કેપ્ટન કૂલના શાકબાજીની ડિમાન્ડ હવે વિદેશમાં પણ વધી, જાણો કેટલી કિંમતે વેચાય છે સબ્જી

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ફાર્મ હાઉસની શાકભાજી દુબઈમાં લોકોનો સ્વાદ વધારશે. ધોનીના ફાર્મ હાઉસમાં ઉગાડવામાં આવતા શાકભાજીને દુબઈમાં મોકલવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ઝારખંડના કૃષિ વિભાગે ધોનીની શાકભાજી વિદેશ મોકલવાની જવાબદારી લીધી છે.

આ એજન્સી દુબઈમાં ધોનીની શાકભાજી વેચશે

image source

તમને જણાવી દઈએ કે ઓલ સીઝન ફાર્મ ફ્રેશ એજન્સી દુબઈમાં ધોનીની શાકભાજી વેચશે. આ એજ એજન્સી છે કે જેના દ્વારા કૃષિ વિભાગે શાકભાજીનો જથ્થો અનેકવાર ખાડી દેશોમાં મોકલ્યો હતો. માર્કેટ સમિતિના સચિવ અભિષેક આનંદે માહિતી આપી છે કે સરકાર હવે નવા પ્રોજેક્ટ અંતર્ગત કામ કરી રહી છે. ધોની એક બ્રાન્ડ છે અને હવે તેની શાકબાજી સાથે ઝારખંડનું નામ જોડાશે તો અહીંના ખેડુતોને ભરપુર લાભ થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઘણી એજન્સીઓ કે જેઓ અહીં આવવા માંગતી નહોતી, તેઓ પણ અહીં આવશે અને અહીંની શાકભાજી અન્ય દેશોમાં મોકલવાનું કામ કરશે.

ધોનીના ફાર્મ હાઉસમાં ઘણા પ્રકારની શાકબાજી ઉગે છે

image source

કમને જણાવી દઈએ કે ધોનીનું ફાર્મ હાઉસ રીંગ રોડ સેમ્બો ગામમાં આવેલું છે. 43 એકરના ફાર્મ હાઉસમાં 10 એકરમાં સ્ટ્રોબેરી, કોબી, ટામેટાં, બ્રોકલી, વટાણા, ઓલ અને પપૈયાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ધોનીના ફાર્મ હાઉસમાં ઉગાડવામાં આવતા કોબી, ટામેટાં અને વટાણાની રાંચી બજારમાં ભારે માંગ છે. રાંચીની બજારોમાં ધોનીના ખેતરોની શાકભાજી ઘણી વેચાઇ રહી છે. આ શાકભાજીની ચર્ચા હવે રાંચીથી નિકળીને અન્ય રાજ્યોમાં પણ થઈ રહી છે. શાકભાજીના બજારમાં પણ જે શાકભાજીની સૌથી વધારે ચર્ચા છે તે ધોનીના ખેતરના ટમેટા છે. ધોનીએ પોતાના 43 એકરના ફાર્મ હાઉસમાંથી 3 એકરમાં ફક્ત ટમાટાની ખેતી કરી છે.

40 રૂપિયા કિલોને ભાવે વેચાઇ રહ્યા છે

image source

TO 1156 નામના આ ટમેટા બજારમાં 40 રૂપિયા કિલોને ભાવે વેચાઇ રહ્યા છે. રાંચીના સૈંબોમાં ધોનીનું ફાર્મ હાઉસ છે. અહીં ટમાટાની સાથે બીજા શાકભાજી પણ ઉગાડવામાં આવી રહ્યા છે. ટમાટા માર્કેટમાં પણ આવી ગયા છે. જાણકારો બતાવે છે કે ધોનીના ફાર્મહાઉસના ટમાટા ખાસ પ્રકારના છે. બતાવવામાં આવી રહ્યું છે કે બજારમાં તેને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ધોની ઇચ્છે છે કે તેની સાથે જે એક પુરી ટીમ ખેતી કાર્યો સાથે જોડાયેલી છે. ફાર્મ હાઉસમાં વેચવામાં આવી રહેલી શાકભાજી તેમની કમાણીનો સ્ત્રોત બને.

ધોનાના ફાર્મ હાઉસમાં ખાસ પ્રકારની ગાયોનો ઉછેર

image source

તમને જણાવી દઈએ કે ધોનાના ફાર્મ હાઉસમાં ખાસ પ્રકારની ગાયોનો ઉછેર પણ કરવામાં આવી છે. ધોની નિયમીત તેની દેખરેખ રાખી રહ્યો છે. ધોનીએ હવે ડેનમાર્કની ગાયોની માફક જ ઉચ્ચ નવી નસલની ગાયોને ઉછેરવામાં આવી રહી છે. તે ગાયોને પણ તે ઝારખંડના ખેડુતોને મફત આપવાની યોજના બનાવી રહ્યો છે. જોકે આ યોજનાને હજુ ધોનીએ જાહેર કરી નથી. નવી નસલની ગાયોને તૈયાર થઇ ગયા બાદ એક વર્ષ પછી તે ખેડુતોને આપવામાં આવશે. ગાયોને જે ખેડુતોને અપાશે તેમન વિગતો રાખી રુબરુ નિરીક્ષણ પણ અવારનવાર કરવામાં આવશે. હાલમાં ધોનીના ફાર્મમાં લગભગ 105 ગાય છે, જેમાં ફ્રાંસની ફ્રિઝીયન, સાહિવાલ, પંજાબની સાથે સાથે સ્થાનિક ગાયો પણ સામેલ છે. ફાર્મ હાઉસની દેખરેખ રાખનારા એગ્રિકલચર કન્સલ્ટ રાકેશ કુમાર જણાવે છે કે ધોનીની પત્ની સાક્ષી પણ ફાર્મ હાઉસમાં વિશેષ રુચિ રાખે છે. તે ફાર્મ હાઉસમાં આવીને પોતાની જાતે જ ફળો અને શાકભાજી તોડી ઘરે લઇ જાય છે.

2000 કડકનાથ મરઘાનો ઓર્ડર

image source

ધોની પોતાના ફાર્મ હાઉસમાં ગાયોને ઉછેરવા ઉપરાંત માછલી અને મરઘીને પણ ઉછેરી રહ્યો છે. તેમના ફાર્મ પર ઉછેરવામાં આવી રહેલા કડકનાથ મરઘાંની માંગ અત્યાર થી થવા લાગી છે. ધોનીએ પોતાના ફાર્મ હાઉસમાં મરઘાં પાલનની યોજના પણ બનાવી છે, તેના માટે ધોનીએ ખાસ 2000 કડકનાથ ચીક્સનો ઓર્ડર મધ્યપ્રદેશના જામ્બુઆમાં ઓર્ડર આપ્યો છે. ફાર્મ હાઉસ પર અત્યાર થી લોકો કડકનાથ મરઘા ને લઇને પુછપરછ કરી રહ્યા છે. તો લોકો આ મરઘાના બજારમાં આવવાને લઇને પણ જાણકારી માંગી રહ્યા છે. ફળો અને શાકભાજી ઉપરાંત ધોની પોતાના ફાર્મ હાઉસની અંદર અનાજ અને મસાલાની પણ ખેતી કરે છે. ધોનીએ પોતાના ફાર્મ હાઉસમાં કાલા જીરા પ્રકારનું અનાજ કર્યું હતું. જેને હવે ધોની ધાનના નામે ઓળખવામાં આવે છે.

દુબઈમાં ધોનીના ઘણા ફેન્સ છે

image source

નોંધપાત્ર વાત એ છે કે દુબઇમાં મહેન્દ્રસિંહ ધોનીના ચાહકો મોટી સંખ્યામાં છે. જ્યારે પણ ટીમ ઇન્ડિયાની દુબઇમાં મેચ હતી, ત્યારે ધોનીના જાણીતા ચાહકો ત્યાં હાજર રહ્યા હતા. નવા વર્ષની ઉજવણી કરવા માટે મહેન્દ્રસિંહ ધોની પણ આ દિવસોમાં પરિવાર સાથે દુબઇ છે. જો સૂત્રોની વાત માનીએ તો દુબઇ મહેન્દ્રસિંહ ધોનીનું ખાસ ડેસ્ટિનેશન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત