ્થામાં જોઈ. જ્યારે તેઓ લે થી ઝોઆનને હોસ્પિટલ લઈ ગયા ત્યારે ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી. પોલીસને તપાસમાં લે થી ઝોઆનના બેડ પર બળેલું મોબાઈલ ચાર્જર મળ્યું. ચાર્જરને જોતા એવું લાગી રહ્યું હતું કે તે આઈફોનની સાથે આવતા અસલી ચાર્જર જેવું નહોતું પણ કોઈ બીજી કંપનીનું જ ચાર્જર હતું. પોલીસ હાલ આખા મામલાની તપાસ કરી રહી છે.

image source

આ ઘટના તે બધા જ લોકો માટે એક દાખલા રૂપ છે જેઓ બીજી કંપનીના નીચી ગુણવત્તાના ચાર્જરનો ઉપયોગ કરે છે. સાથે સાથે તમારે ક્યારેય તમારા મોબાઈલને તમારી નજીક ચાર્જ કરવા માટે ન મુકવો જોઈએ. ખાસ કરીને રાત્રે સુતી વખતે તો મોબાઈલને ક્યારેય ચાર્જ કરવા મુકવો જ ન જોઈએ, નહીંતર આવી ઘટના કોઈની પણ સાથે ઘટી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત