પ્રાઇવેટ સ્કૂલોમાં મોંઘી ફી ભરીને ભણતાં 1.5 કરોડ વિદ્યાર્થીના વાલીઓને ખાસ જાણવું જરૂરી, વિધાનસભામાં થયું એવું કે…

કોરોના મહામારીના કારણે કામધંધાઓ બંધ થતા મોટાભાગે વાલીઓની હાલત કફોડી બની છે. તો બીજી તરફ ગુજરાતની ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા દોઢ કરોડ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને ફીમાં રાહત આપવા મુદ્દે હાઈકોર્ટે નિર્દેશ કર્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ નિર્ણય લઈ શકતી નથી. ત્યારે આવી પરિસ્થિતિમાં શાળા સંચાલકો દ્વારા ફીને લઈ દબાણ થતા વાલીઓની ચિંતામાં વધારો થયો છે. જેના કારણે કોંગ્રેસે ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રમાં ખાનગી સ્કૂલોમાં ફી માફીનો મુદ્દો ગૃહમાં ઉઠાવ્યો હતો. પરંતુ સરકાર દ્વારા ફી મુદ્દે યોગ્ય જવાબ ના આપ્યો હોવાની વાત કહી કોંગ્રેસે વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

image source

કોરોના મહામારી દરમિયાન સ્કૂલ ફી માફીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સ્કૂલ ફી માફી મુદ્દે ટૂંકી મુદતનો પ્રશ્ન પૂછ્યો હતો, જેમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ માત્ર લેખિતમાં જવાબ આપી ચર્ચા કરવાનું ટાળ્યું હતું, જેને કારણે અકળાયેલા કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં નારેબાજી કરી હતી.

image source

આજે વિધાનસભા ગૃહમાં આ અંગે ચર્ચા થવાની હતી, પરંતુ સરકાર આ મામલે રીતસર ખાનગી સ્કૂલના સંચાલકોથી ડરતી હોય તે રીતે નિયમની છટકબારી પાછળ સંતાઈને સમયાવધિ પૂરી થયાનું બહાનું કરી રહી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગુરુવારે સાંજે નિવેદન બહાર પાડ્યું છે કે, ખાનગી સ્કૂલોમાં ફીમાં ઘટાડો કરવાની બાબતનો ટૂંકી મુદ્દતનો પ્રશ્ન ગૃહમાં નિયમાનુસારની પ્રશ્નકાળની સમાયાવધિ પૂરી થઇ જતા અધ્યક્ષશ્રીની સૂચના મુજબ ચર્ચામાં લઇ શકાયો નથી.

image source

ઈમરાન ખેડાવાલાએ ખાનગી સ્કૂલોમાં ફીમાં ઘટાડો કરવાની બાબતનો ટુંકી મુદ્દતનો પ્રશ્ન ગૃહમાં ચર્ચા માટે મૂક્યો હતો. જો કે, સાંજે શિક્ષણમંત્રીએ સિફતપૂર્વક અધ્યક્ષનું નામ ધરીને નિવેદન કર્યું હતું કે, ટૂંકી મુદતના પ્રશ્ન માટેની નિયમાનુસારની સમય મર્યાદા પૂર્ણ થઇ જવાથી અધ્યક્ષની સૂચના મુજબ આ પ્રશ્ન ચર્ચામાં લઇ શકાયો નથી. વિપક્ષ કોંગ્રેસનો આક્ષેપ છે કે, સરકાર ઈચ્છતી જ નથી કે આ મુદ્દે પોતે કોઈ પણ નિર્ણય લે કારણ કે ખાનગી સ્કૂલ સંચાલકોનો ડર સરકારને સતાવે છે.

image source

સરકારે આ મામલે નિર્ણય હાઈકોર્ટ પર ઢોળવાનો પ્રયત્ન કરી જોયો હતો પરંતુ તેમાં ન ફાવતા હવે સરકાર યેનકેન પ્રકારે પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહી છે. ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓની ફી માફી અંગે નિર્ણય લેવાની વાત આવી તો રૂપાણી સરકાર ગૃહમાં ચર્ચામાંથી ફસકી પડી હતી. જ્યારે સાંજે શિક્ષણમંત્રી ફરીથી એ રટણ જારી રાખે છે કે, શાળા સંચાલકો તથા વાલીઓ બેયનું હિત સચવાય અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનું યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પાલન થાય તે માટે રાજ્ય સરકાર આવનારા દિવસોમાં સર્વ સંમતિથી પ્રયાસ કરશે.

image source

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે સરકાર રાજકીય રોટલા શેકવામાં મસ્ત છે. ગુજરાતના 1.51 કરોડ વિદ્યાર્થીની સત્ર ફી માફ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ વિદ્યાર્થીઓની સાથે રહીને આંદોલન કરશે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે હાલમાં સ્કૂલના ફી મુદ્દે સુનાવણી હાથ ધરી હતી અને જેમાં કહેવામાં આવ્યું હતું કે-ફી અંગે રાજ્ય સરકાર નિર્ણય કરે, સરકાર પાસે સત્તા છે.

image source

હાઈકોર્ટે અરજીનો નિકાલ કરતાં સરકારને કહ્યું કે તમે પોતાની રીતે નિષ્પક્ષ નિર્ણય લઈને ફી બાબતે પરિપત્ર જાહેર કરો. ફી ઘટાડવા બાબતે મધ્યસ્થી બનવા સરકારે કરેલી અરજી સંબંધમાં હાઈકોર્ટે એવું પણ તારણ કર્યું હતું કે સરકાર પોતે કેમ નિર્ણય લેતી નથી અને અમને મધ્યસ્થી બનાવવા માગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત