ઉંદર પર દરેક નવા ટેસ્ટ કરવા પાછળ આ કારણો છે જવાબદાર, જાણો તમે પણ
લેબોરેટરીમાં હમેશા દરેક પ્રકારના પ્રયોગ મોટાભાગે ઊંદરો પર જ કરવામાં આવે છે.

તેમના પર કરવામાં આવેલા પ્રયોગોના આધારે જાણી શકાય છે કે, સંબંધિત પ્રયોગ માણસો પર કેવી રીતે અસર કરશે અને તેને કેવી રીતે ફાયદો કે નુકશાન પહોંચાડી શકે છે. પંરતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે ખરું કે, વૈજ્ઞાનિકો પ્રયોગોમાં ઊંદરોનો જ કેમ ઉપયોગ કરે છે. ચાલો આજે આપણે જાણીએ કે, આખરે કેમ આ પ્રાણીને જ પસંદ કરાય છે.
ઊંદર એ જીવ છે, જેના શરીરમાં થનારી અનેક ક્રિયાઓ માણસને મળતી આવે છે. ઊંદરના આકાર માત્ર નાના હોય છે, તેથી તેમને રાખવાની જગ્યાની જરૂર પણ ઓછી પડે છે. સાથે જ ઊંદર કોઈ પણ નવા માહોલમાં સરળતાથી એડજસ્ટ થઈ જાય છે.

ઊંદરમાં પ્રજનન પણ જલ્દી થાય છે, તેમની ઊંમર માત્ર 2થી 3 વર્ષની જ હોય છે. આવામાં ઊંદરોની એક પેઢી પર આ રિસર્ચ આસાનીથી કરી શકાય છે. ઓછો ખર્ચ કરીને મોટી સંખ્યામાં ઊંદરો ખરીદીને તેમના પર પ્રયોગ કરી શકાય છે. આ માટે જ વૈજ્ઞાનકો ઊંદરોને જ પ્રયોગ માટે સૌથી પહેલા પસંદ કરે છે.
વૈજ્ઞાનિકોની માનીએ તો, સામાન્ય રૂપથી રિસર્ચ દરમિયાન ઊંદરો શાંત અને સ્થિર રહે છે અને આ જ કારણે તેમને હેન્ડલ કરવું બહુ જ સરળ થઈ રહે છે. મેડિકલ ટેસ્ટિંગમાં ઊંદરનો પ્રયોગ કરવાનું એક મોટું કારણ તેમના જિનેટિક્સ, બાયોલોજિકલ અને વ્યવહાર સંબંધી લક્ષણો માણસોને મળતા હોવાનું છે.
વૈજ્ઞાનિકો દ્વારા પ્રયોગોમાં ઊંદરોનો ઉપયોગ એટલા માટે પણ થાય છે કે, ગત બે દાયકામા મનુષ્ય અને ઊંદરોમા સમાનતાઓ બહુ જ વધી ગઈ છે. ઊંદરો પર પ્રયોગ કરીને હવે વૈજ્ઞાનિકો નોક આઉટ માઈસ પણ બનાવી શકે છે, જેમાં કોઈ જિનને હટાવી શકાય છે, અથવા તો તેને ઈન-ઈફેક્ટિવ કરી શકાય છે. આવા ઊંદરો પર રિસર્ચ કરીને માણસોમાં બનનારા કેન્સર કેમિકલની અસરને જાણી શકાય છે અને તેના માટેની દવાઓની સુરક્ષિત માત્રા વિશે પણ જાણી શકાય છે.
માણસોમાં થતી અનેક પ્રકારની બીમારીઓ જેમ કે, ડાયાબિટીસ, હાઈપરટેન્શન, મોટાપો, પાર્કિન્સન, અલ્ઝાઈમર, કેન્સર, હાર્ટએટેક, હૃદયના રોગ અને એઈડ્સ જેવી બીમારીઓ વિશે રિસર્ચ કરવા માટે ઊંદરો પર જ પ્રયોગ કરવામાં આવે છે. ઊંદર અને માણસોમાં જોવા મળતી મોટાભાગની સમાનતાઓને કારણે અને તેને રાખવાની સરળતાને કારણે જ ઊંદરોનો રિસર્ચમા મોટાપાયે ઉપયોગ કરવામાં આવે છે.

હવે તો તમે સમજી ગયા હશો કે, કેમ અન્ય પ્રાણીઓ કરતા ઊંદર પર જ સૌથી વધુ રિસર્ચ કરાય છે. જ્યારે કોઈ એમબીબીએસના અભ્યાસનું શિક્ષણ કરે છે, ત્યારે તેને પણ ઊંદર પર જ પ્રયોગ કરીને સારવારની ટેકનિક વિશે શીખવાડવામાં આવે છે.
આમ, પ્રાણીઓ પર થતા પ્રયોગોથી જ માણસો વિશેની અનેક માહિતી મેળવી શકાય છે. જેનાથી માનવ વિકાસ અને દવાઓ વિશે જાણવામાં મદદ મળી રહે છે.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત