મોજથી લગ્ન કરતા આ શખ્સને થયો કડવો અનુભવ, માંગ ભરતી વખતે દુલ્હને કહ્યું-મને તું ગમતો નથી, નથી કરવા લગ્ન

લગ્ન પહેલા કોઈ કારણોથી સબંધ તુટી ગયો હોય તેવા કિસ્સાઓ તો તમે સાંભળ્યા હશે પણ અહી જે વાત થઈ રહી છે તે ઘણી નવાઈ પમાડનારી છે. અડધા લગ્ન થઈ ચૂક્યા હતા અને પછી કન્યાએ સિંદૂર લગાવવાની ના પાડી દીધી હતી. કન્યા લગ્ન મંડપમાંથી ઉભી થઈ ગઈ અને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. દુલ્હન જેવી મંડપમાંથી નીચે ઉતરી ગઈ કે ચારે તરફ અફરાતફરી મચી ગઈ હતી. બધા લોકો દંગ રહી ગયા હતા. દુલ્હન પક્ષના લોકોના આ જોઈને હોશ ઉડી ગયા હતા.

image source

લગ્ન ન કરવાને કારણે વર પક્ષના લોકો દુલ્હનના ઘરે જ ધરણા પર બેસી ગયા હતા અને બાદમાં વિરોધ સમાપ્ત થયો હતો. જાણવા મળ્યું છે કે અચાનક આવી રીતે લગ્ન તોડવાને કારણે વર પક્ષ ઘણો નારાજ થયો હતો. આવું થતાં હવે વરરાજા અને જાનૈયાઓનું કહેવું છે કે કાં તો લગ્ન કરવામાં આવે અથવા તો લગ્નમાં કરવામાં આવેલા ખર્ચની ચૂકવણી કરવી કરવામાં આવે. આ વિશે વિગતે વાત કરીએ તો આ કિસ્સો રાંચીના ધૂર્વા પોલીસ સ્ટેશન વિસ્તારના મૌસબારીમાં સામે આવ્યો છે.

wedding bride refused to apply vermilion the groom
image source

આ વિચિત્ર ઘટનામાં કન્યાએ વર તેની માંગમાં સિંદૂર ભરે તે પહેલાં જ તેને લગ્ન મંડપમાં બધાની વચ્ચે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ વાત સામે આવતા જ બધા ચોંકી ગયા હતા અને અફરાતફરી મચી ગઈ હતી. વાત કરીએ વર પક્ષ વિશે તો રાંચીના મંદાર વિસ્તારથી આ જાન આવી હતી. અહીંના રહેવાસી વિનોદના લગ્ન રાંચીના ધૂર્વા મૌસિબારીની રહેવાસી ચંદા સાથે નક્કી થઈ ચૂક્યા હતા. આ પછી 29 જૂને વિનોદ ધૂમધામથી શોભાયાત્રા સાથે ચંદાના ઘરે પહોંચ્યો હતો.

image source

ત્યાં પહોંચ્યા બાદ પણ બધું સામાન્ય જ ચાલી રહ્યું હતું. લગ્નની બધી વિધિઓ પણ શરૂ થઈ ગઈ હતી. એક પછી એક રસમમાં આગળ વધતા વરમાળાની રસમ પણ થઈ ચૂકી હતી. વાત ફક્ત આટલી જ નહી ચંદા અને વિનોદે સાત ફેરા પણ ફરી લીધાં હતાં અને બધું સામાન્ય ચાલી રહ્યું હતું. આ પછી જ્યારે દુલ્હનની માંગ ભરાઈની રસમ કરવાની હતી ત્યારે દુલ્હને વરને સિંદૂર ભરવાની ના પાડી દીધી હતી. આ દરમિયાન અચાનક જ ચંદા મંડપમાં ઊભી થઈ જાય છે અને તેને આ લગ્ન નથી કરવાં કહીને ત્યાંથી ચાલવા લાગે છે. દુલ્હન અચાનક મંડપમાંથી ઉતરી જતાં હંગામો થયો હતો.

image source

કન્યાએ તેના માતા-પિતાને કહ્યું કે તે આ લગ્ન કરવા માંગતી નથી કારણ કે તે છોકરાને પસંદ કરતી નથી. આ પછી વર પક્ષ આ ઘટનાનો વિરોધ કરતાં ત્યાં જ બેસી રહે છે અને લગ્ન કરવો અથવા લગ્નનો ખર્ચ આપવાની માંગ કરે છે. આ બાબતે યુવતીના પિતા જગદીશ લોહરા કહે છે કે યુવતી લગ્ન માટે તૈયાર નથી અને છોકરાના પક્ષના લોકો લગ્નમાં ખર્ચ કરેલા પૈસા માંગે છે પરંતુ તેમની પાસે પૈસા નથી. આખરે કઈ સમાધાન ન આવતાં વર પક્ષે દુલ્હનને લીધા વિના પાછા જવું પડ્યું હતું

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!