સરકારએ લોકડાઉનના કારણે તંગ થયેલી આર્થિક સ્થિતિને હળવી કરવા લીધો નિર્ણય, નિયમોને આધિન રહી આ ક્ષેત્ર કરાશે ધમધમતા

કોરોનાના સંકટ વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી ઠપ્પ થયેલા ધંધા રોજગારના કારણે આર્થિક વ્યવસ્થા તંગ થઈ છે. આ સ્થિતિને સુધારવા માટે સરકારએ 20 એપ્રિલથી ખેતીવાડી, કેટલાક ઉદ્યોગો અને ઓફિસમાં કામ શરુ કરવાની પરવાનગી આપી છે. પરંતુ સાથે જ કેટલાક નિર્દેશ આપ્યા છે કે જેનું પાલન આ જગ્યાઓ કરવું ફરજિયાત હશે.

image source

સરકારએ આ અંગે જે યાદી બહાર પાડી છે તેમાં આયુષ સહિતની સ્વાસ્થ્ય સેવાઓ, ખેતી વિષયક કામગીરી, મત્સ્ય ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં કામ કરવાની છૂટ આપી છે. આ સાથે જ સેવા ક્ષેત્ર, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા જેવી ખાનગી સંસ્થાઓ પણ શરુ થશે. જો કે તમામ સ્થળોએ સામાજિક અંતર જાળવવા ઉપરાંત અન્ય મહત્વની બાબતોનું ધ્યાન રાખવું પડશે. જો આ નિયમોનો ભંગ થશે તો સરકાર જે તે ઉદ્યોગને ફરીથી બંધ કરાવી દેશે.

આ અંગે કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કરી જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ટ્વીટમાં જે વસ્તુઓનો ઉલ્લેખ છે તે તમામ 20 એપ્રિલ 2020થી કાર્યરત દેશભરમાં થઈ શકશે. જો કે આ કાર્યક્ષેત્રમાં એવા લોકો નહીં જોડાય શકે જે કોરોના સંક્રમિત વિસ્તારોમાંથી આવતાં હોય. આ ઉપરાંત જે હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે તે જગ્યોએ આવેલા ઉદ્યોગ પણ શરુ થશે નહીં.