મોરારિબાપુની બીજી ઓનલાઈન રામકથા આજથી શરુ, જાણો ક્યાં અને કેટલા વાગે જોઈ શકાશે

કોરોના… કોરોના… અને કોરોના… હાલમાં જ્યારે આખાય વિશ્વમાં માત્ર કોરોનાનું નામ ચર્ચાઈ રહ્યું છે. અને આખુય વિશ્વ કોરોનાના મહાદાનવ સામે લડવા માટે પોતાની શક્તિઓ એકત્ર કરી રહ્યું છે એવા સમયે ભારત સહીત અનેક દેશોમાં દવાઓ સાથે દુઆઓનું પણ મહત્વ વધી રહ્યું છે.

image source

જો કે કોરોના કાળમાં હવે આખાય વિશ્વને પોતાની રામકથાનું ઘેલું લગાડનારા વૈશ્વિક ગુરુ સમાન મોરારી બાપુ પોતાની બીજી ઓનલાઈન રામકથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. આપને જણાવી દઈએ કે મોરારી બાપુએ પોતાનો ૮૮૪મી કથા ત્રિભુવન નીચે ઓનલાઈન માધ્યમથી કરી હતી. આ કથામાં માત્ર ત્રણ જ શ્રોતા કથા સ્થળ પર હાજર રહ્યા હતા.

૮૮૫મી ઓનલાઈન રામકથાનો પ્રારંભ

image source

પ્રથમ ઓનલાઈન કથાની સફળતા બાદ હવે ગુરુપૂર્ણિમાના અવસર પર 4 જુનના રોજ શનિવારે ફરી મોરારી બાપુ પોતાની ૮૮૫મી ઓનલાઈન રામકથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. આ કથાનો પ્રારંભ જે જગ્યાએ સૌ પ્રથમ પારાયણ કરી હતી એવા તલગાજરડાના રામજી મંદિરમાંથી કરવામાં આવશે. આ કથામાં પણ બધા જ શ્રોતાઓ ડીજીટલ માધ્યમથી જોડાઈ શકશે, જો કે કથાના સ્થળે રેકોર્ડીંગ ટીમ અને સહાયક લોકો સિવાય કોઈ નહિ હોય. જો કે આ કથાનું લાઈવ પ્રસારણ ચિત્રકુટધામ તલગાજરડા યુટયુબ ચેનલ પર લાઈવ કરવામાં આવશે. આ કથાનો સમય પણ આપી દેવામાં આવ્યો છે.

ઓનલાઈન કથાનો સમય આ પ્રમાણે રહેશે

image source

આપને જણાવી દઈએ કે મોરારી બાપુની બીજી ઓનલાઈન રામકથા એ ગુરુપૂર્ણિમાના અવસરે ફરી શરુ થવા જઈ રહી છે. આ રામકથા ઓનલાઈન માધ્યમથી જોવા મળશે. આ રામકથા નિહાળવા માટે તમારે ચિત્રકુટધામ તલગાજરડા યુટયુબ ચેનલ પર જવું પડશે. આ કથાનો સમય શનિવારના દિવસે ૯-૩૦ સવારથી લઈને બપોરના ૧૨ વાગ્યા સુધીનો રહેશે. આ સિવાયના દિવસોએ કથાનો સમય દરરોજ સવારના ૧૦ વાગ્યાથી લઈને બપોરના ૧૨ વાગ્યા સુધીનો રહેશે.

ઘરેથી જ રામકથાનો લાભ મળી શકશે

image source

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુપૂર્ણિમાનો અવસર ઉજવવાનો ઘણા વર્ષોથી મોરારી બાપુએ સંપૂર્ણ બંધ કરેલ છે. જો કે વર્તમાન વર્ષે લોકડાઉન અને કોરોનાના કારણે આ નિયમોનું પાલન કરવા કોઈ પણ ભાવિક ભક્ત તલગાજરડા આવી શકે એમ નથી. પરિણામે બધાને પોતાના ઘરેથી જ રામકથાનો લાભ મળી શકે એવો અનુરોધ બાપુને કરવામાં આવ્યો છે. જો કે આસપાસના વિસ્તારો સહીતના લોકોને પણ તલગાજરડા આવવા પર ખાસ સુચન દ્વારા ના આવવા અંગે જણાવવામાં આવ્યું છે.

પ્રથમ રામકથા વ્યાસપીઠ ત્રિભુવનથી

image source

આપને જણાવી દઈએ કે આ પહેલાની રામકથા બાપુએ ત્રિભુવન વટ નીચે બેસીને શરુ કરી હતી. વર્તમાન સમયની સ્થિતિ જોતા જાહેર કાર્યક્રમ ના થઇ શકે એવા સમયે બાપુને એમના ભાવકો દ્વારા ઓનલાઈન માધ્યમથી રામકથા શરુ કરવાનો આગ્રાહ કરવામાં આવ્યો હતો. જો કે વ્યાસપીઠના ભાવકોની લાગણીઓને માન આપીને ૬ જુનથી બાપુએ પ્રથમ એટલે કે 884મી રામકથાનો પ્રારંભ કર્યો હતો. આ રામકથામાં પણ માત્ર બાપુ, અમુક સેવક અને રેકોર્ડીંગ સ્ટાફ સિવાય કોઈ હાજર રહ્યું ન હતું. આ રામકથા આસ્થા ચેનલ પર લાઈવ બતાવવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત