રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય, જાણો કયા જિલ્લામાં કઇ તારીખોમાં છે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આવનારા ૫ દિવસ સામાન્ય, તેમજ મહિનાના અંતમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

image source

હાલમાં ઉત્તરપ્રદેશ અને બિહાર શહિત ભારતના વિવિધ રાજ્યોમાં વરસાદને લઈને ખબરો આવી રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં વરસાદ કેવો રહેશે આ અંગે આગાહી કરતા હવામાન ખાતાએ જણાવ્યું છે કે આવનારા પાંચ દિવસ દરમિયાન જીલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે. જો કે ૨૯ તેમજ ૩૦ જુનના રોજ ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આવનાર દિવસોમાં નવસારી, ભાવનગર, વલસાડ સમેત અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જો કે આ સિવાય રાજ્યના અન્ય જીલ્લાઓ જેવા કે પંચમહાલ, રાજકોટ, દ્વારકા, તેમજ આણંદ સહિતમાં સામાન્ય વરસાદ થઇ શકે છે.

સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત

image source

ઉલ્લેખનીય છે રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પણ ખાબકી રહ્યો છે. આવા સમયે આવનારા પાંચ દિવસ સુધી હજુ પણ વરસાદનો માહોલ યથાવત જોવા મળી શકે છે. જો કે આ અંગે હવામાન ખાતાએ પાંચ દિવસ સુધી વરસાદ ધીમી ધારે વહેવાની આગાહી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસું બેસી જવાના કારણે ખેડુતો પણ હવે ખુશ જોવા મળી રહ્યા છે.

આ જિલ્લાઓમાં વાતાવરણ ચોખ્ખું રહેશે

image source

અમદાવાદ હવામાન ખાતે આપેલી જાણકારી પ્રમાણે આવનારા ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. જેમાં પહેલા દિવસે એટલે કે ૨૮ જુનના દિવસે ગુજરાત રાજ્ય પર મેઘરાજાની કૃપા થશે. આ સાથે જ ઉત્તર ગુજરાત એટલે કે બનાસકાંઠા, પાટણ તેમજ મહેસાણા જિલ્લામાં હળવા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આ સાથે જ કચ્છમાં પણ સામાન્ય વરસાદ પડી રહ્યો છે, જ્યારે બાકીના જિલ્લામાં વાતાવરણ એકદમ ચોખ્ખું જ રહેશે.

24 કલાકમાં તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ

30 જૂનના રોજ અમદાવાદ, આણંદ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આજે પણ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ, અને સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની પણ શક્યતાઓ છે. તો મધ્ય ગુજરાતના પંચમહાલ, છોટાઉદેપુર, મહિસાગર, અરવલ્લીમાં પણ સારા પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે.

image source

ગઈકાલથી છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 7 શહેરોમાં મેઘમહેર થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં. 24 કલાકમાં તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સોનગઢ, વ્યારા, ઉચ્છલ સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત