લૉ- પ્રેશર, મોન્સૂન ટ્રફ વરસાદ ખેંચી લાવશે, વાંચી લો વરસાદની આ લેટેસ્ટ આગાહી વિશે

ગુરુવારથી લઈને આવનારા ૩ દિવસમાં, અમદાવાદ શહેરમાં ૫ ઇંચ સુધીનો વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી

પાછળના કેટલાક દિવસોથી આખાય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવે હવામાન ખાતા દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે આ આગાહી અમદાવાદ શહેર માટે પણ કરવામાં આવી રહી છે. જો કે આખાય રાજ્યમાં સારો એવો અથવા ભારે વરસાદ પડવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. હાલમાં જયારે બંગાળની ખાડીમાં એર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ શરુ થઇ છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણના વિસ્તારોમાં ૮ ઇંચ થી ૧૦ ઇંચ સુધીનો ભારે વરસાદ પડવાની સંભાવનાઓ પણ સેવાઈ રહી છે.

image source

લૉ- પ્રેશર અને મોન્સૂન ટ્રફ વરસાદ લાવશે

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર વર્તમાન સમયે ઓરિસ્સા પાસે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થઇ રહ્યું છે જે હાલ બંગાળની ખાડી અને ઓરિસ્સાની આસપાસ જોવા મળી રહ્યું છે. જે હવે ભારતના પશ્ચિમ વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. જે મધ્ય ભારતથી લઈને દક્ષીણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

image source

જે ૧૬ જુલાઈ સુધીમાં ગુજરાત આવી પહોચશે અને ઉપરનું એર સાયક્લોનિક સરક્યુલેશન જમીનના લેવલથી નજીક આવી જવાના કારણે એના પ્રેશરમાં પણ ઘટાડો થશે. આ લો પ્રેશરના કારણે મોન્સુન ટ્રફ જમીન તરફ નીચે આવશે. જેના કારણે આખાય રાજ્યમાં ૧૬ જુલાઈથીલઈને ૧૮ જુલાઈ સુધીમાં ભારે વરસાદ થશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ૧૭ જુલાઈના દિવસે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

દક્ષીણ ગુજરાતમાં ૮ ઇંચ થી ૧૦ ઇંચ સુધીનો વરસાદ

image source

બંગાળની ખાડી વિસ્તાર તેમજ ઓરિસ્સામાં સક્રિય થઇ રહેલા વરસાદી માહોલના ભાગરૂપે સક્રિય થયેલ ઉપરી એર સાયક્લોનિક સર્ક્યુલેશન સતત વિસ્તરી રહ્યું છે, જે લગભગ ૧૬ જુલાઈ સુધીમાં ગુજરાત તરફ પહોચી જશે અને અહી આવતા આવતા લો-પ્રેશરમાં પરિવર્તન પામશે. આ સર્ક્યુલેશન લો પડવાથી મોન્સુન ટ્રફ જમીન તરફ આગળ વધશે,

પરિણામે આવનારા ૧૬ જુલાઈથી લઈને ૧૮ જુલાઈ સુધીના સમયગાળામાં આમદાવાદ સહીત આખાય રાજ્યભરમાં ચોમાસાની ભારે જમાવટ થશે. આ આગાહી હવામાન ખાતા મુજબ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને અમાદાવાદમાં દોઢથી પાંચ ઇંચ તેમજ સૌરાષ્ટ્રના અને દક્ષીણ ગુજરાતમાં ૮ ઇંચ થી ૧૦ ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.

image source

અમદાવાદ સહીત રાજ્યભરમાં વરસાદી માહોલ

રાજ્ય ભરમાં ચોમાસુ જ્યારે સક્રિય હોવાથી, ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, રાજ્યમાં ચોમાસું સક્રીય છે, એવા સમયે ઓરિસ્સામાં સક્રીય થયેલ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન પણ 16 જુલાઇ સુધીમાં ગુજરાત આવી પહોચશે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સમગ્ર સમગ્ર રાજ્યમાં 16 જુલાઈ થી 18 જુલાઇ દરમિયાન વરસાદ પડશે.

image source

જેમાં ખાસ કરીને 15 જુલાઇથી લઈને અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. આ વરસાદી માહોલ વચ્ચે આખાય રાજ્યમાં ઝાપટા બદ્ધ વરસાદ પણ શરુ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત