હાથમાંથી કોરોના વાયરસના દર્દીનું સેમ્પલ લઇને નાસી છૂટ્યો વાંદરો, જાણો પછી શું થયુ તે

વાંદરો કોરોના વાયરસના દર્દીનું બ્લડ સેમ્પલ છીનવી ભાગી ગયો – તંત્રમાં થઈ ગઈ દોડાદોડી

વાંદરાએ જે છીનવ્યું છે તેનાથી ઉત્તર પ્રદેશનું તંત્ર મુકાઈ ગયું મુશ્કેલીમાં – શું છીનવ્યું છે તે જાણી તમે પણ મુકાઈ જશો ચિંતામાં

image source

વાંદરાના વિચિત્ર વાંદરાવેડા આપણા બધાના જોવામાં આવતા જ રહેતા હોય છે. ખાસ કરીને જ્યારે આપણે કોઈ ધાર્મિક સ્થળે જઈએ અને જો કોઈ પહાડ પર બીરાજમાન દેવી દેવતાના દર્શને જઈ ત્યારે આપણને વાંદરાના વિવિધ અનુભવ થતા રહેતા હોય છે. હાથમાં પકડેલી પ્રસાદની થેલી પણ વાંદરાઓ છીનવી લેતા હોય છે અને ઘણીવાર તો મહિલાઓના હાથમાંથી તેમના પર્સ પણ ખેંચીને જતા રહેતા હોય છે. પણ ઉત્તર પ્રદેશમાં વાંદરાએ જે છીનવ્યું છે તેનાથી આખાએ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

image source

ઉત્તર પ્રદેશના મેરઠ વિસ્તારની આ ચિત્ર-વિચિત્ર ઘટના છે. અહીંનો એક વાંદરો મેરઠ મેડિકલ કોલેજની અંદર ઘૂસી ગયો હતો અને તેણે ત્યાંની લેબમાં કામ કરી રહેલા લેબ ટેક્નિશિયનના હાથમાંથી દર્દીઓની તપાસ માટે કલેક્ટ કરવામાં આવેલો લોહીનો નમૂનો છીનવી લીધો હતો. અને પછી ત્યાંથી ભાગી ગયો હતો. હોસ્પિટલના સ્ટાફે તેને પકડવા માટે ભારે દોડધામ કરી પણ તે ઝાડ પર ચડી ગયો હતો અને તે તે કીટને ચાવવા પણ લાગ્યો હતો. અને તે સમયે હોસ્પિટલના સ્ટાફે તેનો વિડિયો ઉતારી લીધો હતો, જોકે આ વિડિયો ઉતારનાર લેબટેક્નિશિયનને મેડિકલ કોલેજ દ્વારા તેના વર્તન અને બેદરકારી બદલ નોટિસ પણ ફટકારવામાં આવી છે.

કહેવામાં આવી રહ્યું છે કે તે સેમ્પલ કોરોના તપાસ માટેનું હતું

image source

એવું કહેવાઈ રહ્યું છે કે વાંદરુ જે બ્લડ સેમ્પલ લેબ ટેક્નિશિયનના હાથમાંથી છીનવી ગયું છે તે કોરોનાની તપાસ માટેનું હતું. જો કે આ બાબતે હોસ્પિટલના તંત્રએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જો કે સાવચેતી માટે હોસ્પિટલે તરત જ વન વિભાગના અધિકારીઓ અને હોસ્પિટલના વડા અધિકારીઓને આખી ઘટનાની જાણ કરી હતી. પણ વાંદરાએ તે કીટ ચાવી તો લીધી જ હતી અને ત્યાર બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો.

આ વાનરને માર્ક કરવો પડી રહ્યો છે મુશ્કેલ

image source

સ્વાભાવિક રીતે જ હવે આખાએ વિસ્તારમાં આ વાંદરાને લઈને સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે. લોકોને શંકા છે કે ક્યાંક તે વાંદરો કોરનાથી સંક્રમીત ન થઈ જાય અને તેમના વિસ્તારમાં કોરોના વાયરસ ફેલાઈ ન જાય. બીજી બાજુ વન વિભાગ આ વાંદરાને માર્ક કરવા માગે છે તેમને તેમાં મુશ્કેલીઓ પડી રહી છે. જો વાંદરાને માર્ક કરવામાં આવે એટલે કે તેને પકડીને તેના પર કોઈ ચિહ્ન લગાવવામાં આવે તો તેની ઓળખ થઈ શકે. અથવા તો સેફ્ટી માટે તેને ક્યાંક સુરક્ષિત જગ્યાએ પુરી પણ શકાય.

આ વાંદરાને લઈને મેરઠમાં ભારે રહસ્ય ફેલાયું છે. હોસ્પિટલે તો તેણે કોરોનાનું સેમ્પલ નહીં ચાવ્યું હોવાનું કહ્યું છે તેમ છતાં હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે તેને જોતાં સ્થાનિક લોકોની ચિંતા પણ વ્યાજબી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત