મોટાભાગના લોકો નથી જાણતા કેમ લગ્ન પછી વધી જાય છે સ્ત્રીઓનું વજન, જાણો આનું સાચું કારણ તમે પણ

મિત્રો, લગ્ન એ જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે અને લોકોએ આ નિર્ણય ખૂબ જ વિચારપૂર્વક લેવો જોઈએ કારણકે, લગ્ન પછી દરેક વ્યક્તિનુ જીવન બદલાઈ જાય છે અને જો સ્ત્રીઓ વિશે વાત કરીએ તો તેમના જીવનમા પણ ઘણુ પરિવર્તન આવે છે. લગ્ન બાદ તેમના આખા શરીરમા ઘણા ફેરફાર આવે છે. લગ્ન પછી મોટાભાગની છોકરીઓ નુ વજન વધવા લાગે છે અને આવુ શા માટે થાય છે તેના વિશે આજે આપણે આ લેખમા માહિતી મેળવીશુ.

આંતરસ્ત્રાવીય પરિવર્તન :

image source

જો આપણે આપણા શરીરના હોર્મોન્સ વિશે વાત કરીએ તો જ્યારે કોઈ યુવતી લગ્નજીવનમા પ્રવેશ કરે છે ત્યારે તેમના જીવનમા ઘણા ભાવનાત્મક અને આંતરસ્ત્રાવીય પરિવર્તન આવે છે, જે તેના શરીર પર પણ અસર કરે છે.

જવાબદારીઓ :

image source

આપણે જવાબદારીઓ વિશે વાત કરીએ તો દરેક યુવતીના જીવનમા લગ્ન પછી જવાબદારીઓનુ ભારણ વધી જાય છે, જેના કારણે તે પોતાની જાતને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામા અસમર્થ રહે છે અને તેનો પ્રભાવ તેમના શરીર પર પણ પડે છે.

વધુ પડતુ ટીવી જોવુ :

image source

લગ્ન પછી દરેક યુવતી માટે નવા પરિવાર સાથે બેસીને વાતો કરવી અથવા લાંબા સમય સુધી ટીવી જોવુ સામાન્ય છે. આવી સ્થિતિમા લોકો મૂવી જોવુ અને નાસ્તાનુ સેવન કરવાનું પસંદ કરે છે અને આવી સ્થિતિમાં શારીરિક રીતે સક્રિય ના હોવાને કારણે સ્ત્રીઓમા સ્થૂળતા વધે છે.

ગર્ભાવસ્થા :

image source

આ સમસ્યા સૌથી સામાન્ય છે કે, જેના કારણે અડધાથી વધુ મહિલાઓ પરેશાન થાય છે. ગર્ભાવસ્થા પછી છોકરીઓનુ વજન વધે છે અને પાછળથી છોકરીઓ તેમના શરીરની યોગ્ય સંભાળ રાખવામા અસમર્થ રહે છે અને મેદસ્વીપણાની સમસ્યા વધે છે.

ખાણીપીણી ની આદતમા બદલાવ :

લગ્ન થાય પછી આપણે વધારે બહાર જમવાનું પસંદ કરીએ છીએ અને આવી સ્થિતિમા તે પણ વજન વધવા માટેનુ જવાબદાર કારણ બની જાય છે.

ઉંમર :

image source

એક સંશોધનમા એવુ પણ જાણવા મળ્યુ છે કે, વધતી ઉંમર સાથે સ્ત્રીઓનો મેટાબોલિક રેટ પણ ઘટે છે અને તેના કારણે ચરબી બર્નિંગની પ્રક્રિયા પણ ખુબ જ ધીમી પડે છે, તેના કારણે વજનમા વધારો પણ થાય છે.

ઊંઘ નો અભાવ :

લગ્ન પછી લગભગ દરેક સ્ત્રીઓનો આરામ નો સમય અનિયમિત થઇ જાય છે. જો નિયમિત સાત કલાક ની યોગ્ય ઊંઘ ના લેવામા આવે તો આ પરિબળ પણ લગ્ન પછી સ્ત્રીઓના વજનમા થતા વધારા પાછળ જવાબદાર સાબિત થઇ શકે છે.

માનસિક તણાવ :

image source

લગ્ન બાદ સ્ત્રીઓના ખભ્ભા પર તેમના પતિના સંપૂર્ણ પરિવારની જવાબદારી આવે છે જેના કારણે તે ઘણીવાર માનસિક તણાવ નો શિકાર ઓઅન બની જતી હોય છે અને આ પરિબળ પણ વજન વધારા માટે જવાબદાર સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત