ફિલ્મ પઠાણનું શૂટિંગ શરૂ, સ્ટૂડિયોની બહાર કંઈક આ અંદાજમાં જોવા મળ્યો શાહરુખ, જોઇ લો તસવીરોમાં તમે પણ

બોલિવૂડના કિંગ ખાન શાહરુખ જલદી જ પરદા પર ધમાલ માચાવવા જઈ રહ્યા છે. પરદા પર છેલ્લે શાહરુખ 2018માં ઝીરો ફિલ્મમાં જોવા મળ્યા હતા. હવે તેઓ જલદી જ સિલ્વર સ્ક્રીન પર પઠાન ફિલ્મમાં પઠાન બનતા જોવા મળશે. શાહ રુખ ખાને જ્યાં એક બાજું પોતાની આવનારી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે ત્યાં બીજી બાજુ તેમના ફેન્સનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. મુંબઈમાં સોમવારે શાહરુખ
ખાનને એક પ્રોડક્શન હાઉસના સ્ટૂડિયો બહાર જોવામાં આવ્યા હતા. તેમનો લૂક ઘણો આકર્ષક હતો. તેમા વાળ વધેલા હતા અને તેમનો અંદાજ વાસ્તવમાં કોઈ કિંગ જેવો જ છે.

ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ કરશે એક્શન સિક્વેંસ

दीपिका पादुकोण ने नेशनल अवार्ड जीत के लिए बेलाट्रिक्स एरोस्पेस को दी बधाई, एक्ट्रेस ने किया था इसमें निवेश
image source

મુંબઈ મિરરના એક અહેવાલ પ્રમાણે, પઠાણ એક હાઇ ઓક્ટેન એક્શન મૂવી હશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણના ભાગમાં પણ ઢગલાબંધ એક્શન સિક્વંસ હશે. આ ફિલ્મ એક જાસૂસની વાર્તા છે. ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં ભલે શાહરુખ ખાન અને તેમનું પાત્ર હશે, પણ દીપિકા મિશન પર શાહરુખ ખાનનો સાથ આપશે.

image source

દીપિકાએ હજુ સુધી શૂટિંગ શરું કર્યું કે નહીં તે વિષે હજુ કોઈ જ જાણકારી નથી મળી. પણ 30મી નવેમ્બરે દીપિકાએ બેલાટ્રિક્સ એરોસ્પેસને નેશનલ અવોર્ડ જીતવા માટે અભિનંદન પાઠવ્યા હતા. દીપિકાએ તેમાં રોકાણ કર્યું છે. આ એક ઇન્ડિયન સ્પેસ ટેક સ્ટાર્ટઅપ છે. અને તાજેતરમાં જ આ સ્ટાર્ટઅપ એ નેશનલ અવોર્ડ જીત્યો છે.

ટાઇગર અને ઝોયા એટલે કે સલમાન-કેટરીના કરશે કેમિયો

image source

જો કે કહેવામાં આવી રહ્યું છે કે આ મિશન પર શાહરુખને ઝોયા અને ટાઇગર પણ જોઈન કરશે. એટલે કે સલમાન ખાન અને કેટરીની કૈફ પણ ટાઇગર ફ્રેન્ચાઇઝીના પાત્રમાં આ ફિલ્મમાં કેમિયો કરશે. કોરોના સંક્રમણને જોતાં મુંબઈમાં જ આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. તેના માટે સ્ટૂડિયો તૈયાર કરવામા આવ્યો છે. કેહવાય છે કે પઠાનમાં જૉન અબ્રાહમ વિલનનું પાત્ર ભજવશે.

છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મ પઠાનનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને થોડા દિવસો પહેલાં શાહરુખનો પઠાન ફિલ્મનો લૂક પણ વાયરલ થયો હતો.

શાહરુખ ખાન આઇપીએલની સમાપ્તી બાદ દુબઈથી મુંબઈ આવી ગયા હતા અને ત્યાર બાદ તેમણે પોતાની આવનારી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું હતું. તેઓ યશરાજ ફિલ્મ સ્ટુડિયોમાં જોવામ મળ્યા હતા. આ દરમિયાન બાદશાહ લાંબા વાળ અને ફ્રેન્ચ દાઢીમાં અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. શાહરુખ ખાનની આ તસ્વીર સોશયિલ મિડિયા પર જોત જોતામાં વાયરલ થઈ ગઈ હતી. તેવામાં

​Shah Rukh Khan
image source

માનવામાં આવી રહ્યું હતું કે શાહરુખ ખાનને પોતાની નવી ફિલ્મ પઠાન પર કામ શરૂ કરી દીધું છે. આ ફિલ્મને લઈ ફેન્સ પહેલેથી જ ઘણા ઉત્સાહિત છે.

srk
image source

છેલ્લે શાહરુખ ખાન ફિલ્મ ઝિરોમાં કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ 2018માં રિલિઝ થઈ હતી. ત્યાર બાદ શાહરુખે લાંબો બ્રેક લીધો હતો અને પોતાના સૌથી નાના દીકરા અબરામ સાથે સમય પસાર કર્યો હતો. પણ હવે શાહરુખે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મ પઠાનનું દિગદર્શન વોર ફિલ્મ બનાવનાર સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. આ એક ભવ્ય એક્શન ફિલ્મ હશે. તેવું જણાઈ રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત