35 વર્ષની માતાએ 4 દીકરાઓને આપ્યો જન્મ, 1.50 કરોડ કેસમાં એક વખત આવો છે આવો કેસ
અમેરિકાના ટેક્સાસમાં 35 વર્ષની એક યુવતીએ એકસાથે 4 દીકરાઓને જન્મ આપ્યો, 1.50 કરોડ કેસમાં એક જ વખત બને છે આવી ઘટના

હાલ ચાલી રહેલા કોરોના વાયરસના કહેરથી સૌ કોઈ પરેશાન છે. દુનિયાના મોટા મોટા દેશો પર કોરોનાની પકડ દિવસે દિવસે મજબૂત બનતી જાય છે.
એમાંય અમેરિકા તો કોરોનાની અસર હેઠળ સૌથી વધુ અસરગ્રસ્ત છે.અમેરિકામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. દેશમાં ચાલી રહેલા આ કપરા સમયમાં ટેક્સાસ રાજ્યમાં ડલાસ શહેરની એક ગર્ભવતી સ્ત્રીએ માર્ચ મહિનામાં એકસાથે 4 દીકરાઓને જન્મ આપ્યો હતો. આ નવજાત શિશુના વજન ઓછા હોવાને લીધે તેમને બે મહિના સુધી હોસ્પિટલમાં જ સ્પેશિયલ કેર નર્સરીમાં રાખવામાં આવ્યા હતા.

અને માતા પિતા સિવાય કોઈને પણ એ બાળકોને અડવા કે જોવાની પરવાનગી ન હતી. આ સ્ત્રીએ ત્રણ મિનિટમાં ચાર દીકરાઓને જન્મ આપ્યો જતો.2 મહિના બાદ હાલ ચારેય બાળકો એકદમ સ્વસ્થ છે. પોતાના ચાર બાળકો સાથે માતા પિતા 2 મહિનાના લાંબા ગાળા બાદ ઘરે પરત ફર્યા છે. આવો ચાર દીકરાઓને એક સાથે જન્મ થયો હોય એવો બનાવ 1.50 કરોડ કેસમાં એક જ વખત જોવા મળે છે.
આ ચાર બાળકોને જન્મ આપનારી 35 વર્ષીય જેનીએ કહ્યું કે,”જ્યારે મને ખબર પડી કે મારા પેટમાં ચાર બાળકો છે તો હું એ વાતનો વિશ્વાસ જ નહોતી કરી શકતી. મને એમ થતું કે મને એકસાથે ચાર બાળક હોઈ જ ન શકે અને હાલ મારા માટે મારા ચાર દીકરાઓને ઓળખવા અઘરા થઇ ગયા છે. કારણ કે તે બધા એકસરખા જ લાગે છે. અમે અમારા બાળકોના ફોટો ક્લિક કરીને અમારા પરિવારને ફોટોઝ મોકલ્યા. તો તેઓ પણ આ બાળકોને ઓળખી શક્યા નથી. હોસ્પિટલમાં 10 અઠવાડિયાં રહ્યા બાદ હાલ ચારે ચાર બાળકો એકદમ સ્વસ્થ છે.

આ ચાર બાળકોના નામ હેરીસન. હાર્ડી, હેન્રી અને હ્યુડસન રાખવામાં આવ્યા છે.” જેની એ આગળ જણાવ્યું કે “કોરોનાના આ કપરા સમયમાં મારા દીકરાઓનું આટલું ધ્યાન રાખનારા હોસ્પિટલ સ્ટાફની હું જીવનભર આભારી રહીશ. મને એવી આશા છે કે, એક દિવસ હું તે બધાને ગળે ભેટીને તેમનો આભાર વ્યક્ત કરી શકીશ. આ બધામાં નવાઈની વાત તો એ છે કે, ક્રિસ અને જેનીના પરિવારમાં આજસુધી કોઈના ઘરે જોડિયાં બાળકોનો જન્મ પણ નથી થયો.એવામાં આ દંપતી એકસાથે ચાર દીકરાઓના આગમનથી ખુશખુશાલ છે.

નવા બનેલા આ માતા પિતાનું કહેવું છે કે આ ચારેય બાળકોમાં અત્યારથી જ ભાઈઓ પ્રત્યેનો લગાવ જોવા મળી રહ્યો છે. અને આ માતાપિતા એમના જીવનની આ સોનેરી પળોને ખૂબ જ સારી રીતે માણી રહ્યા છે
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત