સરકારના આ ત્રણ નિર્ણયના કારણે બચી ગયા લાખો લોકોના જીવન

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારએ કહ્યું છે કે કોરોના વાયરસને ભારતમાં ફેલાતું રોકવામાં સફળતા મળી છે. એટલે કે આ સંક્રમણે અન્ય દેશોમાં જે તબાહી મચાવી છે તે તબાહી ભારતમાં થતી અટકાવી શકાય છે.

image source

કોરોના વાયરસનું સંક્રમણ પણ ઘટાડવામાં સફળતા સરકારને મળી છે. તેના અનેક આંકડા પણ રજૂ કરવામાં આવ્યા છે. સરકારે કહ્યું છે કે 21 માર્ચના રોજ સંક્રમણ બમણું થયું હતું જે દર ત્રીજા દિવસે વધતું હતું પરંતુ હવે 24 એપ્રિલ પછીથી કેસ બમણા થવાનું પ્રમાણ 10 દિવસ થયું છે.

આ દરમિયાન સરકાર તરફથી ત્રણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ત્રણ નિર્ણય એટલે દેશવ્યાપી લોકડાઉન, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર રોક અને કોરોના ટેસ્ટિંગની સાથે કોરોન્ટાઈન કરવાનો નિર્ણય. આ ત્રણ નિર્ણયના કારણે દેશમાં કોરોનો વ્યાપ ભયજનક રીતે વધતા અટકાવી દેવાયો છે.

image source

કોરોના વાયરસને લઈ દેશના 11માંથી 2 ગૃપના અધિકારીઓનું કહેવું છે કે ભારતની રણનીતિની સફળતાને ઓળખવું તે મહત્વપૂરઅમ હતું આ રણનીતિથી આગામી સમયમાં વધુ સારા અને સકારાત્મક પરીણામ જોવા મળશે.

કોરોના વાયરસને એક સમિતિની ચેરમેનનું કહેવું છે કે, 21 માર્ચના દેશમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 300 હતી, તેનું ડબલિંગ રેટ 3.2 હતો અને 3 દિવસમાં તે ડબલ થતા હતા. ત્યારબાદ જનતા કર્ફ્યુ કરવામાં આવ્યું. 23 માર્ચ આસપાસ સ્થિતિ બદલી. જે ડબલિંગ રેટ વધી 5 દિવસ પર પહોંચ્યો હતો. 6 એપ્રિલ પછી તે વધી 10 દિવસ થયો છે. આ લોકડાઉનનું પરીણામ હતું. તેમણે કહ્યું છે કે લોકડાઉને ભારતમાં લોકોનો જીવ બચાવવાનું કામ કર્યું છે.

image source

નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી કે પોલએ કહ્યું છે કે આ વિષ્લેષણ જણાવે છે કે લોકડાઉનના કારણે કોરોના વાયરસને બમણા દરે ફેલાતો અટકાવી શકાયો છે. લોકડાઉનનો નિર્ણય યોગ્ય સમયે લેવાયો હતો. તેના કારણે દેશમાં આજે સંક્રમિતોની સંખ્યા 23000 જેટલી છે અન્યથા તે 73000 હજાર હોત.

ભારતમાં વિદેશી નાગરિકો સહિત કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 23,000થી વધી ચુકી છે. આ બીમારીના કારણે 700થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.