જાણી લો કોરોના વાયરસને લઇને WHOએ કઇ વાતનો કર્યો મોટો ખુલાસો, આ સાથે જાણો બીજી આ માહિતી પણ

કોરોના વાયરસના ચેપથી બચવા લોકો ‘ન્યુ નોર્મલ’ એટલે કે માસ્ક પહેરેલા ફરતા થઈ ગયા છે. લગભગ ચારેક મહિનાથી આ કોરોના વાયરસ આખી દુનિયા પર પોતાનો કહેર વર્તાવી રહ્યો છે અને હજી પણ એ સિલસિલો થંભી જશે એવો કોઈ અણસાર દેખાતા નથી. એવામાં છેલ્લા કેટલાક દિવસથી એવા સમાચાર વહેતા થયા છે કે હવે આ કોરોના વાયરસ હવામાં ફેલાઇ ગયો છે. જો આ સમાચારમાં જરા સરખું પણ તથ્ય હોય તો હવે સ્થિતિ વધુ બગડશે એ નકકી જ છે.

Image Source

હવે આપણા માટે ચિંતાનો વિષય એ છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) પણ મંગળવારે સ્વીકાર્યું કે એમને પણ કોરોના વાયરસ ચેપ હવા દ્વારા ફેલાતો હોવાના કેટલાક પુરાવા મળ્યા છે. WHOએ કહ્યું છે કે તેમને એવી શંકા છે કે કોરોના વાયરસનો ચેપ હવા દ્વારા ફેલાય છે. જોકે તેના પર હજી વધુ માહિતી એકત્રિત કરવાની બાકી છે.તમને જણાવી દઈએ કે આ પહેલા ઘણા દેશોના વૈજ્ઞાાનિકોએ WHOને પત્ર લખીને વિનંતી કરી હતી કે વાયરસ હવા દ્વારા ફેલાય છે અને એટલા માટે તેમની માર્ગદર્શિકામાં ફેરફાર કરવો જોઈએ.

Image Source

તમને જાણ હશે જ કે કોરોના વાયરસની હજી કોઈ દવા કે વેકસીનની શોધ નથી થઈ. દુનિયાભરના લોકો આ વિશે સંશોધન કરી રહ્યા છે. આ સંશોધન દરમિયાન જ વૈજ્ઞાનિકોને કોરોના હવા દ્વારા ફેલાય છે એની શંકા ઉઠી હતી. અને એ માટે 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની મહામારી (કોવિડ -19) વિશે WHOને એક ખુલ્લો પત્ર લખ્યો હતો. જેમાં WHO પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ વૈજ્ઞાનિકોનું દ્રઢપણે માનવું છે કે કોરોના વાયરસ પણ હવા દ્વારા ફેલાય છે. પરંતુ WHO આ મુદ્દે ગંભીર નથી અને સંગઠને તેની ગાઈડલાઇન્સમાં પણ આ અંગે મૌન ધારણ કર્યું છે.

Image Source

આ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે છીંક આવ્યા પછી મોટા ટીપાં અથવા નાના ટીપાં કે જે હવામાં દૂર જાય છે તે ઓરડામાં અથવા નિયુક્ત વિસ્તારમાં હાજર લોકોને ચેપ લગાડવા સક્ષમ છે. ટીપા લાંબા સમય સુધી બંધ હવામાં હાજર રહે છે અને આસપાસના તમામ લોકોને ચેપ લગાવી શકે છે.

Image Source

હવે શું કહે છે WHO?

અત્યાર સુધી આ વાતને નજરઅંદાજ કરી અનેક ટીકાઓનો ભોગ બન્યા બાદ WHOએ મંગળવારે કહ્યું કેજાહેરસ્થળોએ, ખાસ કરીને ગીચ વસ્તીવાળા, બંધિયાર કે ઓછી હવા ઉજાસ વાળા વિસ્તારોમાં હવામાં વાયરસ ફેલાવવાની સંભાવનાઓ અવગણી શકાય નહીં. જોકે આ અંગે વધુ માહિતી એકત્રિત કરવાની અને તેને સમજવાની જરૂર છે. અમે આ મુદ્દા પર કામ ચાલુ રાખીશું

Image Source

WHOએ આગળ જણાવ્યું કે હવા દ્વારા કોરોના વાયરસ ફેલાવના પુરાવા છે. પણ તે વિશે ચોક્કસપણે કઈ કહી શકાય નહીં. WHOમાં કોરોના વાયરસ મહામારી સાથે સંકળાયેલા ટેક્નિકલ લીડર મારિયા વા કેરખોવે એ જણાવ્યું હતું કે અમે હવામાં કોરોના વાયરસ હોવાની શક્યતાઓ વિશે વાત કરીએ રહ્યા છે પણ તે માટે મજબૂત પુરાવા હોવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત