રાજ્યસભાના MP અભય ભારદ્વાજની અંતિમયાત્રામાં 50 લોકો જોડાયા, CM રૂપાણીએ કહ્યું, ‘કોરોના સામે લાંબી લડત લડી’

કોરોના સામે 90 દિવસથી વધુની લડત લડનાર રાજ્યસભાના સાંસદ અને જાણીતા ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ 67 વર્ષની ઉંમરે ગઈકાલે સાંજે ચેન્નઈની હોસ્પિટલમાં અવસાન થયું હતું. આજે બપોરે તેમનો પાર્થિવ દેહ ચેન્નઈથી રાજકોટ લાવવામાં આવ્યો હતો. તેમના પાર્થિવ દેહ પહેલા તેમના પત્ની અને પુત્રી ચેન્નઈથી રાજકોટ પહોંચ્યા હતા. તે સમયે રાજકોટ ઘરે પહોંચતાની સાથે નીતિનભાઈ ભારદ્વાજને ભેટીને અભયભાઈની પુત્રી રડી પડી હતી. આવાજ કરુણાસભર દ્રશ્યો ત્યારે સર્જાયા જ્યારે અભયભાઈના પાર્થિવ દેહને લઈ અને તેનો પુત્ર ઘરે પહોંચ્યો. તે પણ પોતાના કાકાને ભેટીને રડી પડ્યો હતો.

image source

અભયભાઈ ભારદ્વાજના પાર્થિવ દેહને થોડીવાર માટે તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. આ તકે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અંજલીબેન રૂપાણી, કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, આર.સી.ફળદુ, જયેશ રાદડીયા, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ નરહરી અમીન સહિત સ્થાનિક રાજકીય આગેવાનો અને વકીલો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા.

image source

જો કે આ તકે સામાજિક અંતરનું પાલન થાય તે વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. અભયભાઈ ભારદ્વાજના પાર્થિવ દેહ જાહેર દર્શનાર્થે અમિન માર્ગ પરના સાગર ટાવર ખાતેના તેમના નિવાસ સ્થાને રખાયા બાદ 3-00 વાગ્યે કોવિડની ગાઈડલાઈન અનુસાર માત્ર પરિવારના 50 જેટલા લોકોની હાજરીમાં અંતિમ યાત્રા નીકળી હતી. રાજકોટના મોટામવા વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહ ખાતે અભયભાઈના પુત્ર અંશે તેમને અગ્નિદાહ આપ્યો હતો. આ તકે ભારે કરુણાસભર દ્રશ્યો સર્જાયા હતા.

image source

આ તકે ભારદ્વાજ પરીવાર સાથે ખડેપગે રહેનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, અભયભાઈ બીમારીમાં સપડાયા તે પૂર્વે જ રાજ્યસભાના સાંસદ બન્યા હતા. તેમણે કોરોના સામે ખૂબ મોટી લડત આપી. 90 દિવસ કરતા વધુ સારવાર ચૈન્નઈમાં ચાલી, તે દરમિયાન તેમણે સતત લડત આપવાનું નક્કી રાખ્યું હતું. પરંતુ અંતે તેઓ જીવન સામે જંગ હારી ગયા.

image source

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષે દિગ્ગજ નેતા ગુમાવ્યા છે. મંગળવારે સાંજે અભયભાઈ ભારદ્વાજનું નિધન થયું તે પહેલા કોંગ્રેસના નેતા અહેમદ પટેલે પણ કોરોનાની લડતમાં જંગ હારી દુનિયાને અલવિદા કહી દીધું હતું. આ બંને પક્ષના નેતા ગુજરાતના પનોતા પુત્ર હતા. જેમના જવાથી પક્ષને મોટી ખોટ પડી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત