અનેક લોકોના ઘરને સુરક્ષાની બાબતમાં ટક્કર આપે એવુ છે આ ઘર, જેને નથી થતી કોઇ પરમાણુ બોમ્બની પણ અસર
આપણે સૌ એવું જ ઇચ્છીએ છીએ કે આપણું ઘર સલામત અને સુરક્ષિત હોય. જયારે આપણે પોતાના નવા ઘર કે દુકાનનું નિર્માણ કરાવીએ ત્યારે જ આપણે એ બાબતે વિચાર કરીએ છીએ કે તેને સુરક્ષિત રાખવા માટે કઈ કઈ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. જેમ કે લોક વાળા બારી દરવાજા, એલાર્મ, ડોરબેલ, સીસીટીવી વગેરે..

ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એક એવા ઘર વિષે માહિતી આપવાના છીએ જેને વિશ્વનું સૌથી સુરક્ષિત ઘર માનવામાં આવે છે. અને તેના વિષે એવો દાવો કરવામાં આવે છે કે આ ઘર પર પરમાણુ બૉમ્બનો પણ કઇં પ્રભાવ નથી પડતો.
પોલેન્ડ દેશની રાજધાની વારસો ખાતે રહેતા એક વ્યક્તિને વિચાર આવ્યો કે તે વિશ્વનું સૌથી સુરક્ષિત ઘર બનાવે. પોતાના આ વિચારને વાસ્તવિક સ્વરૂપે બનાવવા તેણે પોલેન્ડની પ્રખ્યાત આર્કિટેક્ચર ફાર્મ KWK પ્રોમ્સનો સંપર્ક કર્યો ને ત જણાવ્યું કે તે પોતાના માટે એવું ઘર બનાવવા માંગે છે દુનિયાનું સૌથી સુરક્ષિત ઘર હોય. અને તેની માંગણી અનુસાર KWK પ્રોમ્સ દ્વારા જે ઘર બનાવવામાં આવ્યું તેણે સૌથી ચોંકાવી દીધા.

અસલમાં KWK પ્રોમ્સ દ્વારા આવું ઘર બનાવવાના પ્રોજેક્ટને એક પડકાર માની પોતાના કસ્ટમરને વધુને વધુ સંતોષ આપી શકે તેવા હેતુથી દિલ દઈને કામ શરુ કર્યું. અને અંતે કસ્ટમરને જેવું ઘર તે ઈચ્છતો હતો એથી પણ વધુ સુરક્ષિત ઘર બનાવીને સોંપ્યું. આ ઘર કેવું છે એ પણ જોઈએ..

આ ઘરની સૌથી મોટી ખાસિયત એ હતી કે એક બટન દબાવવાથી જ આખું ઘર ઉપર – નીચે અને આગળ – પાછળ કોંક્રીટની મજબૂત દીવાલોથી ઢંકાઈ જાય છે. અને એવી રીતે પેક થઇ જાય જાણે કોઈ કિલ્લો ન હોય.

જયારે એક વખત આ ઘર સાવ પેક થઇ જાય તો અનેક પ્રકારના અને અનેક વાકઃ પ્રયાસો કરવા બાદ પણ કોઈ માણસ આ ઘરમાં પ્રવેશ નથી કરી શકતો. હા, મકાનના બીજા માળે આવેલા પુલ પરથી ઘરમાં પ્રવેશી શકાય પણ ત્યારે જ જયારે મકાન માલિકની ઈચ્છા હોય.
KWK પ્રોમ્સના જણાવ્યા અનુસાર આ ઘર માત્ર બહારથી જ નહિ પરંતુ અંદરથી પણ એટલું જ સૌંદર્ય અને મનમોહક છે. ઘરની બહાર એક સ્વિમિંગ પુલ પણ છે જે કવર કરવામાં નથી આવ્યો.

કોંક્રીટ સિવાય મેટલ શટર પણ આ ઘરને બે ગણી સુરક્ષા પુરી પાડે છે. કંપનીનો દાવો છે કે જયારે આ ઘરને એક વખત સંપૂર્ણ રીતે કોંક્રીટની દીવાલો વડે પેક કરી દેવામાં આવે ત્યારપછી તેના પર પરમાણુ બૉમ્બના હુમલાની પણ અસર નથી થતી.