Site icon News Gujarat

યૂઝ કરો છો મોબાઈલ બેન્કિંગ તો થઈ જાવ સાવધાન, ફોનમાંથી ડિલિટ કરો 11 એપ નહીં તો થશે નુકસાન

Bank customers Alert : ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ અમુક એવી ખતરનાક એન્ડ્રોઇડ એપની ઓળખ કરવામાં આવી છે જેના દ્વારા હેકર્સ યુઝર્સને બેંક અકાઉન્ટમાંથી પૈસા સફાચટ કરી શકે છે.

જો તમે પણ કોઈ બેંકના ગ્રાહક હોય તો તમારે માટે આજનો આ આર્ટિકલ ખૂબ જ ઉપયોગી તેમજ કામનો સાબિત થઈ શકે છે. જેમ કે આપણે સૌ રોજબરોજ સમાચાર માધ્યમો દ્વારા જાણીએ છીએ કે આજકાલ અનેક સાઇબર એટેકના કિસ્સાઓ બહુ વધી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં તમારે વધુમાં વધુ ધ્યાન રાખવાની જરૂર છે. અસલમાં ગૂગલ પ્લે સ્ટોર પર અમુક એવી ખતરનાક એપ ઉપલબ્ધ છે અને તે સલામતીની દ્રષ્ટિએ ખતરનાક હોવાની તાજેતરમાં જ ઓળખ કરવામાં આવી હતી. આ એપ્સ જોકર માલવેરથી સંક્રમિત છે જે તમને નુકશાન કરાવી શકે છે.

image source

સાઇબર સિક્યુરિટી રિસર્ચર Zscaler ની ThreatLabz ના અહેવાલ મુજબ, આ પ્રકારની કુલ 11 એપની ઓળખ કરવામાં આવી છે જે બેન્કિંગ ફ્રોડ (Banking fraud) ની ઘટનાઓ માટે જવાબદાર છે. અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ એપ્સને અત્યાર સુધીમાં લગભગ 30,00 વખત ઇન્સ્ટોલ કરવામાં આવી છે. ત્યારે જો તમે પણ તમારા ફોન દ્વારા બેન્કિંગ લેવડદેવડનું કામકાજ કરતા હોય અને આ એપ્સ પૈકી કોઈ એપ્સ તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરેલી હોય તો તેને અત્યારે જ ડીલીટ કરી દેવી તમારી સુરક્ષા માટે હિતાવહ ગણાશે. કારણ કે આ એપ્સના લીધે કદાચ તમારા બેંક અકાઉન્ટમાંથી પૈસા પણ સફાચટ થઈ શકે તેવું જોખમ રહેલુ છે.

જાણો કઈ રીતે આ એપ્સ તમને કરી શકે છે નુકશાન ?

અહેવાલમાં આપવામાં આવેલી વિગત માનીએ તો જોકર માલવેર એક ફેમસ વેરીએન્ટ છે. તેને ખાસ કરીને એન્ડ્રોઇડ ડિવાઇસ માટે જ તૈયાર કરવામાં આવી છે જ્યાંથી આ વાયરસ યુઝરના ફોન પર એટેક કરે છે. આ એપને જાસૂસી કરવા, મેસેજ અને sms દ્વારા માહિતી ચોરવા માટે ડેવલપ કરવામાં આવી છે. જોકર માલવેરથી સંક્રમિત થયેલા મોબાઈલથી બેન્કિંગ ફ્રોડ કરવામાં આવી શકે છે. સાથે જ જોકર એન્ડ્રોઇડ એલર્ટ સિસ્ટમ દ્વારા બધી નોટિફિકેશનની પરવાનગી મેળવી લેવામાં આવે છે. ટ્રાન્સલેટ ફ્રી, pdf કન્વર્ટર સ્કેનર, Delux કી બોર્ડ દ્વારા જોકર માલવેર તમારા સ્માર્ટફોન સુધી પહોંચે છે.

image source

જો આ ખતરનાક એન્ડ્રોઇડ એપ હોય તમારા ફોનમાં તો અત્યારે જ કરી નાખો ડીલીટ

Exit mobile version