વિશ્વની આ નોકરીઓમાં સ્ટાફ સાથે કરાવવામાં આવે છે અનેક પ્રકારના અવનવા કામ, જે વાંચીને તમે પણ મુકાઇ જશો આશ્વર્યમાં

રોટી, કપડાં અને મકાન એ જીવન જીવવા માટેની આવશ્યક ચીજવસ્તુ છે. તમને કદાચ યાદ હશે કે વીતેલા સમયમાં રોટી, કપડાં ઔર મકાન નામની એક ફિલ્મ પણ બની હતી. આ જરૂરતોને પુરી કરવા માટે જ માણસને પૈસા કમાવવાની જરૂર પડે છે અને પૈસા કમાવવા માટે નોકરી કે જાતજાતના કામધંધા કરવા પડે છે.

image source

અને તેના માટે ઘર પરિવાર અને ક્યારેક તો દેશથી પણ દૂર જવું પડે છે. વળી, નોકરી એટલે ઘર જેવા શાંત વાતાવરણમાં કામ કરવાનું હોય તેવું પણ નથી હોતું. નોકરી એટલે બીજા શબ્દોમાં સંઘર્ષ. આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને વિશ્વની અમુક અજબ ગજબ પ્રકારની નોકરીઓ વિશે જણાવીશું જેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે.

image source

ફિનલેન્ડ દેશમાં આવેલી એક હોટલમાં રાત્રી દરમિયાન સુવા માટે એટલે કે ઊંઘવા માટે સ્ટાફની નિમણૂક કરે છે. વાંચીને કદાચ આશ્ચર્ય થાય પણ આ હકીકત છે. આ નોકરીને હોટલ ટેસ્ટર ના નામથી ઓળખવામાં આવે છે અને તેમાં નિમણૂક કરાયેલા સ્ટાફને હોટલના અલગ અલગ રૂમમાં રાત્રી દરમિયાન ઊંઘવા દેવાય છે અને સવારે તેને રાત્રી દરમિયાન ઊંઘવા અંગેનો અભિપ્રાય આપવાનો રહે છે.

image source

જાપાનમાં એક જોબ એવી હહે જેમાં સ્ટાફને ટ્રેનને ધક્કો મારવાનું કામ કરવાનું હોય છે. અસલમાં અહીંની ટ્રેનોમાં ક્યારેક લોકોની ખીચોખીચ ભીડ જામી જાય છે અને ક્યારેક તો એટલી ભીડ થઈ જાય છે કે ટ્રેનના દરવાજા પણ બંધ નથી થઈ શકતા. આ માટે ઉપરોક્ત જોબ માટે પસંદ થયેલા લોકો ભીડને કન્ટ્રોલ કરી દરવાજા બંધ કરવાનું કામ કરે છે.

image source

હવે અમે જે જોબની વાત કરી રહ્યા છીએ તે કદાચ તમને વાંચવી પણ નહીં ગમે. અસલમાં કુતરાઓ માટેનો ખોરાક બનાવતી કંપનીઓ પોતે બનાવેલી પ્રોડક્ટને ટેસ્ટ કરવા માટે સ્ટાફની નિમણૂક કરે છે અને તેને ફૂડ ટેસ્ટર તરીકે કામ કરવાનું હોય છે. કર્મચારીએ કંપનીની પ્રોડક્ટને ચાખી અને તેના સ્વાદ વિશે રીવ્યુ આપવાનો હોય છે.

image source

ઝેરીલા સાંપોનું ઝેર કાઢી તેને એકઠું કરવું સરળ કામ તો નથી જ. પરંતુ લોકો માટે આ પ્રકારની જોબ પણ ઉપલબ્ધ છે. જોબ કરનારે અનેક સાંપોનું ઝેર કાઢી એક બરણીમાં એકઠું કરવાનું હોય છે. એકઠા કરાયેલા આ ઝેરનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ બનાવવા માટે થતો હોવાનું મનાય છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત