સાવરકુંડલામાં મોરારી બાપુએ લીધી કોરોના વેક્સિન, રસી લીધા બાદ જનતાને આપ્યો આ ખાસ સંદેશો, જાણો શું કહ્યું

હાલમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે અને લોકોમાં પણ ફરીથી લોકડાઉનનો ડર પેસી ગયો છે. તો બીજી તરફ સારી વાત એ પણ છે કે કોરોનાની રસી પણ લોકો સુધી પહોચી ગઈ છે અને ભારતમાં લાખો લોકોએ રસીનો પહેલો ડોઝ પણ લઈ લીધો છે. ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહી છે કે રાજ્યના સાવરકુંડલામાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં પૂજ્ય મોરારી બાપુએ પણ કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો.

image source

રસી લીધા બાદ કથાકાર મોરારીબાપુએ નિવેદન આપ્યું હતું કે રસીકરણ વિશે લોકોમાં ગેરસમજ ન ફેલાય તેમજ વધુ સંખ્યામાં રસી લે તેવી મોરારી બાપુએ ઈચ્છા વ્યક્ત કરી હતી. હાલમાં મોરારી બાપુના આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે અને લોકો સુધી સંદેશો પણ પહોંચી રહ્યો છે.

image source

આ સિવાય વાત કરીએ તો ગુજરાત સહિત સુરતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થતાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સુરતમાં સોમવારે કોરોનાના 100 કેસ નોંધાયા છે. બીજી બાજુ સ્કૂલ- ક્લાસિસમાં પણ વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગવા માંડ્યો છે ત્યારે આજે વધુ 3 વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરતમાં શાળા-કોલેજ-ટ્યૂશન ક્લાસ સુપર સ્પ્રેડર બન્યા છે. કેસ વધતા શાળા-કોલેજમાં આજથી કોરોના ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. SOP પાલન ન કરનારી શાળા-કોલેજ બંધ કરવાનો નિર્ણય કરાયો છે.

image source

કોરોનાના કેસ જુલાઇ-ઓગસ્ટની જેમ નહીં વધે તે માટે પાલિકાએ ફરી એક વખત ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને કન્ટેનમેન્ટે વધારવાની વ્યૂહરચના અપનાવી છે. કન્ટેનમેન્ટ વિસ્તારમાં શકય એટલા વધુ લોકોને ટેસ્ટિંગ માટે અપીલ કરવામાં આવી છે. કલસ્ટર જાહેર થયેલા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે શહેર પોલીસ સાથે સંકલન કરવામાં આવશે.

image source

સુરત આ સિવાય પણ એક રીતે મોટા ખતરામાં છે કે ત્યાં કોરોના સંક્રમણમાં અત્યાર સુધી મહિલાઓ કરતાં પુરુષોમાં કોરોના સંક્રમણ વધારે જોવા મળતું હતું. કોરોના પીક પર હતો ત્યારે કુલ કેસના ૭૦ ટકા કેસ પુરુષોના જ્યારે ૩૦ ટકા કેસ મહિલાઓના મળતા હતા, પરંતુ શાળા-કોલેજ શરૂ થતા જ મહિલાઓમાં સંક્રમણની ટકાવારી ૩૦ ટકાથી વધીને ૪૦ ટકાને પાર કરી ગઇ છે. પાલિકાએ દરેક ઝોનમાં કોરોના સંક્રમણના આંકડા તપાસતા તથ્ય બહાર આવ્યું છે કે શાળા-કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ કોરોના વાઇરસનું સંક્રમણ ઘરે લઇ જાય છે.

image source

યુવા વયને કારણે વિદ્યાર્થીઓને કોરોના વાઇરસની અસર થતી નથી, પરંતુ વાઇરસને કારણે ઘરની મહિલાઓમાં સંક્રમણ ફેલાઇ રહ્યું છે. જે મહિલાઓમાં કોરોના સંક્રમણ મળી આવ્યું છે તેમના બાળકોની શાળા-કોલેજોમાં રેપિડ ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. ઘરની બહાર નીકળતી વખતે મહિલાઓને ખાસ તકેદારી રાખવા તથા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરવા અપીલ કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!