Site icon News Gujarat

જો તમને એવું લાગતું હોય કે એરપોર્ટ માત્ર પ્લેન માટે જ છે તો દુનિયાના આ એરપોર્ટની ખાસિયતો વિષે તમે ક્યારેય નહીં જાણ્યું હોય

સામાન્ય રીતે આપણે ક્યાંક ટ્રેન કે વિમાનમાં મુસાફરી કરવા જવાના હોઈએ ત્યારે તે ટ્રેન કે વિમાનના સમય પહેલા જ રેલવે સ્ટેશન અષ્ટવ એરપોર્ટ પર હાજર થઇ જવું જરૂરી હોય છે.

image source

જો કે રેલવે સ્ટેશન પર તો ક્યારેકનિશ્ચિત સમય કરતા દશ – પંદર મિનિટ વહેલા પહોંચી જાય તો પણ નસીબજોગે ટ્રેન મળી જાય છે. પરંતુ વિમાનયાત્રા કરવાની હોય તો તમારે એરપોર્ટ બહુ વહેલું હાજર થઇ જવું જરૂરી છે. તેનું એક કારણ એરપોર્ટ ખાતે સુરક્ષાને લઈને મુસાફરોની અનેક પ્રકારની તપાસ, સ્કેનિંગ અને કાયદાકીય કાર્યવાહી પણ છે.

વારંવાર વિમાનયાત્રા કરતા યાત્રીઓ માટે એરપોર્ટ પર વહેલા ગયા બાદ ત્યાં સમય વિતાવવો અઘરો પડી જતો હોય છે. પરંતુ આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને વિશ્વના અમુક એવા એરપોર્ટ વિષે જણાવવાના છીએ જ્યાં નિશ્ચિત સમય કરતા વહેલા પહોંચી જવું કંટાળાજનક નહિ પણ રોમાંચક હોય છે. તો ક્યાં છે એવા એરપોર્ટ અને શું છે ત્યાંની વિશેષતા આવો જાણીએ.

image source

આ લિસ્ટમાં પ્રથમ ક્રમાંકે આવે છે ઇંચિયોન એરપોર્ટ. આ એરપોર્ટ પર માત્ર વિમાનોની આવ – જા જ નહિ પરંતુ મનોરંજનના સ્ત્રોતો પણ છે. આ એરોપોર્ટમાં બે સિનેમાઘરો, મ્યુઝિયમ અને હરવા – ફરવા માટે ગાર્ડન, તથા આઈસ સ્કેટિંગ પાર્ક પણ છે. તમે આ જગ્યાને એક એરપોર્ટની સાથે હરવા ફરવાનું એક આકર્ષક સ્થાન પણ ગણી શકો.

આવું જ બીજું એરપોર્ટ છે સીંગાપુરનું ” ચાંગી એરપોર્ટ ” આ એરપોર્ટમાં પણ ગાર્ડન, વોટર ફોલ, અને નાની નાની પાણીની નહેરો આવેલી છે. સાથે જ ચાંગી એરપોર્ટમાં જ દુનિયાનું સૌથી લાબું એરપોર્ટ સ્લાઈડ પણ છે. એ સિવાય અહીં અનેક થીમ પાર્ક પણ છે જેમાં લોર્ડ્સ ઓફ રિંગ્સ અને ધ હોબિટનો પણ સમાવેશ થાય છે.

image source

આ લિસ્ટમાં ત્રીજા ક્રમાંકે આવે છે હોંગકોંગ એરપોર્ટ. આ એરપોર્ટ અહીંના આઇમેક્સ સિનેમાહોલ માટે ખાસ વખણાય છે.

મલેશિયાનું કુઆલાલુમ્પુર એરપોર્ટ પણ વિશ્વના આલીશાન એરપોર્ટ પૈકી એક છે અને તેનું આ લિસ્ટમાં ચોથું સ્થાન છે. અહીંની આધુનિક છત અને ચોખ્ખાઈ માટે તે વખણાય છે.

image source

લાસવેગાસનું મેકકૈરન એરપોર્ટ પોતાના ભીંતચિત્રો માટે પ્રસિદ્ધ છે. અહીં તમે તમારો સમય પસાર કરવા માટે ગેમલિંગ પણ રમી શકો તેવી સુવિધા પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version