મૃત્યુના 3 વર્ષ પછી પત્ની પાછી થઇ જીવતી, આગળની પૂરી ઘટના વાંચીને જો જો તમે પણ ક્યાંક ગભરાઇ ના જતા

ભારતના લોકો તરીકે આપણે ઈમોશનલ ગણાતા લોકો છીએ, સબંધો માટે આપણે જીવનના બલિદાન આપી દેતા પણ પાછી પાની કરતા નથી. આપણા માટે સબંધો અને પ્રેમ એ સૌથી ઉપરી અહેસાસ ગણાય છે. આવો જ એક પ્રસંગ કર્ણાટકના કોપ્પલ શહેરમાં પણ જોવા મળ્યો છે, જેની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

image source

અહીના એક બિજનેસમેને પોતાના નવા ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે એમને એક વ્યક્તિની હાજરીએ આનંદથી ભરી દીધા, જયારે અન્ય લોકો આ દ્રશ્ય જોઇને આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. આ વ્યક્તિ હતી બિજનેસમેન શ્રીનિવાસ મૂર્તિની પત્ની માધવી. માધવીની આ પ્રસંગના ત્રણ વર્ષ પહેલા જ એક અકસ્માતમાં મૃત્યુ પામી હતી. માધવી જ્યારે પરિવાર સાથે તિરુપતિ બાલાજીના દર્શન માટે નીકળી હતી, ત્યારે પાછી ફરી શકી ન હતી.

ડીઝાઇન પણ માધવીએ જ તૈયાર કરી

image source

જ્યારે માધવીનું આકસ્મિક અવસાન થયું એ સમયે જ એમના સપનાના મહેલની નીવ રાખવામાં આવી હતી. જો કે આ ઘર કેવું હશે અને કયા પ્રકારે તૈયાર કરવામાં આવશે એની આખી રૂપરેખા અને ડીઝાઇન પણ માધવીએ જ તૈયાર કરી હતી. જો કે શરૂઆતમાં આ દરેક કામને ઝીણવટ પૂર્વક એમણે જ તપાસ્યું અને જોયું હતું. જો કે આ ઘરનું બાંધકામ શરુ થાય એ સમયગાળામાં જ આકસ્મિક રીતે એમનું અવસાન થયું હતું.

પતિ અને દીકરીઓને માની કમી ખલવા લાગી

માધવી દ્વારા તૈયાર કરેલ ડીઝાઈન પ્રમાણે સપનાનું ઘર તૈયાર થયું ત્યારે પતિ શ્રીનિવાસ અને એમની બંને દીકરીઓને માધવીની કમી ખલવા લાગી હતી. એવા સમયે શ્રીનિવાસે આ કમીને પૂરી કરવા માટે બેંગ્લોરના એક શિલ્પકારનો સંપર્ક કર્યો હતો અને એની મદદ લઈને એમણે માધવીના એક પુતળાને બનાવવાનો નિર્ણય લીધો હતો. આ પુતળું સીલીકોનમાંથી બનાવવામાં આવ્યું છે. આ પુતળાને આબેહુબ માધવી જેવું બનાવવા માટે શ્રીનિવાસે આ શિલ્પકારને કામ સોપ્યું હતું.

મૂર્તિ બનાવવામાં એક વર્ષનો સમય લાગ્યો

આપને જણાવી દઈએ કે સીલીકોનમાંથી બનાવાયેલું આ પુતળું ચાલી અને બોલી શકતું નથી, પણ માધવીની કાર્બન કોપી જેવું જ લાગે છે. આ પૂતળાની કામગીરી એટલી બારીકી પૂર્વક કરવામાં આવી છે કે એવું જ લાગે છે કે વાસ્તવમાં માધવી જ સોફામાં બેઠી હોય. ઘરના ડ્રોઈંગ રૂમમાં માધવીની આ સીલીકોન પ્રતિમાને (પુતળાને) સોફા પર બેસાડવામાં આવ્યું છે. આ મૂર્તિ બનાવવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો. આ નાગે શ્રીનિવાસે જણાવ્યું કે હવે એમની પત્નીનું સપનું પૂર્ણ કરીને એમને શાંતિ અનુભવ થઇ રહી છે. પુતળા સ્વરૂપે જ હવે ઘરના વચ્ચે બેસીને એ પોતાના સપનાના ઘરમાં રહી શકશે.

image source

જ્યારે આ ઘરના ગૃહપ્રવેશ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો આ કાર્યક્રમમાં આવેલા દરેક વ્યક્તિના હોશ માધવીને ઘરમાં જોઇને જ ઉડી ગયા હતા. દરેક જાણે માધવીને અહી સોફામાં બેઠેલી જોઈ હતી અને હક્કા બક્કા રહી ગયા હતા. જો કે એક નજરે જોઇને કોઈને પણ આ વાતનો અંદાઝ સુધ્ધા આવ્યો ન હતો કે આ વાસ્તવિક માધવી નહિ પણ એમનું પુતળું છે. પોતાની પત્નીને યાદ રાખવા માટે શ્રી નિવાસે મૂર્તિ બનાવવા માટે જે પ્રયત્નો કર્યા છે એની ચર્ચાઓ હવે આખાય કોપ્પ્લમાં થઇ રહી છે. આ ખબર દરેક માટે હવે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

Source: Sakshi Samachar

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત