Site icon News Gujarat

MP પોલીસનો અત્યંત ક્રુર ચહેરો, દલિત ખેડૂત દંપતિના બાળકોની નજર સામે સર્જાયા વરવા દ્રશ્યો

અધમૂવા થયેલા પિતાને ખોળામાં લઈ બાળકો કરતાં રહ્યા કલ્પાંત, પોલીસની બર્બરતાનો વીડિયો વાયરલ, ખેડૂતને ઢોર માર મારી તેની પત્નીના ફાળ્યા કપડાં, ખેડૂત દંપતિના બાળકોની નજર સામે સર્જાયા વરવા દ્રશ્યો

image source

લોકડાઉન દરમિયાન ઠેર ઠેર પોલીસકર્મીઓ દેવદૂત સમાન કામ કરી રહ્યા હતા. પરંતુ હવે અનલોક-2 સુધીમાં દેશમાં કેટલીક જગ્યાઓએ પોલીસની બર્બરતાની એવી ઘટના પ્રકાશમાં આવે છે કે જેના વિશે જાણી ભલભલા માણસનું હૃદય ચીરાય જાય.

આવી જ એક ઘટના તાજેતરમાં ભોપાલ નજીક આવેલા ગુના જિલ્લામાં બની છે. આ હૃદયને હચમચાવી દે તેવી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અહીં એક કોલેજને ફાળવેલી જમીન પર એક ખેડૂત દંપતિ તેના સંતાનો સાથે વસવાટ કરતાં હતા. તેમણે આ જમીન પર પાકની વાવણી પણ કરી હતી. પોલીસનું જણાવવું છે કે આ જમીન પર તેમણે ગેરકાયદે દબાણ કર્યું હતું. જમીન તેમણે 2 લાખ રુપિયા ઉધાર લઈ ભાગીદારીમાં વાવણી માટે રાખી હતી. બસ આટલી વાતમાં પોલીસે ખેડૂત દંપતીના હાલ એવા કરી નાંખ્યા કે તેમના બાળકો પણ નોંધારા થઈ જાય તેવી હાલત સુધી પહોંચી ગયા છે.

જમીન પર દબાણ કર્યું છે તેવી વાત સાથે પોલીસ જ્યારે તેમની પાસે પહોંચી ત્યારે દંપતિએ તેમને જણાવ્યું પણ ખરા કે તેમણે જમીન પર વાવણી કરી છે, આ પાક કપાઈ જશે એટલે જમીન ખાલી કરી સોંપી દેશે. પરંતુ પોલીસકર્મીના માથે તો જાણે યમરાજા સવાર હતા. તેમ પોલીસે ખેડૂતને માર મારવાનું શરુ કરી દીધું. પોલીસે આ વ્યક્તિને એટલો માર માર્યો કે તે મરણપથારી પહોંચી ગયો અને પછી જે દ્રશ્યો સર્જાયા તે જોઈ કોઈપણ વ્યક્તિ હચમચી જાય.

જમીન ખાલી કરાવવા પોલીસે ખેડૂતને ઢોર માર મારી અધમુઓ કરી દીધો અને તેની પત્નીના કપડા બાળકોની સામે ફાડી નાખ્યા. આ દ્રશ્યો જોઈ ખેડૂત દંપતિના બાળકો પણ ડઘાઈ ગયા અને પોતાના પતિના કે જે અધમુવા થઈ ગયા હતા તેને ખોળામાં લઈ જગાડવા લાગ્યા. દેવું કરી જમીન રાખી અને ખેતી કરતાં દંપતિ સાથે આવી ઘટના બનતાં બંનેએ જંતુનાશક દવા પી લીધી. જમીન પર પડેલા અને જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતા દંપતિ પાસે બાળકો બેસી ગયા અને પપ્પા ઉઠો પપ્પા ઉઠોની ચીસો પાડવા લાગ્યા.

image source

આ દ્રશ્યો જોઈ કદાચ પોલીસકર્મીઓને પણ ડર લાગ્યો હશે તે દંપતિ મરી જશે તો તેમના પર ઈન્ક્વાઈરી આવશે તેથી તેઓ તેમને હોસ્પિટલ લઈ ગયા. આ ઘટનાનો વીડિયો રાહુલ ગાંધીએ પણ શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા છે જેમાં મહિલા પોલીસકર્મી ખેડૂત પરિવારને લાત મારતી અને કપડા ફાળતી પણ જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version