Site icon News Gujarat

7.5 કરોડના કિંમતી ફૂલો તેમજ અગણિત ખુશી: આ કંપનીએ મધર્સ ડેની ઉજવણી કરવા માટે ઉમદા રસ્તો શોધ્યો

રૂ. ૭.૫ કરોડના કિંમતી ફૂલો તેમજ અગણિત ખુશી: લોવ દ્વારા મધર્સ ડેની ઉજવણી કરવા માટે ઉમદા રસ્તો શોધાયો

image source

કહેવાય છે કે માતાના પ્રેમનું ઋણ ચૂકવી શકાતુ નથી. માનો પ્રેમ, ત્યાગ અને તપસ્યાના બદલે આપણે કંઇ પણ કરી લઇએ તે હંમેશા ઓછું જ રહેશે. આપણે આ દુનિયામાં લાવનાર અને એક સારું વ્યક્તિત્વ આપનાર માતા પ્રત્યે સમ્માન અને પ્રેમ વ્યક્ત કરવા માટે કોઇ વિશેષ દિવસની જરૂર નથી પરંતુ મધર્સ ડે આપણને આપણી લાગણીઓ વ્યક્ત કરવાનું બહાનું અને તક ચોક્કસપણે આપે છે. આ કારણથી દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે દુનિયાભરમાં મધર્સ ડે મનાવવામાં આવે છે.

આ વર્ષે મધર્સ ડે ૧૦ મેએ મનાવવામાં આવી રહ્યો છે. મા પ્રત્યે પોતાનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાનો આ દિવસ અલગ-અલગ દેશમાં અલગ-અલગ તારીખે મનાવવામાં આવે છે. જો કે, ભારત સહિત કેટલાય દેશમાં મધર્સ ડે મેના બીજા રવિવારે જ મનાવવામાં આવે છે. મધર્સ ડેના દિવસે લોકો મમ્મીને ભેટ આપીને અથવા તેને સ્પેશિયલ ફીલ કરાવીને અલગ-અલગ રીતે પોતાની લાગણી વ્યક્ત કરીને આ દિવસ મનાવે છે.

image source

કેવી રીતે થઇ મધર્સ ડેની શરૂઆત?

ઉલ્લેખનીય છે કે માતાને સન્માન આપનાર આ દિવસની શરૂઆત અમેરિકાથી થઇ છે. અમેરિકન એક્ટિવિસ્ટ એના જાર્વિસ પોતાની મમ્મીને ખૂબ જ પ્રેમ કરતા હતાં. તેમણે ન ક્યારેય લગ્ન કર્યા અને તેમને ન તો કોઇ બાળક હતું. માતાનાં અવસાન બાદ તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે તેમણે આ દિવસની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધીમે-ધીમે કેટલાય દેશમાં મધર્સ ડે મનાવવા લાગ્યા. આજે તમને એક લાગણીભર્યો કિસ્સો જણાવવા જઇ રહ્યા છીએ.

મધર્સ ડે નિમિત્તે એક અમેરિકન કંપનીની ખુશામત કરનારી હરકતોએ હજારો લોવકોને આશ્ચર્યમાં મૂકી દીધાં છે. લોવએ યુનાઇટેડ સ્ટેટ્સમાં લોકલ નર્સરીઓ સાથે ભાગીદારીમાં ફૂલો ખરીદી વરિષ્ઠ ઘરોમાં રહેતા વૃદ્ધ માતાઓને ફૂલો મોક્લ્યા કે જ્યાં કોવીડ -19 લોકડાઉન દરમ્યાન કોઈ તેમની મુલાકાત લેવા આવતું નહોતુ. કોરોનાવાયરસથી પ્રભાવિત યુ.એસ. શહેરોમાં ફૂલોની સાથે કંપનીએ ૭.૫ કરોડની($ 1 મિલિયન) કિંમત આ માતાઓને પહોંચાડી.

આ પ્રભાવિત શહેરોમાં ન્યુ યોર્ક, શિકાગો, બોસ્ટન, હ્યુસ્ટન, મિયામી અને બીજા ઘણાં શહેરોનો સમાવેશ થાય છે. દરેક બાસ્કેટ વ્યક્તિગત રૂપે આવરિત હતું અને તેમાં લોવ દ્વારા પ્રશંસાભર્યા સંદેશની વિશેષ નોંધ શામેલ છે. ‘મધર્સ ડે એ માતા, દાદી અને તેમના બાળકો વચ્ચેની ઉજવણીનો વિશેષ સમય છે ત્યારે આપણું હૃદય દેશભરમાં લાખો પરિવારો માટે વિચાર કરે છે જે આ વર્ષે તેમના પ્રિયજનો સાથે રહી શકશે નહીં,’

image source

મેરીસા થલબર્ગ, લોવના મુખ્ય બ્રાન્ડ અને માર્કેટિંગ અધિકારીએ એક નિવેદનમાં આ જણાવ્યું છે. ખૂબ પ્રશંસાત્મક હાવભાવ સાથે, લોવે ફૂલોના બાસ્કેટ વિક્રેતાઓને પણ આ કાર્યમાં સામેલ કર્યા જેમને આવા કપરા સમયમાં ધંધા પર કોરોનાવાયરસની સખત અસર પડી હશે. અહેવાલ મુજબ ફૂલોને ઉબેર ડ્રાઇવરો દ્વારા પહોંચાડવામાં આવ્યા હતાં જેઓ લોકડાઉન વચ્ચે થયેલી આ આવકમાંથી પણ લાભ મેળવશે.

image source

આ મુશ્કેલ સમયમાં તમારી ઉદારતા અને અમારા વિશે વિચાર કરવા બદલ આભાર, ‘મેસેચ્યુસેટ્સમાં સિપ્પીકન હેલ્થકેર સેન્ટરના પ્રવક્તાએ કહ્યું. ‘લોવ બંને રહેવાસીઓ અને આવશ્યક કર્મચારીઓને અંધકારમાંથી પ્રકાશ તરફ લાવ્યા.’ કોવિડ-19 દ્વારા અસરગ્રસ્તોને રાહત આપવા માટે લોની ૨૫૦ મિલિયન ડોલરની પ્રતિબદ્ધતાની પણ આ એક પહેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version