Site icon News Gujarat

જેઠ મહિનામાં જાણો શું કરવુ જોઇએ અને શું નહિં? આ સાથે જાણો મહાભારતમાં આ વિશે શું કહેવામાં આવ્યુ છે

જેઠ મહિનામાં કરવું જોઈએ એક જ સમય ભોજન – અને રિંગણનો પણ ત્યાગ કરવો જોઈએ – મહાભારતમાં કેહવામાં આવી છે આ વાત

image source

હિન્દુ શાસ્ત્રોમાં દરેક મહિનાનું એક આગવું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આપણે બધાં શ્રાવણ, ચૈત્ર, કાર્તક મહિનાનું મહત્ત્વ તો જાણીએ છીએ પણ જેઠ મહિનાના મહત્ત્વ વિષે ખાશ જાણકારી નથી ધરાવતા. 23મી મેથી જેઠ મહિનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જે 21મી જૂન સુધી ચાલશે. 21મી જૂને અમાસ છે અને તે દિવસે જેઠ મહિનાનો છેલ્લો દિવસ રહેશે. જેઠ મહિનાની પૂનમે આ વર્ષનું પ્રથમ સૌથી મોટું ચંદ્રગ્રહણ છે.

હિન્દુ ગ્રંથો પ્રમાણે અન્ય મહિનાઓની જેમ જેઠ મહિનાનું પણ ખાસ મહત્ત્વ છે આ મહિનામાં સ્નાન કરવાનું, તેમજ તલ તેમજ જળ એટલે કે પાણીના દાનનું વિશિષ્ટ મહત્ત્વ છે. આ ઉપરાંત આ મહિનામાં વ્યક્તિએ દિવસમાં એક જ સમય ભોજન કરવું જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જેઠ મહિનામાં આવતા તેહવારો તેમજ વ્રત ઉપવાસ દરમિયાન જળ તેમજ વૃક્ષની પૂજાનો પણ મહિમા છે.

image source

સદીઓ પહેલાં થઈ ગયેલા ઋષિમુનિઓએ પર્યાવરની રક્ષા હેતુ જેઠ મહિનાના વ્રત તેમજ તહેવારોની ઉજવણી બાબતે ઉલ્લેખ કર્યો છે. ચાલો સૌ પ્રથમ તો એ જાણીએ કે આ મહિનાનું નામ ‘જેઠ’ કેવી રીતે પડ્યું.

આ મહિનાનો સ્વામી મંગળ દેવ છે. આ મહિનાના પૂનમના દિવસે જ્યેષ્ઠા નક્ષત્રનો સંયોગ રચાય છે. અને માટે આ મહિનાનું નામ જેઠ પાડવામાં આવ્યું છે. પ્રાચિન સમયમાં જે રીતે કાળની એટલે કે સમયની ગણના થતી હતી તે પ્રમાણે આ મહિનાના દિવસો મોટા હોય છે બીજી બાજુ આ મહિનાને બાકીના મહિનાઓ કરતાં મોટો પણ ગણવામાં આવે છે. અને આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ શબ્દ જ્યેષ્ઠ પરથી જેઠ શબ્દ અવતર્યો છે. જેઠ એટલે મોટો. અને માટે જ આ મહિનાનું નામ જ્યેષ્ઠ એટલે કે જેઠ પડ્યું છે.

જેઠ મહિનામાં તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

image source

મહાભારતના અનુશાસન પર્વમાં એક સંસ્કૃત શ્લોક દ્વારા દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણે, “ज्येष्ठामूलं तु यो मासमेकभक्तेन संक्षिपेत्। ऐश्वर्यमतुलं श्रेष्ठं पुमान्स्त्री वा प्रपद्यते।।” જેનો અર્થ થાય છે જે વ્યક્તિ જેઠ મહિનામાં એક સમય ભોજન ગ્રહણ કરે છે તે આર્થિક રીતે સુખી થાય છે. માટે જ આ દિવસોમાં એટલે કે જેઠ મહિના દરમિયાન એક સમય જ ભોજન ગ્રહણ કરવું જોઈએ.

image source

આ મહિનામાં સૂર્યોદય પહેલાં સ્નાન કરી લેવું જોઈએ. જો કે હિન્દુશાસ્ત્રો પ્રમાણે તો દરેક દિવસે તમારે સૂર્યોદય પહેલાં જ સ્નાન ઇત્યાદિ પતાવી લેવું જોઈએ. આ મહિનાની ખાસ વાત એ છે કે આ મહિનામાં જળ દાનનું મહત્ત્વ છે. તેમજ પાણીના બગાડની પણ આ મહિનામાં ના કહેવામાં આવી છે તેમ કરવાથી વરૂણ દોષ લાગે છે. પાણીના દાન પાછળ એક વ્યાજબી કે વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે અને તે એ છે કે આ મહિનામાં ખૂબ જ ગરમી પડે છે. માટે લોકોને ખોરાક કરતાં પાણીની જરૂર પડે છે અને માટે જ લોકો ઉનાળામાં વટેમાર્ગુઓ માટે પાણીની પરબ મુકાવતા હોય છે.

image source

આ મહિનામાં તલના દાનનું પણ ખાસ મહત્ત્વ છે. તલનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને આમ કરીને તમને સ્વાસ્થ્ય સુખ પણ મળે છે.

શાસ્ત્રો પ્રમાણે જ્યેષ્ઠ માસમાં દિવસ દરમિયાન સુવું જોઈએ નહીં. જો તમને કોઈ શારીરિક તકલીફ હોય અથવા તમારી તબિયત સારી ન હોય તો તમે મર્યાદિત સમય માટે એટલે કે 48 મિનિટ સુધી સુઈ શકો છો.

આગળ જણાવ્યું તે પ્રમણે જ્યેષ્ઠ માસના સ્વામિ મંગળ છે. માટે જ તમારે જેઠ મહા દરમિયાન રોજ હનુમાનજીની આરાધના તેમજ પૂજા કરવા જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં આવતી બાધાઓ દૂર થાય છે અને તમને સફળતા મળે છે.

image source

આ મહિનામાં રીંગણ ખાવ પર પણ મનાઈ કરવામાં આવી છે. એમ પણ આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે રીંગણ ગરમ પ્રકૃતિ ધરાવે છે અને જેઠ મહિનામાં ખૂબ જ ગરમી હોય છે આમ ગરમ પ્રકૃતિનો ખોરાક ખાવાથી શરીરને ઉનાળામાં નુકસાન થઈ શકે છે. બીજી બાજુ આયુર્વેદ પ્રમાણે રીંગણ ખાવાથી વાત રોગ તેમજ ગરમી વધે છે તેવું દર્શાવવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version