‘યે રિશ્તા..ની આ એક્ટરની લવ સ્ટોરી વાંચીને તમને પણ તમારા પ્રેમ સંબંધોની આવી જશે યાદ
‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ ની એક્ટર મોહેના કુમારીએ પતિ

સુયશ રાવત સાથેના પ્રેમ સબંધ વિષે વાત કરતા જીવનના રહસ્યો ખોલ્યા…
સ્ટાર સીરીજની ચેનલ પર આવતી ટીવી સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ ની એક્ટર મોહેના કુમારીએ પોતાના જીવનના રહસ્યો પરથી પડદો હટાવ્યો છે. લગ્નના છ મહિના પછી એમણે પોતાના પ્રેમ પ્રસંગ વિષે વાત કરી છે. એમણે કહ્યું કે સુરેશ રાવતની કઈ વાત પર તેઓ ફિદા થઇ ગયા હતા. તમને જણાવી દઈએ કે મોહેના કુમારીના લગ્ન ઉત્તરાખંડ રાજ્યના કેબીનેટ મંત્રી તેમજ આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના દીકરા સુયશ રાવત સાથે થયા છે.

પિંકવિલામાંથી વાત કરતા મોહેના કુમારીએ કહ્યું ‘મને યાદ છે કે જયારે હું સ્ટાર પરિવારના એવોર્ડમાં ગઈ હતી અને એના પછી સુયશને ડીનર ઉપર મળવાનું પણ હતું. એણે મારા માટે ચારથી પાંચ કલાક સુધી ત્યાં રાહ જોઈ હતી. એવોર્ડ ફંકશનમાં કેટલો સમય થાય એ મને ખબર ન હતી, એટલે જયારે હું ત્યાં પહોચી ત્યારે એણે ગુસ્સે થવાના સ્થાને મને કહ્યું કે કઈ વાંધો નહિ આ લાઈનમાં સમય લાગે જ છે. હું સમજી શકું છું.

મેં ત્યારે જ વિચારી લીધેલું કે કદાચ જીવનમાં સૌથી સારા વ્યક્તિને હું મળી રહી છું.’ મોહેના આગળ કહે છે કે ‘મારા સાસરા વાળા પણ મારા પ્રોફેશન વિષે જાણે છે. જો કે એ વાત પણ સાચી છે કે સુયશને લાઈમ લાઈટથી દુર રહેવું ગમે છે.’ આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે લગ્નના ૬ મહિના પછી મોહેનાએ ઈન્સ્ટાગ્રામ પર એક ટીઝર વિડીયો શેર કર્યો હતો. એમના લગ્નનો આ વિડીયો સોશિયલ મીડિયા પર બહુ ટ્રેન્ડ થયો હતો.

વાસ્તવમાં મોહેના કુમારી દ્વારા જે વિડીયો શેર કરવામાં આવ્યો હતો એમાં એના પ્રી-વેડિંગથી લઈને વિદાઈ સુધીના ઘણા ફોટાઓ બતાવવામાં આવ્યા હતા. એક મિનીટ અને ઓગણીસ સેકન્ડના આ વિડીયોને શેર કરતી વખતે મોહિનાએ લખ્યું કે ‘૬ મહિના પહેલા મારા જીવનનો સૌથી મોટો દિવસ હતો. એક એવો દિવસ જ્યાં હું ગભરાયેલી હતી, હસી રહી હતી, ગળે મળી રહી હતી અને આંખોમાંથી આંસુઓ પણ વહી રહ્યા હતા.

કેટલી બધી બધી વસ્તુઓ બદલાઈ જવાની હતી અને કેટલી બધી વસ્તુઓની નવી શરૂઆત થવાની હતી. મારા પરિવારે હમેશા મને સાથ આપ્યો હતો. મને હંમેશા ખુશ રાખી છે અને ઘણો પ્રેમ પણ આપ્યો હતો. એનું ઋણ હું ક્યારેય નથી ચૂકવી શકવાની. એ બધા માટે એમનો અભાર માનવો પણ ઓછો જ ગણાશે. મારા નવા પરિવારે પણ મને એટલો જ પ્રેમ આપ્યો છે. હું મારા બધા મિત્રોનો આભાર માનવા ઇચ્છીસ જે મારા લગ્નમાં હાજર રહ્યા. કદાચ તમારા બધા વગર હું આ ના કરી શકી હોત. બધાયને મારા તરફથી પ્રેમ…’

તમને એ પણ જણાવી દઈએ કે ૧૪મી ઓક્ટોબરના દિવસે મોહેના કુમારીના લગ્ન હરિદ્વારમાં થયા હતા. આ લગ્નમાં એમના નજીકના મિત્રો અને પરિવારના લોકો જ જોડાયા હતા. કામની વાત કરીએ તો મોહેના, શિવાંગી અને મોહસીન જેવા સ્ટાર કાસ્ટ વાળા શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ માં કીર્તિના રોલમાં નજરે પડી હતી. જો કે લગ્ન પછી એમણે એક્ટિંગની દુનિયાથી દુર રહેવાનું પસંદ કર્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે; ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત