આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ આગાહી, જાણો કયા રાજ્યોમાં પડશે ધોધમાર વરસાદ

રાજ્યમાં ચોમાસું બેસી ગયા છતાં રાજ્યમાં વરસાદ થયો નથી. રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરો કોરાકટ જોવા મળે છે. આ કારણે ગરમીનો પ્રકોપ અને બફારો પણ શહેરીજનોને ભારે સહન કરવો પડી રહ્યો છે. જો કે સૌરાષ્ટ્રમાં સપ્તાહની શરુઆતથી મેઘસવારી આવી પહોંચી છે.

image source

રાજ્યના ગીર સોમનાથ, કોડીનાર અને તાલાલા જિલ્લામાં 2થી 6 ઈંચ જેટલો વરસાદ 3 જુલાઈના રોજ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના 3 જિલ્લા ઉપરાંત નવ તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે. આ સિવાય આ સપ્તાહમાં જૂનાગઢ, પોરબંદર, જામનગર જિલ્લાના ગામોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. પરંતુ ધોધમાર વરસાદ થાય તેની રાહ હજૂ સૌરાષ્ટ્રવાસીઓને પણ છે.

image source

હવામાન વિભાગે આ સાથે જ આગાહી પણ કરી છે કે 4 થી 8 જુલાઈ સુધીમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર છત્તીસગઢ આસપાસ સક્રિય થનાર લો-પ્રેશરની અસરથી 8 જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત સમગ્ર મધ્ય અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદનો રાઉન્ડ શરુ થશે. હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્રમાં રહેલા ભેજના કારણે વરસાદ થઈ રહ્યો છે.

image source

હવામાન વિભાગના જણાવ્યાનુસાર 4થી 5 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, આણંદ, ડાંગ, વડોદરા, તાપી, ભરુચ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, પોરબંદર, દ્વારકા, દાહોદ સહિતના શહેરમાં ભારે વરસાદ થશે. જ્યારે 6 જુલાઈથી 8 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા ઉપરાંત અમદાવાદ, ખેડા, નર્મદા, વડોદરા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

image source

અત્યાર સુધી રાજ્યમાં વરસાદ ન થવાનું કારણ છે કે અરબી સમુદ્રમાં વરસાદ થાય તેવી કોઈ એક્ટિવિટી થઈ રહી નથી. જો કે હવે છત્તીસગઢથી મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશથી ઉત્તરપ્રદેશ લોપ્રેશર બન્યું છે જે આગળ વધતાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન જેવી સિસ્ટમ સર્જી શકે છે જેના પરીણામે રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે.

image source

હવામાન વિભાગની આગાહી અનુસાર 3 જુલાઈની સાંજ બાદ અમદાવાદ, ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજના સમયે ભારે પવન ફુંકાવાની શરુઆત થઈ હતી અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે ભારે ઉકળાટ અને ગરમીથી ત્રસ્ત અમદાવાદીઓ પણ હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે જેથી ગરમીથી થોડી રાહત મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત