માર્ચનો મોંઘવારીનો માર સામાન્ય માણસ પૂરો પાડી શકશે? જાણી લો ફેબ્રુઆરી મહિનામાં જીવન જરૂરિયાતની કઇ ચીજોના ભાવે માણસને રોવડાવી દીધા

આ મહિનામાં જે ભાવ વધારો થયો છે તેનાથી સામાન્ય માણસની કમર તોડી નાખી છે. પેટ્રોલથી માંડીને ડુંગળી જેવી વસ્તુઓમા ભાવ ખુબ જ વધી ચુક્યો છે. મધ્યમ વર્ગના લોકો આ ભાવવધારાના કારણે ખૂબ જ ચિંતાતુર થઇ ગયા છે, તેની સામે તેમને આવકમાં કઈ વધારો થયો નથી.

image source

ફેબ્રુઆરી મહિનામાં સતત ભાવ વધારો થતો રહ્યો છે. આપના રોજિંદા જીવનની ઘણી વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે તેનાથી સામાન્ય લોકોની ચિંતામાં પણ ઘણો વધારો થઈ રહ્યો છે. આ મહિનામાં એક પછી એક જીવન જરૂરિયાતની વસ્તુમાં ભાવ વધવા લાગ્યા છે. તેનાથી લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી શકે છે.

આ મહિનામાં ઘણી વસ્તુમાં ભાવ વધ્યા છે જેમ કે ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી, દાળ, સીંગતેલ અને મસાલામાં પણ ભાવ વધારો થયો છે. ડુંગળીની કિમત જાન્યુઆરી મહીનાની સરખામણીમાં ૨૫ થી ૩૦ ટકા જેટલી કિમત વધી છે. દાળમાં આ મહીનાની સરખામણીમાં જોઈએ તો ૧૦ થી ૨૦ ટકા જેટલી કિમતમાં વધારો થયો છે.

ડુંગળીની કિમત વધી :

image source

એક મહિનાથી ગરીબોની કસ્તુરી એવી ડુંગળીની કિમતમાં સતત વધારો થઈ રહ્યો છે. આજના સમયમાં ડુંગળી બજારમાં ૬૦ રૂપિયા પ્રતિ કિલોમાં મળી રહી છે. અત્યાર સુધી આની કિમત ૨૦ થી ૪૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવમાં વેચાય છે. અત્યારે આની આવક રાજસ્થાનથી થાય છે પરંતુ દર વર્ષ કરતાં આ આવકમાં ઘણો ઘટાડો થઈ રહ્યો છે. આના લીધે તેની કિમતમાં ઘણી અસર પડી રહી છે.

મસાલામા વધારો થયો :

image source

મસાલાની કિમતમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે તેનાથી ગૃહિણીનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે. ઓગસ્ટ થી હળદરના કારોબારમાં અને જાન્યુઆરીથી ધાણાજીરાના કારોબારમાં ૨૫ ટકા જેટલો વધારો થઈ ગયો છે. સોયાબીબી વધારે માંગ હોવાથી તેની કિમત અત્યાર સુધીની સૌથી ઊંચી કિમતે પહોંચ્યું છે. અત્યાર સુધી સરસિયામાં ૪૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધી ચણામાં પણ ૨૨ ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો.

પેટ્રોલ ડિઝલની કિમત આસમાને પહોંચી :

image source

અત્યારે પેટ્રોલ અને ડીઝલ ખૂબ મોંઘા થઈ ગયા છે મોંઘવારીમાં તેમાં પર પણ સારી એવી અસર થઈ છે. ડીઝલ મોંઘું થવાથી આયાતના ખર્ચમાં પણ વધાર થયો છે. આનાથી તેના ભાડા ખર્ચને કારણે તેના ભાવ વધે છે. તેમાં ૧૫ ટકાનો વધારો જરૂરી ગણવામાં આવે છે. તેની અસર ઘણા સામાન્ય લોકો પર પડી રહી છે.

ગેસ સિલિન્ડરમાં પણ ભાવ વધ્યો :

image source

આ મહિનામાં સતત ત્રીજી વાર ગેસના ભાવમાં વધારો થયો છે. તેમાં પહેલી વાર ૨૫ રૂપિયા, બીજી વાર ૫૦ રૂપિયા અને ત્રીજી વાર ૨૫ રૂપિયા એમ તેની કિમતમાં વધારો કરાયો છે. તેનાથી લોકો ખૂબ પરેશાન થાય છે.

કિમત ક્યારે ઘટશે :

image source

ઘણા જાણકારોનું કહેવું છે કે, વધારે વરસાદ પડવાથી ઊપજમાં ઘણું નુકશાન થયું છે અને ડુંગળી અને દાળની કિમતોમાં વધારો થઈ રહ્યો છે. સીંગતેલમાં ભાવ આંતરરાષ્ટ્રીય બજારમા કમીના લીધે તેના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તે કહે છે કે ડુંગળીની કિમતમાં અને તેલની કિમતમાં જૂન અથવા જુલાઇ સુધી ઘટાડો જોવા મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!