જાણી લો ધોની સવારમાં ઉઠીને શું ખાય છે, અને સાથે જાણો તેના આ સિક્રેટ ડાયટ વિશે પણ…

ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની આજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના ૧૫ વર્ષ પુરા કરી લીધા છે.

image source

મહેન્દ્ર સિંહ ધોની ૨૩ ડિસેમ્બર, ૨૦૦૪ ના બાંગલાદેશ વિરુધ્ધ પોતાના ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની ઉમર ૩૮ વર્ષની છે, પરંતુ આજે પણ પોતાની લાજવાબ ફિટનેસના દમ પર તેઓ યુવા ક્રિકેટર્સની વચ્ચે એક મિસાલ છે. આવો જાણીએ મહેન્દ્ર સિંહ ધોનીનું સિક્રેટ ડાયટ જેના કારણે ધોની ૧૫ વર્ષથી મેદાનના બાહુબલી બનેલા છે.

બધા જ જાણે છે કે ધોની પોતાને ફિટ રાખવા માટે દરરોજ ૪ લિટર દૂધ પીવે છે. પરંતુ પોતાને વધારે ફિટ રાખવા માટે ધોની પોતાના ડાયટમાં બીજી ઘણી બધી વસ્તુઓ સામેલ કરે છે.

બ્રેકફાસ્ટ:

image source

બ્રેકફાસ્ટમાં ધોની એક ગ્લાસ દૂધની સાથે તાજા ફળ, દલિયા અને અખરોટ-બદામ જેવી વસ્તુઓ ખાય છે. મહેન્દ્ર સિંહ ધોનીની ડાયટમાં હમેશા બાફેલા ઈંડા જરૂરથી હોય છે.

લંચ:

image source

શરીરને યોગ્ય પ્રમાણમાં પ્રોટીન આપવા માટે ધોની લંચમાં દાળ, રોટલી, ચિકન અને કેટલાક મિક્સ વેજિટેબલનું સલાડ ખાવાનું પસંદ કરે છે. સાંજના સમયે તે મોટાભાગે ચિકન સેન્ડવીચ ખાવાનું પસંદ કરે છે.

ડિનર:

રાતના સમયે ધોની હળવી વસ્તુઓ લેવાનું પસંદ કરે છે. ધોની રાતે ભરપેટ ખાવાને બદલે વેજ સૂપ કે ચિકન સૂપ પીવાનું વધારે સારો વિકલ્પ સમજે છે.

મેચ દરમિયાન:

image source

મેચ દરમિયાન પોતાની એનર્જી કંટ્રોલ કરવા માટે પ્રોટીન ડ્રિંક અને ફ્રેશ જ્યુસ પીવે છે. એનાથી બોડી પણ હાઇડ્રેટ રહે છે. એનર્જીને બુસ્ટ કરવા માટે તે કેળાં પણ ખાય છે.

આપને જાણીને નવાઈ લાગશે કે ધોનીની ફેવરેટ ડિશ બટર ચિકન છે. આ ડિશ સામે આવતા જ ધોની પોતાને રોકી શકતા નથી. પરંતુ બટર ચીકનના કારણે વધી જતી એકસ્ટ્રા કેલરીને બર્ન કરવા માટે ખૂબ કસરત કરે છે.

image source

ધોની ટીમના સૌથી વધુ ઉમર ધરાવતા ખેલાડી છે. તો પણ તે જિમમાં રોજ વર્કઆઉટ કરે છે અને ખૂબ પરસેવો વહાવે છે.

પોતાના શરીરને તંદુરસ્ત રાખવા માટે ધોની શરીરના દરેક ભાગની અલગ એક્સરસાઈઝ કરે છે. જિમમાં સ્કાઉટસ અને ક્રચેસ લગાવતા હોય તેવા ધોનીના કેટલાક ફોટો સામે આવી ચૂક્યા છે.

image source

મેદાનમાં ચિતાની જેમ દોડવાવાળા માહી જિમમાં પણ ટ્રેડમીલ પર દોડે છે.

source : aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત