જો તમારા હાથમાં હશે આવી ધન રેખા, તો તમે બની જશો પૈસાદાર

હસ્તરેખાશાસ્ત્રમાં મની લાઇન: હથેળીમાં તેને ધન રેખા કહે છે, ગરીબીમાં જન્મ્યા બાદ પણ, તેઓ ધનિક બને છે

હાથની આ રેખાઓ શુભ સંયોગ બનાવે છે

image source

હથેળી પર કેટલીક એવી રેખાઓ અને ચિહ્નો હાજર હોય છે, જે તમારી કિસ્મત વિશે ઘણી વસ્તુઓ કે વાતો સમય પહેલા જ જણાવી દે છે. આ જ રેખાઓ મળીને, તમારી હથેળી પર એવી કેટલીક આકૃતિઓ ઉભરી આવે છે જેને શુભ સંયોગ તરીકે જોવામાં આવે છે. આજે અમે તમને આવા જ શુભ સંયોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને જોઈને કહી શકાય છે કે વ્યક્તિને જીવનમાં ધન લાભ અને સન્માન મળશે કે નહીં. ચાલો જાણીએ હથેળીની રેખાઓ વચ્ચે બનેલા આ સંયોગો વિશે…

જીવનરેખાનો આકાર

image source

જો કોઈ વ્યક્તિના હાથમાં જીવનરેખા યોગ્ય વર્તુળમાં હોય. મસ્તિષ્ક રેખા બે ભાગમાં વહેંચાયેલી હોય અને હથેળીમાં ત્રિકોણનું ચિહ્ન બનતું હોય, તેમજ આ ત્રણેય લક્ષણો હથેળી પર એક સાથે બનતા હોય, તો આ પૈસાની દ્રષ્ટિએ આ ખૂબ જ શુભ સંકેતો માનવામાં આવે છે. આવા સંયોગોના જાતકોને વ્યવસાયમાં સમયાંતરે ઘણો લાભ મળતો રહે છે અને નોકરીવાળા જાતકો પૈસા ઉમેરીને બેંક બેલેન્સ બનાવવામાં સક્ષમ બને છે.

ભાગ્ય રેખા આ રીતે શરૂ થાય છે

image source

જો કોઈ વ્યક્તિ હાથમાં ભાગ્ય રેખા મણીબંધથી શરૂ થઈ શનિ પર્વત પર પહોંચે અને વચ્ચે કોઈ પણ આ રેખાને પાર કરતું ન હોય અને આ રેખા પર કોઈ અશુભ ચિહ્ન બનેલું ન હોય, તો આવા લોકો વ્યવસાયમાં ઘણી પ્રગતિ કરે છે અને તેને વધુ આગળ લઈ જાય છે. આવા સંયોગ મોટાભાગે મોટા શેઠ અથવા મોટા ઉદ્યોગપતિના હાથમાં હોય છે.

જો કોઈની હથેળી આવી હોય તો

image source

જો કોઈ વ્યક્તિની હથેળી ભારે, પહોળી અને ફેલાયેલી હોય, અને દેખાવમાં લાલ અને સ્નાયુબદ્ધ હોય તો આવા લોકોને ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે. જ્યારે આંગળીઓ નરમ અને કોમળ હોય ત્યારે આવા લોકો ધનવાન બને છે. આવી હથેળીવાળા લોકોને ખૂબ ધન મળે છે અને તેઓ આ ધનનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણતા હોય છે.

હથેળીમાં શનિ પર્વતની આવી સ્થિતિ હોય

image source

જો હથેળીમાં શનિ પર્વત ઉપર ઉપસેલો હોય અને મધ્ય આંગળીની નજીક બે અથવા વધુ ઉભી રેખાઓ હોય, તો વ્યક્તિને દરેક પરિસ્થિતિમાં ધન અને આનંદ મળે છે. એવું બની શકે કે તેમના જીવનમાં થોડા ઘણા ઉતાર-ચઢાવ આવે, પરંતુ મોડેથી પણ ખરા તેઓ તેમના જીવનમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી લે છે. જો જીવનરેખા યોગ્ય રીતે વળાંકમાં હોય તો આ લોકો લાંબું જીવન જીવે છે અને તેમનું જીવન પણ શાંતિથી વીતે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત