Mother’s Day 2020 ના આ ખાસ દિવસ પર તમારી મોમને સંભળાવો આ એવરગ્રીન ગીતો…
Mother’s day 2020: હૃદયને સ્પર્શી જશે આ સાત સ્ટાર્સની તેમની માતા સાથેની બાળપણની આ તસવીરો, જે ઓળખવી મુશ્કેલ છે

આખી દુનિયામાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. આ વખતે આ મહિનામાં 10 મેના રોજ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. આમ તો માતા સાથેનો દરેક દિવસ જ વિશેષ હોય છે, પરંતુ મધર્સ ડેનું પણ પોતાનું એક વિશેષ મહત્વ હોય છે. બોલિવૂડ સ્ટાર્સ પણ મધર્સ ડેની ઉજવણી ખૂબ જ ખાસ અને અલગ રીતે કરે છે. મધર્સ ડેના આ વિશેષ પ્રસંગે આજે અમે તમને બોલિવૂડના કેટલાક સ્ટાર્સની તેમની માતા સાથેની બાળપણની તસવીર બતાવવા જઈ રહ્યા છીએ.
આ માસૂમ દેખાતો બાળક આજે બોલિવૂડના દિગ્ગજ કલાકારોમાંથી એક છે.
સાચ્ચે જ, આ તસવીર અભિનેતા આમિર ખાનની છે. આ તસવીરમાં આમિર ખાન માતા ઝીનત હુસેન સાથે જોવા મળી રહ્યો છે. તસવીરમાં આમિર અને ઝીનત હુસેન ઘાસના ઢગલા પર બેઠા જોવા મળે છે. આપને જણાવી દઈએ કે આમિર ખાન નજીકમાં જ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે.
અભિનેત્રી સોની રાજદાનના ખોળામાં બેઠેલી આ નાનકડી છોકરી બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે.
View this post on Instagram
આ અભિનેત્રી આલિયા ભટ્ટ છે. જો કે આલિયા ભટ્ટના બાળપણની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહે છે, પરંતુ આ તેણીની ન જોઈ હોય તેવી તસવીરો માંની એક છે. આલિયા ભટ્ટ પ્રખ્યાત નિર્દેશક સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં ટૂંક સમયમાં જ જોવા મળશે.
આ મહિલાના ખોળામાં દેખાતી આ નાની છોકરીને જોઈને તમે અંદાજ લગાવી નહિ શકો કે તે કઈ બોલિવૂડ અભિનેત્રી છે. અહીં ખોળામાં ઉચકેલી જોવા મળતી નાની છોકરી અભિનેત્રી અનુષ્કા શર્મા છે. તે મહિલા અનુષ્કા શર્માની માતા આશિમા શર્મા છે.
View this post on Instagram
આ તસવીર અભિનેત્રી શ્રદ્ધા કપૂરની છે. આ તસવીરમાં તે તેની માતાના ખોળામાં બેઠી જોવા મળી રહી છે. શ્રદ્ધા કપૂરની માતાનું નામ શિવાંગી કોલ્હાપુરે છે. તે બોલિવૂડની સુંદર અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેની બહેન છે. શ્રદ્ધા કપૂરની તાજેતરમાં આવેલી ફિલ્મ બાગી 3 હતી.
વ્હાઇટ ફ્રોકમાં જોવા મળેલી આ નાની છોકરી બોલીવુડની સુંદર અભિનેત્રી સોનમ કપૂર છે. આ તસવીરમાં સોનમ કપૂરની માતા સુનિતા તેને તૈયાર કરતી જોવા મળી રહી છે. સોનમ કપૂરની છેલ્લી ફિલ્મ ઝોયા ફેક્ટર હતી ત્યારબાદ તે કોઈ ફિલ્મમાં જોવા મળી નથી.
View this post on Instagram
આ નાની છોકરી બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી સાથે જોવા મળેલી અભિનેત્રી જાન્હવી કપૂર છે. તમને જણાવી દઈએ કે જાન્હવી કપૂર ટૂંક સમયમાં ફિલ્મ ગુંજન સક્સેનામાં જોવા મળશે.
View this post on Instagram
અર્જુન કપૂર પોતાની માતા મોના કપૂરને ખૂબ જ પ્રેમ કરતો હતો. બોની કપૂરથી અલગ થયા પછી, મોનાએ એકલા હાથે જ અર્જુન અને અંશુલાને ઉછેર્યા હતા. તસવીરમાં અર્જુન કપૂર માતા મોના કપૂરના ખોળામાં રમતા જોવા મળી રહ્યો છે. અર્જુન કપૂર છેલ્લે ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડમાં જોવા મળ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત