મોડલ લડશે ગુજરાતના ગામડામાં ચૂંટણી, મોટા મોટા સ્ટાર્સ સાથે કરી ચુકી છે મોડલિંગ

ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લામાં પંચાયતની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે . એવામાં એવું જાણવા મળ્યું છે કે મુંબઈની મોડેલ પણ પોતાના વતનમાં સરપંચપદ માટે ચૂંટણી લડવાનો નિર્ણય કરીને ચૂંટણી મેદાનમાં ઊતરી છે.

image soucre

તમને જણાવી દઈએ કે છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક પહેલીવાર આવી છે અને આ બેઠક પર હોંશે હોંશે ચાર-ચાર મહિલાએ ઉમેદવારી કરી છે, જેમાં કાવીઠા ગામની અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા (નિપા) પટેલનો પણ સમાવેશ થાય છે

ચૂંટણીમાં ઉમેદરવારી નોંધવાનારા એશ્રા પટેલ વર્ષોથી મોડેલિંગ કરે છે. તેને અત્યારસુધીમાં પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ જેવી ઘણી બધી બ્રાન્ડને પ્રમોટ કરી છે એટલું જ નહીં આ મોડેલ લગભગ 100 કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સ સાથે કામ કર્યું છે. ‌‌‌‌‌

image soucre

એશ્રા પટેલે અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ અને શાહરુખ ખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ માટે મોડેલિંગ કર્યું છે. જો આ ચૂંટણી માટે તેને કેમ ઝંપલાવ્યું એ વિશે વાત કરીએ તો એને આ અંગે જણાવ્યું હતું કે હું દુનિયાના ઘણા દેશમાં ફરી છું. ડેવલપમેન્ટ દુનિયાભરમાં છે તો મારા ગામમાં કેમ નહિ ? એટલે મને થયું કે મારે કાંઈક કરવું જોઈએ.

image soucre

નોંધનીય છે કે એશ્રા પટેલના પિતા નરહરિ પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે તેમજ તાલુકા પંચાયતના સભ્ય અને એપીએમસી, બોડેલીના પણ ચેરમેન રહી ચૂક્યા છે. જ્યારે તેમનાં માતા મીનાક્ષીબેન એક ગૃહિણી છે.