Site icon News Gujarat

લોકડાઉનના કારણે ઠપ્પ થયેલા ધંધા-રોજગાર ફરીથી ધમધમશે, પણ જોવા મળશે આ ફેરફાર

3 મે સુધી લોકડાઉન યથાવત છે પરંતુ મોદી સરકારએ એક મોટો નિર્ણય દુકાનદારોના હિતમાં લીધો છે.

image source

જે અંતર્ગત સરકારએ દુકાનદારોને તેમની દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી આપી દીધી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ ગુજરાત સરકારે પણ આવતી કાલથી કેટલીક દુકાનોને ખોલવાની શરતી મંજૂરી આપી છે.

સરકારે જે છૂટ ધંધા-રોજગાર શરુ કરવા આપી છે તેમાં કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે. ગૃહમંત્રાલયએ તેમના આદેશમાં સ્પષ્ટ લખ્યું છે કે આ નિર્ણય માત્ર ગ્રીન ઝોનવાળા વિસ્તારોમાં લાગુ થશે. આ સિવાયના ઝોનમાં જે વિસ્તારો છે ત્યાં કડક લોકડાઉન યથાવત રહેશે.

લોકડાઉન લંબાયા બાદ સરકાર લોકોને ધીરે ધીરે રાહત પણ આપી રહી છે. આ અગાઉ કેન્દ્ર સરકારે 20 એપ્રિલથી ઉદ્યોગો શરુ કરવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ હવે દુકાનદારોને આ મંજૂરી આપવામાં આવી છે. જો કે સરકારના આદેશમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સ ખોલી શકાશે નહીં.

આ ઉપરાંત તે જ દુકાનો રાજ્યમાં ખુલ્લી રહેશે જે દુકાન સંબંધિત રાજ્યના અધિનિયમ હેઠળ રજિસ્ટર્ડ હશે. આ ઉપરાંત દુકાનદારએ એક સમયે તેના નિયમિત સ્ટાફમાંથી 50 ટકા સ્ટાફને જ હાજર રાખવાની મંજૂરી છે.

image source

ઓછા સ્ટાફ અને ગ્રાહકો વચ્ચે પણ સામાજિક અંતર જળવાય તેની તકેદારી દુકાનદારે રાખવી પડશે. આ સિવાય દુકાનમાં માસ્ક પહેરવું અને સેનિટાઈઝેશનનું ધ્યાન પણ રાખવું પડશે. જો સરકારએ કહેલી શરતોનું પાલન થશે નહીં તો આ છૂટ પરત લેવામાં આવી શકે છે.

આ સિવાય સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોરોના માટે જે વિસ્તારને હોટસ્પોટ જાહેર કર્યા છે તે વિસ્તારોની કોઈપણ દુકાન ખોલી શકાશે નહીં. અન્ય દુકાન ખુલશે તેમાં કામ કરનાર પણ જો આ વિસ્તારનો કર્મચારી હોય તો તેને કામ પર બોલાવી શકાશે નહીં. આ નિયમનું કડકાઈથી પાલન કરવું પડશે.

image source

સરકારએ ધંધા-રોજગાર અટકી પડવાથી લોકોને થતા નુકસાનને અટકાવવા છૂટ આપી છે પરંતુ તેનો અર્થ એ નથી કે લોકડાઉન પૂર્ણ થયું છે. લોકોએ જરૂરી હોય ત્યારે જ ઘરમાંથી નીકળવાનું તે નિયમ તો પાળવાનો જ છે.

Exit mobile version