એક વાંદરાએ બે વાઘને લાફા પર લાફા ઝીંક્યા, શું તમે જોયો આ વિડીયો?

દેશમાં છેલ્લા બે મહિનાથી કોરોના વાયરસ સંક્રમણને ફેલાતો અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યુ છે ત્યારે સોશિયલ મીડિયા પર કેટલાક નવા ફની વિડીયો વાયરલ થઈ રહ્યા જયારે જુના ફની વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.

image source

જેના કારણે લોકડાઉનમાં ઘરમાં રહેલ વ્યક્તિઓનું મનોરંજન કરવામાં મદદ મળી શકે. લોકડાઉનના સમયમાં બોલીવુડ સેલેબ્રીટીસ, ટીવી સેલેબ્રીટીસ સિવાય પણ સામાન્ય વ્યક્તિઓ પણ ટીક ટોક એપ પર કે પછી અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરીને લોકોને સમય વિતાવવામાં સહાય કરી રહ્યા છે. આવી જ રીતે ટીવી પર પણ કેટલાક જુના શો શરુ કરવામાં આવ્યા જેવા કે, ‘રામાયણ’, ‘મહાભારત’, ‘તોતા- મૈના’ જેવા દુરદર્શન ચેનલ પર કેટલાક જુના શો શરુ કરવામાં આવ્યા છે.

image source

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વાંદરો ઝાડ પર બેઠો હોય છે અને એ જ ઝાડની નીચે બે વાઘ બપોરનો સમય હોવાથી આરામ કરી રહેલ વિડીયોમાં જોઈ શકાય છે. ત્યારે ઝાડ પર બેઠેલ વાંદરો નીચે બેઠેલા બંને વાઘને જેવી રીતે હેરાન કરે છે તે જોઇને આ વિડીયો જોનાર દરેક વ્યક્તિ પેટ પકડીને હસવા લાગે છે અને આ વિડીયો જોઇને કોઇપણ વ્યક્તિ પોતાનું હસવાનું રોકી શકતા નથી. વાંદરાની આવી હરકત જોઇને વાઘ પણ વિચારી રહ્યો હશે કે, વાંદરાઓને હળવાશમાં લેવા જોઈએ નહી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સુશાંતા નંદાએ શેર કર્યો છે. સુશાંતા નંદા આ વિડીયો શેર કરતા કેપ્શનમાં લખે છે કે જો આપે આ જુનો વિડીયો ના જોયો હોય તો એકવાર જોઈ લો, એક વાંદરો કેવી રીતે બે વાઘને થપ્પડ મારીને હેરાન કરી રહ્યો છે. અત્યારે સોશિયલ મીડિયા પર લોકો માટે આ વાંદરાનો વિડીયો લોકોનું ખુબ જ મનોરંજનનું માધ્યમ બની ગયો છે.

આપ આ વિડીયોમાં જોઈ શકો છો કે, એક વાંદરો ઝાડ બેઠો છે અને એ જ ઝાડની નીચે બે વાઘ બેઠા છે. ત્યારે ઝાડ પર બેઠેલું વાંદરું નીચે બેઠેલા બંને વાઘને એક પછી એક થપ્પડ મારે છે ત્યારે વાઘ પણ બદલો લેવાના ઘણા પ્રયત્ન કરે છે પણ દરેક વખતે વાંદરો પોતાની ચપલતાથી બચી જાય છે અને વાઘ બદલો લઈ શકતો નથી. ચાલો હવે જોઈએ આ મસ્ત ફની વિડીયો….

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત