ક્રિકેટર મોહમમ્દ શમીને બહુ વખત આવ્યા હતા આપઘાતના વિચાર, જાણો આ કપરી પરસ્થિતિમાં કોને પકડ્યો હતો હાથ

જીવવા નહોતા ઇચ્છતા મોહમ્મદ શમી, ત્રણવાર આવ્યો આપઘાતનો વિચાર, ત્યારે વિરાટ કોહલીએ…..

image source

મોહમ્મદ શમીએ રોહિત શર્મા સાથેના ઇન્સ્ટાગ્રામ લાઇવમાં ઘટસ્ફોટ કર્યો હતો કે બે વર્ષ પહેલાં એમને ત્રણવાર આપઘાત કરવાનો વિચાર આવ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમના બોલર મહોમ્મદ શમી લોકડાઉન દરમિયાન પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે અને આ સમયમાં એ ઘણીવાર સોશિયલ મીડિયા પર લાઈવ પણ આવે છે. થોડા દિવસ પહેલા રોહિત શર્માની સાથે ઇન્સ્ટાગ્રામ લાઈવમાં શમીએ એક ચોંકાવી દેનારો ખુલાસો કર્યો હતો. એમને જણાવ્યું હતું કે થોડા સમય પહેલા અંગત જીવનમાં ચાલી રહેલી ઉથલ પાથલથી એ એટલા બધા સ્ટ્રેસમાં આવી ગયા હતા કે એમના મનમાં ત્રણવાર આપઘાતનો વિચાર આવ્યો હતો.

image source

શમી એ આગળ જણાવ્યું કે વર્ષ 2015 વર્લ્ડ કપ ની ઇજા પછી મેદાન પર પરત ફરતા એમને 18 મહિના જેટલો સમય લાગ્યો હતો. અને એ 18 મહિના એમના માટે ઘણા જ અઘરા હતા. માનસિક રીતે તેઓ ખૂબ જ તણાવગ્રસ્ત થઈ ગયા હતા..શમીએ આગળ જણાવ્યું હતું કે એમને ફરી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને ફરી એમને કેટલીક અંગત તકલીફોનો સામનો પણ કરવો પડ્યો. અને આના કારણે એ એટલા વધારે ટેન્સનમાં આવી ગયા હતા કે એમને એમની જિંદગીને ટૂંકાવી દેવા વિશે વિચારી લીધું હતું. બે વર્ષ પહેલાં જ્યારે શમીની જિંદગીમાં તોફાન ઉઠ્યું હતું ત્યારે આ બોલરનું કરિયર ખતમ થતું સૌકોઈને દેખાતું હતું. શમી ઘણા જ હતાશ થઈ ગયા હતા.. પણ 2 વર્ષ પછી આજે એ ભારતીય ક્રિકેટ ટીમના સફળ બોલર છે. આ બે વર્ષમાં એમને પોતાની જાતમાં ઘણો બદલાવ લાવ્યો.

image source

શમી એ જણાવ્યું હતું કે એમને એમની જિંદગીમાં પોતાની જાતમાં આટલો બદલાવ ક્યારેય નથી લાવ્યો, જેટલુ એ આ બે વર્ષોમાં બદલાયા હતા.વર્ષ 2015 પછી એમને નક્કી કરી લીધું હતું કે હવે એ પાછળ નહિ ખસે. અને એ પછી એમને પોતાનું ખાવા પીવાનું સુધ્ધાં બદલી નાખ્યું. એક ઇન્ટરવ્યૂમાં શમી એ જણાવ્યું હતું કે આપઘાત વિશે વિચાર્યું ત્યારે એ એટલા ટેન્સનમાં હતા કે એમને કઈ જ સૂઝતું નહોતું.

પણ એમનું નસીબ સારું હતું કે એમનો પરિવાર એમની સાથે હતો. એમની હાલત સાવ એવી થઈ ગઈ હતી કે એમને જોઈને એમનો પરિવાર ડરવા લાગ્યો હતો કે ક્યાંક એ કોઈ ખોટું પગલું ન ભરી લે કારણ કે એ સમયે શમી ગમે ત્યારે સુઈ જતા અને ગમે ત્યારે ઉઠી જતા હતા.. પરિવારના લોકોના મનમાં એટલે પણ ડર બેસી ગયો હતો કારણ કે એકવાર શમીએ ગુસ્સામાં કહ્યું હતું કે આવી જિંદગી જીવવી એના કરતાં તો મરી જવું સારું.

image source

ક્રિકેટ માટે શમી એ કહ્યું કે પહેલા પણ ભારતીય ક્રિકેટ ટિમ પાસે સારા બોલર હતા, પણ એકસાથે આટલા બધા નહોતા. દરેક બોલર પાસે ઇન્સવિંગ જેવી ખૂબી હોતી હતી. પણ એવા બોલર બહુ ઓછા હતા જે કાયમી રીતે 140ની સ્પીડ કરતા ઉપર જ બોલ ફેંકે અને સવિંગ અને સિમ કરાવે. હમણાં ટિમ પાસે જે ચાર પાંચ બોલર છે એ બધા જ સારા છે. ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી વિશે જણાવતા શમી એ કહ્યું કે વિરાટ ક્યારેય પરિણામ નથી જોતા, એ હમેશા બસ સામેવાળાનો પ્રયત્ન જોવે છે. વિરાટ કહે છે કે પરિણામ તો પછી જોઈ લઈશું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત