શુભ સમાચાર: મોરારિ બાપુ નવ દિવસ ‘લાઇવ કથા’ કહેશે, જાણો 6થી 14 જૂન સુધી કઇ ચેનલ પર કેટલા વાગે થશે પ્રસારિત

મોરારિ બાપુ નવ દિવસ લાઇવ શ્રોતા વિનાની રામકથા કહેશે, જાણો ક્યાંથી સાંભળશો

મોરારી બાપુએ જે સ્થળે જીવનની સૌ પ્રથમ કથા કરી હતી એ જ ત્રિભુવન વટ નીચે રામકથાનું ગાન શરુ કરશે.

image source

અમદાવાદ | અત્યારે આખાય વિશ્વમાં અને આપણા દેશ ભારતમાં પણ જયારે કોરોનાનું આ ઝોખ્મ તોળાઈ રહ્યું છે એવા સમયે સમગ્ર સૃષ્ટિ અને રાષ્ટ્ર સામેના કપરા અને મૂંઝવણભર્યા સમયમાં સતત 61 દિવસ સુધી પૂજ્ય મોરારિ બાપુએ આખાય વિશ્વને “સર્વે ભવન્તુ સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા” કહીને “સર્વભૂત હિતાય, સર્વ ભૂત પ્રિતાય અને સર્વભૂત સુખાય” હરિકથા- સત્સંગની લહેરો વહાવી હતી. વિશ્વના અસંખ્ય લોકોએ આ સત્સંગ શ્રવણનો લાભ લઇને, આવા કપરા સમયે પણ બાપુની કરુણાના સહારે જ ઇશ્વર પરની અડિગ આસ્થાને ટકાવી રાખી હતી.

image source

જો કે આ સમય દરમિયાન પૂજ્ય મોરારીબાપુએ આપેલા આશ્વાસનથી સૌએ આપત્તિ સામે શ્રદ્ધાનું આધ્યાત્મિક અને આત્મિક બળ પ્રાપ્ત કર્યું હતું. હજુ પણ કોરોનાનું સંકટ આખાય વિશ્વ ઊપર યથાવત જોખાઈ રહ્યું છે. હજુ પણ આ મહામારીનો કહેર જરાય ટાળ્યો નથી. એટલે પ્રશાસન દ્વારા કોઈ પણ ધાર્મિક મેળાવડાઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

image source

આવા સમયે રાષ્ટ્રીય હિત માટે સરકાર અને પ્રશાસન દ્વારા જે પણ નિર્ણયો જાહેર થાય છે, તેનો પૂજ્ય મોરારી બાપુ સહ્રદય સ્વીકાર કરે છે. આ સાથે જ તેઓ પોતાના વતી પણ આખાય રાષ્ટ્રને તેનો સ્વીકાર કરવા વિનમ્ર અનુરોધ કરે છે. હાલના સંજોગોમાં વ્સયાપીઠના શ્રોતાઓની લાગણી અને માગણી એવી છે કે, પૂજ્ય બાપુ દ્વારા ફરી રામકથા ગાનનો આરંભ કરવામાં આવે. જેથી કરીને વ્યાસપીઠનાં ફોલોવર્સની લાગણીઓ સ્વીકારી પૂજ્ય બાપુએ શનિવાર 6 જૂનથી 14 તારીખ સુધી સવારના 9:30 -12:00 સુધી વ્યાસપીઠનાં નિયમ મુજબ જ નવ દિવસની રામકથાનો પ્રારંભ કરવાનો નિર્ણય લીધો છે.

image source

આ કથા કરવા માટે બાપુએ એ જ સ્થળની પસંદગી કરી છે, જ્યાં બેસીને તેમણે પ્રથમ વખત રામકથા શરુ કરી હતી. પૂજ્ય બાપુ દ્વારા 14 વર્ષની ઉંમરે જ પોતાના જીવનની સૌથી પ્રથમ રામ કથા જે પવિત્ર સ્થળે શરુ કરી હતી એજ ત્રિભુવન વટની નીચે આ લોકડાઉનના સમયે ફરી રામકથા ગાનની શરૂઆત કરશે. આ કથા શ્રોતા ગણોને આસ્થા ચેનલ પરથી તેમજ સંગીતની દુનિયા અને ચિત્રકુટધામ તલગાજરડાના યુટ્યુબનાં માધ્યમથી પણ લાઈવ માણવાનો અને સાંભળવાનો અવસર મળશે.

image source

ભક્તોમાં ખુશીનો માહોલ છે, ત્યારે આપને જણાવી દઈએ કે એ રામકથામાં શારીરિક રીતે કોઈ જ નહિ હોય. માત્ર ઓડિયો- વિડિયો રેકોર્ડિંગ અને કેમેરા મેન સોશિયલ ડિસ્ટન્સના તમામ પ્રમાણિત નિયમો પ્રમાણે બાપુની સામે ઉપસ્થિત રહેશે. વ્યાસપીઠ પરથી પૂજ્ય બાપુ કથાગાન શરુ કરશે અને જે રીતે પ્રત્યેક કથાનું લાઇવ પ્રસારણ થતું હોય છે એવી જ રીતે નવ દિવસિય કથાનું અનુષ્ઠાન કરવામાં આવશે. આ સમાચારથી કથા સાંભળવા ઉત્સુક લોકોમાં આનંદ પ્રસરી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત