Site icon News Gujarat

6 દિવસ પછી કોરોના પોઝિટિવ મોહિના કુમારીએ ભાવુક થઈને પોતાના અનુભવ વ્યક્ત કરતા શું આપ્ચો ખાસ મેસેજ, જાણો તમે પણ

૬ દિવસ પછી કોરના પોજીટીવ મોહિના કુમારીએ, ભાવુક થઈને પોતાના અનુભવ વ્યક્ત કરતા કહ્યું

image source

ટીવી અભિનેત્રી મોહિના કુમારી સિંહને કોરોના વાયરસના સંક્રમણમાં આવ્યા પછી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે, ત્યારે હાલમાં તે આ બીમારીને હરાવવા માટે લડી રહી છે. મોહિનાની સાથે એમના કેટલાક ફેમીલી મેમ્બર અને સ્ટાફ મેમ્બર પણ કોરોના પોજીટીવ આવ્યા છે. એમના બીમાર થતા જ એમના ફેન્સ એમના સારા થવાની દુઆ કરી રહ્યા છે.

image source

એ બધા ઈચ્છે છે કે અભિનેત્રી જલ્દી જ ઠીક થઇ જાય, આ માટે તેઓ પ્રાથના પણ કરી રહ્યા છે. જો કે એક્ટ્રેસે પોતે જ કોરોના સામેની પોતાની લડત વિશે જણાવ્યું છે અને ઈંસ્ટાગ્રામમાં એક વિડીયો શેર કરીને કહ્યું છે કે કેવી રીતે તેઓ કોરોના સામેની લડત લડી રહી છે અને કેવી રીતે એમની સાથે આ સંક્રમણ એમના પરિવારના લોકોને પણ થયું છે.

જો કે અભિનેત્રીએ પોતાના અનુભવો સાથે જ કોરોના વાયરસ વિશે લોકોને પણ જાગૃત કરવા પણ પ્રયત્નો કર્યા છે. એમણે કહ્યું હતું કે, ‘હાલમાં તેઓ ઋષિકેશ એમ્સમાં દાખલ છે. હાલમાં શારીરિક સમસ્યાઓ કરતા વધારે મુશ્કેલી માનસિક સમસ્યાઓની છે. સૌથી પહેલા મારા સાસુ બીમાર થયા હતા અને એમના પછી તેઓ પોતે બીમાર થયા.

image source

પહેલા એમણે સાસુનો ટેસ્ટ કરાવ્યો હતો, જે નેગેટીવ આવ્યો હતો. જો કે આ પછી પણ એમનો તાવ ઉતરતો ન હતો એટલે જ્યારે ફરી ટેસ્ટ કરાવ્યો તો એ પોજીટીવ આવ્યો હતો. જો કે અમારા કારણે કોઈ અન્યને કોરોના નો ચેપ ફેલાયો નથી, કારણ કે અમે લોકો ઘરે જ હતા.

આ સાથે મોહિના કુમારીએ કહ્યું હતું કે જો તમારી સાથે પણ આવું કાઈ થાય તો ગભરાવાની જરૂર નથી. એમણે કહ્યું કે, ‘અમે લોકો ૬ દિવસથી દાખલ છીએ, જો કે અમારા ટેસ્ટ હજુ નેગેટીવ આવ્યા નથી. જ્યારે તમને એવું લાગે કે કોરોના વાયરસ તમારા શરીરમાં પણ છે તો એ બહુ વિચિત્ર અનુભવ છે. આ સાથે જ આ માનસિક સ્થિતિ પર નિયંત્રણ કરવું મુશ્કેલ બની જાય છે.’ એકટ્રેસે વાયરસ સાથે જોડાયેલા કેટલાક વૈજ્ઞાનિક લક્ષણો પણ જણાવ્યા છે અને કહ્યું છે કે તમારે નકારાત્મક સમાચારો જોઇને ડરવાની જરાય જરૂર નથી અને જરૂર પડે તો ટેસ્ટ પણ કરાવી શકાય છે.

જો કે કોરોના સિવાયના અનેક મુદ્દાઓ પર એકટ્રેસે વાત કરી હતી, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. આ દરમિયાન એક્ટ્રેસ ભલે માનસિક રૂપે સ્ટ્રોંગ રહેવા કહી રહી હોય પણ તેઓ પોતે જ કોરોના વાયરસના અનુભવ શેર કરતી વખતે ભાવુક થઇ જાય છે.

Source: Jagran

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version