મોઢેરાના પ્રખ્યાત મંદિર વિષે સૌએ સાંભળેલું જ છે, આજે જાણો માતાજીની જૂની કથા અને માન્યતા વિષે..

મોઢેશ્વરી માતાને માતંગી માતા પણ કહેવાય છે. મોઢેશ્વરી માતાજી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જ્ઞાતિના કુળદેવી હોય છે. આમ તો મોઢેશ્વરી માતાના સમગ્ર ગુજરામા ઘણા બધા મંદીરો આવેલા છે પણ તેમનું મૂળ મંદીર મોઢેરામા આવેલું છે અને તેની સાથે મોઢેશ્વરી માતાની પ્રાગટ્ય કથા પણ જોડાયેલી છે.

image source

મોઢેરાના દર યુગમાં અલગ અલગ નામ આપવામાં આવ્યા હતા. ત્રેતાયુગમાં તેને સત્યમંદિર કહેવાયું તો વળી દ્વાપરયુગમાં તેને વેદભુવન કહેવાયું અને કળિયુગમાં તેને મોહરેકપુરી અને હાલમાં તેને આપણે બધા મોઢેરા તરીકે ઓળખીએ છીએ. તે સમયે મોઢેરાની આસપાસના વિસ્તારોને ધર્માણ્ય કહેવામાં આવતો અને તે વખતે શ્રીમાતાને આ વિસ્તારની રક્ષા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તે સમયે અહીં કર્ણાટ નામના રાક્ષસનો અત્યંત ત્રાસ હતો. અહીં આવતા જતાં પ્રવાસીઓને લૂંટવામાં આવતા , લગ્નની જાનોને પણ છોડવામાં નહોતી આવતી અને રાક્ષસ માત્ર લૂટ જ નહોતો ચલાવતો પણ લોકોના જીવ પણ લઈ લેતો, તે દંપત્તિઓને હેરાત કરતો તો વળી નાના બાળકોને ખાઈ જતો.

image source

છેવટે રાક્ષસના પ્રકોપથી બચવા માટે લોકોને માતાના શરણે જવા સિવાય બીજો કોઈ જ આરો ન લાગ્યો. તેમણે માતા સમક્ષ ધૂણી ધખાવી દીધી. ખાસ કરીને અહીંના વિપ્રો તેમજ વણિકોએ માતાજીને આ અસૂરથી બચાવવા માટે અરજ કરી. છેવટે માતાજી તેમની પ્રાર્થનાથી પ્રગટ થયા અને માતાજીએ અસૂરનનો નાશ કરવા માટે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.

image source

માતાજી ક્રોધથી લાલપિળા થઈ ગયા હતા. તેમના મોઢામાં અગનજ્વાળા ભભૂકી રહી હતી અને તેમાંથી માતંગી એટલે કે મોઢેશ્વરી નામની શક્તિ પ્રગટ થઈ. તે જ સમયથી માતાજીના માતંગી સ્વરૂપની પુજા કરવામા આવે છે. માતાજીની આઢાર ભૂજાઓએ અઢાર જાતના શસ્ત્રો જેવા કે ધનુષ્ય, ત્રિશુળ, કમંડળ, શંખ, પાશ, ફરશી, છરો ગદા જેવા વિવિધ શસ્ત્રો ધારણ કરી લીધા હતા.

ત્યાર બાદ તેમનું કર્ણાટ રાક્ષસ જોડે ભયંકર યુદ્ધ છેડાયું. છેવટે માતાજીએ પોતાની શક્તિથી રાક્ષસનો નાશ કર્યો. અને લોકો આ રાક્ષસના ત્રાસથી મુક્ત થયા. યુદ્ધમાં માતાજીનો વિજય થતાં જ નગરના લોકોએ વિજયોત્સવની ઉજવણી કરી. માતાજીને દૂધપાક, લાડુ અને નિવેદ્ય ધરવામા આવ્યા. બસ ત્યારથી જ મોઢેશ્વરી માતાજીને કૂળદેવી તરીકે પુજવામાં આવે છે.

મોઢ બ્રાહ્મણો-વૈશ્યો-ક્ષત્રિયની ઉત્પત્તીની કથા

image source

મોઢેશ્વરી માતા મોઢ બ્રાહ્મણો, વૈશ્યો અને ક્ષત્રિયોના કુળદેવી છે. તેમના પર માતંગી માતાના અઢાર હાથની શક્તિ છે. મોઢ શબ્દની ઉત્પત્તી કંઈક આ રીતે થઈ હતી. મા. ઢ મા એટલે સાત્વિક શક્તિ અને ઢ એટલે સંપન્ન. એટલે કે જે સાત્વિક શક્તિઓથી ભરપૂર છે. જેનો અર્થ થાય છે જેના હાથમાં અનેક પ્રકારની ચેતનાઓ છે, જે શક્તિનો આરાધક છે, જે પોતાના પર નિર્ભર છે, નીડર છે તેમજ આત્મસમર્પિત છે તેવી ચાર ગુણોથી મોઢ શબ્દની ઉત્પત્તિ થઈ. તો હવે જાણીએ મોઢ જ્ઞાતિની ઉત્પત્તિની કથા

image source

પુરાણ કાળમાં એક સમયે પૃથ્વી પર જળપ્રલય આવ્યો. તે વખતે ધર્મારણ્યમાં રહેતાં શિવશર્મા નામનો બ્રાહ્મણ પોતાની ગર્ભવતિ પત્ની સુશીલાને લાકડાના તરાપા પર બેસાડીને ત્રિશંકુ નામના પર્વત પર જઈ વસ્યો. ત્યાં તેની પત્નીએ સુંદર પુત્રરત્નને જન્મ આપ્યો. ધીમે ધીમે બાળક મોટો થતો ગયો પણ અચાનક એક દિવસ બ્રાહ્મણનું મૃત્યુ થયું અને તેની પત્નિ પણ તેની પાછળ સતિ થઈ ગઈ.

બાળક હવે એકલું પડી ગયું હતું. માતા-પિતાને નહીં ભાળતા બાળક કલ્પાંત કરવા લાગ્યું. તેનું કરુણ રુદન સાંભળી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્યાં પ્રગટ થયા અને તેઓ બાળકને લઈને સ્વર્ગમાં જતા રહ્યા. તેમણે ત્યાં બાળકનું જતનથી પાલનપોષણ કર્યું. અને તેમાં ત્રણે દેવતાના ગુણોનું સિંચન કર્યું. સમય આવ્યે તેને પરણાવ્યો. તેને ત્યાં ત્રણ પુત્રો જન્મ્યા. જેમના નામ દેવશર્મા, બ્રહ્મશર્મા અને વિષ્ણુશર્મા રાખવામા આવ્યા.

image source

સમય જતાં તેઓ પણ મોટા થયા અને તેમના પણ લગ્ન થયા ત્યારે તેમને ત્યાં 8-8 પુત્રોના જન્મ થયા આમ ત્રણે પુત્રોને ત્યાં કુલ 24 પુત્રો અવતર્યા આમ તેઓ ચતુર્વેદીય મોઢ બન્યા. આ ચુતુર્વેદીયએ ધર્મારણ્યની પૂર્વમાં ધર્મેશ્વરની સ્થાપના કરી. તેમણે પશ્ચિમે સુર્યમંદિર, ધર્મકૂપ, સુર્યકુંડ તેમજ દક્ષિણે ગણપતિજીની સ્થાપના કરી. બ્રહ્માજીએ આ મોઢ બ્રાહ્મણોની રક્ષા માટે ગાયની ખરીમાંથી ગોભવા નામે વૈશ્યો તેમજ ક્ષત્રિયો ઉત્પન્ન કર્યા. આજના સમયમાં પણ મોઢેરા પાસે ગાંભુ ગામ આવેલું છે. આ રીતે મોઢ સમાજના બ્રાહ્મણો, વૈશ્યો અને ક્ષત્રિયોની ઉત્પત્તિ થઈ.

જે ધીમે ધીમે સમય આવ્યા પરિસ્થિતિ બદલાતા સમગ્ર દેશમાં ફેલાઈ ગયા. મોઢ બ્રાહ્મણો, વૈશ્યો તેમજ ક્ષત્રિયો ગુજરાત ઉપરાંત, ઇંદોર, ભોપાલ, ઉજ્જૈન વિગેરે સ્થળોમાં વધારે જોવા મળે છે.

image source

આ ઉપરાંત પણ મોઢેશ્વરી માતાના મંદીર તેમજ મોઢેરા મંદીર સાથે ઘણા બધા ઇતિહાસ જોડાયેલા છે. જેમાં દિલ્લીના સુલતાન અલાઉદ્દિન ખીલજીએ પણ મોઢેરા નગરી પર આક્રમ કર્યા હોવાનો ઉલ્લેખ છે અને તે વખતે જ મોઢેરાને લૂંટી પણ લેવામાં આવ્યું હતું. આ હૂમલા દરમિયાન પૌરાણિક સૂર્યમંદિરનો કેટલોક ભાગ ખંડિત કરી દેવામાં આવ્યો હતો અને તેમાંની કલાકૃતિઓનો પણ નાશ કરવામા આવ્યો હતો.

image source

માતાજી પર મુગલોના હૂમલાને બચાવવા માટે ભક્તોએ માતાજીની મૂર્તિ સ્થાનિક વાવડીમાં સંતાડી દીધી હતી. જે વાવને આજે લોકો ધર્મવાવ તરીકે ઓળખે છે. તેના ઘણા દાયકાઓ વિત્યા બાદ 1966માં મહાસુદ તેરસના દિવસે મોઢેરામાં મોઢેશ્વરી માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ તિથીને મંદિરમાં મોટી તિથિ માનવામા આવે છે અને દર વર્ષે આ તિથિ પર માતાજીનો પાટોત્સવ ઉજવવામા આવે છે.

દર વર્ષે મહાસુદ તેરસના દિવસે ઉજવવામા આવતા પાટોત્સવમાં માતાજીને કેસરસ્નાન કરાવવામાં આવે છે ત્યાર બાદ નવચંડી યજ્ઞ કરવામાં આવે છે અને અન્નકુટનો થાળ ધરવામાં આવે છે આ ઉપરાંત ફુલોનો મનોરથ પણ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત