Site icon News Gujarat

મોંઘવારીનો માર! સાબુ,પાવડર સહિત આ વસ્તુના ભાવમાં થયો તોતિંગ વધારો, જાણો નવો ભાવ

દેશમાં વધતી જતી મોંઘવારીએ સામાન્ય માણસના ખિસ્સા ઢીલા કર્યા છે. રોજિંદી જરૂરીયાતના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય તેલ, દૂધ, બ્રેડ મોંઘા થયા બાદ હવે સાબુ, ડિટર્જન્ટના ભાવ પણ વધી ગયા છે. દેશની સૌથી મોટી FMCG કંપની HUL એ વ્હીલ પાવડરની કિંમતમાં 3.5 ટકા સુધીનો વધારો કર્યો છે. આ સિવાય લક્સ સાબુની કિંમતમાં પણ 8 થી 12 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે, હવે ગ્રાહકો ફરી એકવાર મોંઘવારીની ઝપેટમાં આવી ગયા છે.

મોંધવારીનો માર

image source

હવે ડિટર્જન્ટ, સાબુના ભાવમાં 14 ટકા સુધીનો વધારો થયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઇંધણની કિંમતને કારણે કંપનીઓનો ખર્ચ વધ્યો છે. લક્સ સાબુ હિન્દુસ્તાન યુનિલિવરની પ્રિય બ્રાન્ડ છે, જે બ્રિટિશ કંપની યુનિલિવરની પેટાકંપની છે. લક્સ સાબુ એ કંપનીના લોકપ્રિય ઉત્પાદનોમાંનો એક છે જેનો ઉપયોગ ભારતમાં લગભગ તમામ ઘરોમાં થાય છે.

જાણો કઈ પ્રોડક્ટ કેટલી મોંઘી થઈ?

HUL ના શેર પણ વધ્યા હતા

image soucre

તમને જણાવી દઈએ કે આ સમાચાર બાદ કંપનીના શેરમાં પણ જોરદાર વધારો થયો છે. NSE પર, HUL નો શેર 15 રૂપિયા વધીને 2795 રૂપિયાની કિંમતે પહોંચ્યો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 10 ટકા વધીને 2061 ટકા થયો છે. આ પછી, કંપનીની આવક 13 ટકા વધીને 11915 કરોડ રૂપિયા થઈ. એટલે કે, કંપની આ પગલાથી નફાની તૈયારી કરી રહી છે.

અન્ય કંપનીઓ પણ કિંમતમાં વધારો કરી શકે છે

image source

નિષ્ણાતોના મતે અન્ય એફએમસીજી કંપનીઓ પણ તેમના ઉત્પાદનોના ભાવમાં વધારો કરી શકે છે. કારણ કે કોરોનાના કહેર બાદ ખર્ચ ઝડપથી વધી રહ્યો છે. પામ તેલથી લઈને તેલના ભાવ સતત રેકોર્ડ ઉંચાઈ પર છે. એટલા માટે અન્ય કંપનીઓ પણ હવે ભાવ વધારવાનું વિચારી રહી છે.

Exit mobile version