મોટો નિર્ણય, અયોધ્યામાં રામલલ્લાને ધરાવાતો થાળ હવેથી હંમેશા માટે જલારામ મંદિર તરફથી જ ધરાવવામાં આવશે

રામમંદિરનું નિર્માણ થયું ત્યારે લોકોમાં એક અનેરો જ ઉત્સાહ હતો. વર્ષોથી જેનું કોકડું ગુંચવાયેલું હતું એ આખરે સોલ્વ થઈ ગયું અને હિન્દુ ધર્મના પક્ષમાં ફેંસલો આવ્યો હતો. ત્યારે હવે ફરીથી એક સારા સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર વીરપુરવાસીઓ માટે ખુબ મહત્વના છે. તો આવો જાણીએ કે ફરી શું સરસ કામ થઈ રહ્યું છે. અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં રામલલ્લાને આજીવન વીરપુરના જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવશે.

image source

આ સમગ્ર કેસ વિશે વાત કરતાં બાપાના પરિવારજન ભરતભાઈ ચાંદરાણીએ જણાવ્યું છે કે, ‘વીરપુર જલારામ મંદિરના મહંત રઘુરામબાપાએ અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટીઓને આ વાત જણાવી હતી. ત્યારે રામ મંદિરના ટ્રસ્ટીઓએ વાત સ્વીકારી લેતા હવે હંમેશા માટે રામલલ્લાનો થાળ વીરપુર જલારામ મંદિર તરફથી ધરવામાં આવશે.’આ વાતની જાણ ગામલોકોને થતા જ સમગ્ર વીરપુર ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા.

image source

એટલી ખુશી જોવા મળી કે આ ઉપરાંત ગામલોકોએ ઢોલ વગાડી અને ફટાકડા ફોડી આ નિર્ણયને વધાવી લીધો હતો. સમગ્ર ગામમાં આ વાતને લઇને એક અનોખો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, જ્યારે રામ મંદિર માટે અયોધ્યામાં તોફાનો થયા હતા. ત્યારે ઇંટ અમારા ગામની આ વીરપુરનું સૂત્ર હતું. જે ગામેગામ પ્રચલિત થયું હતું. ત્યારે આજે ત્રીસ વર્ષ પછી જ્યારે રામ મંદિર કેસનો ચુકાદો આવ્યો અને મંદિર બની રહ્યું છે તેને લઈને પણ ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો. ત્યારે જ રામલલ્લાને આજીવન થાળ ધરાવવાનો મોકો મળતા સમગ્ર વીરપુરની ખુશી બેવડાઈ ગઈ છે. લોકોમાં એક અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

image source

આ સિવાય જો વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યનું વધુ એક પગલું આગળ વધી ગયું છે. રામ મંદિર ટ્રસ્ટનું બેન્ક એકાઉન્ટ નંબર દાતાઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. PM મોદીએ 5મી ઓગસ્ટના રોજ રામમંદિરના નિર્માણકાર્યમાં પાયાનો પથ્થર મૂકી દીધો છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાની અયોધ્યા બ્રાંચમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું એકાઉન્ટ છે. આ બેન્ક એકાઉન્ટ એક્ટિવ થઇ ગયું છે. SBI ના અધિકારીઓને રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે પૈસાની ગણતરી કરી લીધી છે.

image source

SBIમાં રામ મંદિર ટ્રસ્ટનું બેન્ક એકાઉન્ટ ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોવિંદદેવ ગિરીના નામથી સંયુક્ત રીતે ખાતું ખોલવામાં આવ્યું છે. ગુરૂવારે રામ મંદિર ટ્રસ્ટને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા પાન નંબર પણ ઇશ્યૂ કરવામાં આવ્યો છે. હવે સામાન્ય જનતા પણ રામ મંદિર નિર્માણ માટે દાન કરી શકશે. ઇન્કમ ટેક્સ અધિનિયમમાં ટ્રસ્ટને છૂટ મળ્યા બાદ સામાન્ય જનતા રામ મંદિર માટે સહયોગ કરી શકે છે.

image source

ભૂમિપૂજનની ઘોષણા પહેલા 30 કરોડ જમા કરાયા હતા ફેબ્રુઆરીમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના પછી, મંદિરના નિર્માણ માટે એસબીઆઈ સાથે ખાતું ખોલવામાં આવ્યું હતું. જો કે, આ પછી જ દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન લાદવામાં આવ્યું હતું. તેમ છતાં ભક્તોએ દાન રૂપે સાડા ચાર કરોડની રકમ જમા કરાવી હતી. દરમિયાન, જ્યારે રામ મંદિર ભૂમિપૂજનની તારીખ નક્કી કરવામાં આવી, ત્યારે તેમાં વધુ વધારો થયો. આ તારીખની જાહેરાત પહેલાં 30 કરોડ રૂપિયા રામલલ્લાના ખાતામાં જમા થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત