શું તમે જાણો છો આ જગ્યા વિશે જ્યાં બને છે વિચિત્ર ઘટનાઓ અને આવે છે જોરદાર અવાજો?

બર્મ્યુડા ટ્રાઈએંગલનું નામ તો તમે સાંભળ્યું જ હશે જ્યાંથી ભેદી રીતે કેટલાય જહાજો અને વિમાનો ગાયબ થઇ ચુક્યા છે. પરંતુ આવી જ એક બીજી જગ્યા પણ છે જે રશિયામાં આવેલી છે. જો કે તેની અને બર્મ્યુડા ટ્રાઈએંગલની વાત અલગ અલગ છે. આ જગ્યાનું નામ ” M ટ્રાઈએંગલ ” છે.

image source

આ ” M ટ્રાઈએંગલ ” રશિયાના એક શહેર પર્મ ખાતે સ્થિત છે જે રાજધાની મોસ્કોથી 600 માઈલ પૂર્વમાં ઉરાલ પર્વતો પાસે આવેલા ” મૉલ્યોબ્કા ” નામના વિસ્તારમાં આવેલું છે. અસલમાં ” M ટ્રાઈએંગલ ” નો અર્થ ” મૉલ્યોબ્કા ટ્રાઈએંગલ ” થાય છે. અને તેને રશિયાની સૌથી રહસ્યમયી જગ્યાઓ પૈકી એક ગણવામાં આવે છે. એક સમયે આ જગ્યાને સ્થાનિક માનસી લોકો માટે પવિત્ર માનવામાં આવતી હતી પરંતુ હવે અહીંનું દ્રશ્ય અલગ છે..

70 વર્ગ માઈલમાં ફેલાયેલા આ ” M ટ્રાઈએંગલ ” માં વર્ષ 1980 માં અચાનક રહસ્યમયી અવાજો સંભળાયા

image source

હતા જેના કારણે આ જગ્યા પ્રથમ વખત ચર્ચામાં આવી. શોધકર્તાઓએ અહીં આવતા અવાજોને રેકોર્ડ કર્યા તો જાણવા મળ્યું કે તે અવાજો એવા હતા જાણે કોઈ રોડ પર ફૂલ સ્પીડે કાર પસાર ન થઇ હોય. પરંતુ નવાઈની વાત એ હતી કે અહીંનો સૌથી નજીકનો રોડ પણ 40 કિલોમીટર દૂર હતો. એ હજુ સુધી રહસ્ય જ છે કે આ ગાડીઓના અવાજ અહીંથી કેમ આવે છે ?

image source

જે રીતે માણસના જીવનમાં સામાન્ય ઘટનાઓ ઘટતી રહે છે તે રીતે અહીં આ ” M ટ્રાઈએંગલ ” પર અસામન્ય ઘટનાઓ ઘટતી રહે છે. જેમ કે વાદળો વચ્ચેથી પ્રકાશની એક ધાર નીચે આવતી દેખાવી, ગીચ જંગલોમાં વિચિત્ર પારદર્શક ચીજો દેખાવી, આકાશમાં રહસ્યમયી ચિન્હો તથા અક્ષરો દેખાવવા, અને એલિયનોના યાન એટલે કે યુએફઓ દેખાવવા વગેરે…

image source

આ ” M ટ્રાઈએંગલ ” વિષે એવું પણ મનાય છે કે જો કોઈ મંદબુદ્ધિ માણસ અહીં અમુક દિવસો વિતાવી લે તો તે ચાલાક અને સ્ટેજ બની જાય છે. આ વિચિત્ર જગ્યા પર આવતા એવો અનુભવ થાય છે જાણે અહીં કોઈ ચમત્કારિક શક્તિ હોય. એવું પણ કહેવાય છે કે ” M ટ્રાઈએંગલ ” માં ગંભીર રીતે બીમાર વ્યક્તિ પણ આવે અને રોકાય તો તે પોતાની મેળે જ ઠીક થઇ જાય છે.

image source

” M ટ્રાઈએંગલ ” વિષે સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે અહીં કેટલીય કંપનીઓના મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ છે પરંતુ તેમ છતાં અહીં ફોન કામ નથી કરતા. જો કે અહીં એક ગજબ ” માટીની ટેકરી ” છે જેની ટોચે જઈને ફોન કરવામાં આવે તો દુનિયાના કોઈપણ ખૂણે ફોન લાગી શેકે છે. પરંતુ જેમ ટેકરીની નીચે ઉતર્યા કે ફોન તરત જ કપાઈ જાય છે. આ ટેકરીને વળી ” કોલ બોક્સ ” પણ કહેવામાં આવે છે.