MPના કપલે દુનિયાની સૌથી મોંઘી કેરીના આંબાનું રક્ષણ કરવા 4 ગાર્ડ અને 6 કુતરા રાખ્યા, કિલો કેરીની કિંમત છે લાખોમાં

ભારતના હોય કે ભારત બહાર વસતા હોય, દરેક વ્યક્તિને કેરીનો સ્વાદ તો પ્રિય હોય જ છે. ઉનાળાની ઋતુ શરુ થતાં જ કેરીના શોખીનો કેરીની આતુરતાપૂર્વક રાહ જોવા લાગે છે. મધ જેવી મીઠી કેરી આપણને ખાવા મળે તે માટે આ કેરીઓ ઉગાડનારાઓને આ કેરી પાછળ સખત મહેનત કરતા હોય છે. જો કે જ્યાં કેરીના બગીચા હોય ત્યાં નાના નાના બાળકો તેમની મસ્તીમાં કેરી પાડતા હોય છે. પરંતુ જો કેરી લાખેણી હોય એટલે કે જેની કીંમત લાખોમાં હોય એવી કેરી બાગમાં ઉગી હોય તો ?

તો આવી મૂલ્યવાન કેરીની સુરક્ષા માટે બગીચાના માલિકને પણ ઘણા પૈસા ખર્ચ કરવા પડે છે. આવો જ એક કેરીનો બગીચો અને તેની સુરક્ષા હાલમાં ચર્ચામાં છે. આ પ્રખ્યાત કેરીનો બગીચો મધ્ય પ્રદેશમાં છે. અહીંના જબલપુરમાં રહેતા એક વ્યક્તિએ લાખોમાં વેંચાતી કેરી કેરી ઉગાડી છે, આ કેરીની બજારમાં કીંમત અઢી લાખ રૂપિયા છે.

image source

જો કે નવાઈની વાત તો એ છે કે શરૂઆતમાં તે પોતે પણ જાણતો ન હતો કે તેણે કેટલી મોંઘા ભાવની કેરી ઉગાડી છે. જ્યારે આ વ્યક્તિ અને તેની પત્નીને આ વાતની ખબર પડી ત્યારે તેઓએ તેની સુરક્ષા માટે ગાર્ડ અને કૂતરા ગોઠવી દીધા છે. આ કેરીના વૃક્ષોનું રક્ષણ કરવા માટે ચાર ગાર્ડ અને 6 કૂતરાને તૈનાત કરવામાં આવ્યા છે.

સંકલ્પ પરીહાર નામના વ્યક્તિ અને તેની પત્નીને આ કેરીનો રોપ એક વ્યક્તિએ ચેન્નઇ જતા ટ્રેનમાં આપ્યો હતો. તે ઘરે આવ્યા અને તેના બગીચામાં તેને રોપ્યો હતો. તે પણ જાણતો ન હતો કે આ કેરી કઈ છે ? જ્યારે તે ઝાડ તેને લાલ રંગનું દેખાવા લાગ્યું ત્યારે તેને થોડું વિચિત્ર લાગ્યું. ત્યારબાદ તેણે તેના પર વધુ સંશોધન કર્યું અને ત્યાર બાદ તેને જાણવા મળ્યું કે આ મિયાઝાકી કેરી છે, જે કેરીની સૌથી મોંઘી જાતોમાંથી એક છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત પ્રતિ કિલો 2 લાખ 70 હજાર રૂપિયા છે.

image source

બગીચાના માલિકનું કહેવું છે કે ગયા વર્ષે કેટલાક ચોરોને તેની જાણ થઈ અને બગીચામાં ચોરી કરી હતી. તેઓએ કેરી ચોરી કરી પણ તેમનો છોડ બચી ગયો હતો. આ જ કારણ છે કે આ વર્ષે આ દંપતીએ કેરીની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરી છે. હવે જો કોઈ ચોરી કરે છે તો તેણે પહેલા 6 કૂતરા અને 4 રક્ષકોનો સામનો કરવો પડશે.

આટલી મજબૂત સુરક્ષા ગોઠવવા પાછળનું એક કારણ એ છે કે કેરીના માલિકને એક ખરીદદાર પણ મળ્યો છે. ગુજરાતમાં રહેતા એક ઉદ્યોગપતિએ મિયાઝાકી કેરી ખરીદવામાં રસ દાખવ્યો છે અને તેનો સોદો પણ થઈ ચૂક્યો છે. તે 21 હજાર રૂપિયા આપીને કેરી ખરીદવા તૈયાર છે. મિયાંકાઝી કેરીમાં બીટા કેરોટિન, ફોલિક એસિડ અને એન્ટીઓકિસડન્ટ ગુણ ભરપૂર હોય છે, જે આંખોની દ્રષ્ટિ માટે પણ સારા છે. આ કેરી લાલ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!