Site icon News Gujarat

ફિલ્મોનો કિંગખાન પણ આ કારણે જતો રહ્યો હતો ડિપ્રેશનમાં, ખુલાસો થતાં બોલિવૂડની ગલીઓમાં ચકચાર મચી ગઈ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જે ઘણા સમયથી ડિપ્રેશનની બિમારીથી પીડાઈ રહ્યા છે અને સારવાર બાદ તેઓનું ફરીથી સામાન્ય જીવન શરૂ કરી શકે છે. જો કે આમાંની કેટલીક સ્ટોરી જગ જાહેર છે. તો વળી કોઈએ તેમની સમસ્યા વિશે જાણ કરી પણ નથી. દીપિકા પાદુકોણ અને કંગના રનૌત જેવા ઘણા કલાકારોએ આ સમસ્યા પર ખુલ્લેઆમ વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ ડિપ્રેશન સાથે કેવી રીતે સંઘર્ષ કરી રહ્યા છે.

image source

આ જ અરસામાં આમિર ખાનની પુત્રી ઇરાએ પણ લોકોને પોતાની ડિપ્રેશનની સમસ્યા જાહેર કરી હતી અને કહ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષથી તે ડિપ્રેશનનો શિકાર છે અને, તેની ડિપ્રેશનની દવાઓ ચાલી રહી છે, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે અભિનેતા શાહરૂખ ખાન પણ ડિપ્રેશનનો ભોગ બની ચૂક્યો છે.

image source

તેમ છતાં તેમણે પોતાની સમસ્યા અંગે વધારે કંઇ કહ્યું નહીં, પરંતુ એક ન્યૂઝ પેપરને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે વર્ષ 2008માં જ્યારે તે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો ત્યારે તેના ખભાના અસ્થિબંધન માટે અને લાંબા સમય સુધી તેની સર્જરી કરાવવી પડી હતી. તેને શૂટિંગથી દૂર જ રહેવું પડ્યું હતું. તે સમયે તે ખૂબ જ એકલો પડી ગયો હતો અને ડિપ્રેસનમાં જતો રહ્યો હતો.

image source

કિંગ ખાને ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જે રીતે તે ફિલ્મોમાં દેખાય છે, તે વાસ્તવિક જીવનમાં બિલકુલ એવો નથી, વાસ્તવિક જીવનમાં તે ખૂબ અંતર્મુખ વ્યક્તિ છે, તે પોતાની વાત કોઈની સાથે શેર કરી શકતો નથી. તેણે કહ્યું કે તે ખૂબ જ શરમાળ, શાંત અને એકલતા વાળો વ્યક્તિ છે અને તેને પોતાની આંતરિક લાગણીઓ શેર કરવામાં ખૂબ જ મુશ્કેલ લાગે છે.

image source

શાહરૂખ ખાનના મતે તે પોતાનો પ્રેમ, મિત્રતા, ગુસ્સો, અફસોસ વ્યક્ત કરી શકતો નથી તેથી જ લોકો તેની સાથે ઘણા લોકોને ઘણી વખત ગેરસમજ થાય છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018 માં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરો ખરાબ રીતે ફ્લોપ થઈ હતી અને ત્યારબાદ તે સંપૂર્ણ રીતે પડદામાંથી ગાયબ છે. ઉલ્લેખનીયશ છે કે છેલ્લા થોડા સમયથી શાહરૂખ ખાનની ફિલ્મો ઉપરાછાપરી નિષ્ફળ જતાં તે ડીપ્રેશનનો ભોગ બન્યો હોવાનું કહેવાય છે. શાહરૂખે ડીપ્રેશનની દવા લેવાનું ચાલુ કર્યું હોવાનું કહેવાય છે. આ બધી માહિતી સુત્રો દ્વારા શેર કરવામાં આવી હતી. તેની કોઈ પુષ્ટિ કરવામાં આવેલ નથી.

image source

એક અજાણ્યા ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ્ કરાઈ હતી કે, ”શોકિંગ બ્રેકિંગ ન્યુઝ. રેડ ચિલીઝના આંતરિક સૂત્રના જણાવ્યા અનુસાર કિંગ ખાનની ફિલ્મોની સતત નિષ્ફળતાને કારણે માનસિક તાણનો ભોગ બન્યો છે. તેને પેનિક એટેક આવે છે અને તે એન્ટી ડિપ્રેશનની દવાઓ પણ લે છે. શાહરૂખ, તું જલદી સારો થઇ જા.” શાહરૂખ છેલ્લે આનંદ એલ. રાયની ફિલ્મ ‘ઝીરો’માં દેખાયો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ હતી. એ પછી શાહરૂખ માનસિક તાણનો ભોગ બન્યો હોવાની વાત ચાલી રહી છે. શાહરૂખ છેલ્લા કેટલાય સમયથી પત્રકારોને પણ મળતો નથી. ઇવેન્ટમાં આવે તો તે પત્રકારો સાથે વાત કરવાનું ટાળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version