લગ્ન બાદ બદલી ગયું મોહિનાનું જીવન, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી વ્યક્ત કર્યો લગ્ન પછીનો અનુભવ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ મોહિના કુમારીના લગ્નને 6 મહિના થયાં છે. આ તકે તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ટીઝર વીડિયો પોસ્ટ કર્યો છે. જણાવી દઈએ કે ટીવી સ્ટાર મોહિનાએ સુયશ રાવત સાથે લગ્ન કર્યા છે.

image source

મોહિનાએ 14 ઓક્ટોબર 2019ના રોજ સુયશ રાવત સાથે પરંપરાગત રિવાજો સાથે લગ્ન કર્યા હતા. તેમના શાહી લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

મોહિનાએ સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કર્યો છે તે છે તેમના લગ્નનો વીડિયો. વીડિઓમાં લગ્ન પહેલાના ફંક્શનથી લઈને વિદાયની રીતીઓને બતાવવામાં આવી છે.

વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે, ‘છ મહિના પહેલા આ મારી જિંદગીનો સૌથી મોટો દિવસ હતો. ચિંતા, ખુશી અને આંસુથી ભરેલા દિવસ પછી ઘણું બદલાઈ ગયું. એક નવી શરૂઆત થઈ. મારા પરિવારે મારા અને મારી ખુશી માટે ઘણું કર્યું અને મને ખૂબ પ્રેમ આપ્યો. હું તેમનો આભાર કદી માની શકું નહીં.

 

View this post on Instagram

 

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on

‘મારા નવા પરિવારે મને ખૂબ સપોર્ટ આપ્યો. મને એટલો પ્રેમ આપ્યો કે હું આજીવન તેના પ્રેમની ઋણી રહીશ. મારા બધા મિત્રોનો અને દરેક વ્યક્તિનો આભાર જેણે આ દિવસને ખાસ બનાવવા ખુબ મહેનત કરી હતી.

મોહિનાએ તેના પતિ માટે પણ રોમેન્ટીક સંદેશ લખ્યો છે. તેણે લખ્યું છે કે, મારો પ્રેમ, મારું બધું જ છે તે સુયશ રાવત, મારા જીવનના સૌથી શ્રેષ્ઠ સમયને મારી સાથે જીવવા માટે અને મને ખુશી આપવા માટે આભાર… આઈ લવ યૂ માય પતિ…