AHMEDABAD: હવે અહીં સરળતાથી મ્યુકોરમાઈકોસિસ માટેના Amphotericin-B ઇન્જેકશન મળી જશે, જાણો તમામ માહિતી

મ્યુકરમાઇકોસિસ માટેના Amphotericin B(Lyophillised) ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલ ખાતેથી મળી રહેશે

હજી તો સમગ્ર દેશ કોરોનાને સંપૂર્ણ રીતે માત નથી આપી શક્યો એવામાં મ્યુકરમાઇકોસીસ નામની નવી બીમારીએ પોતાનો કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. હાલની સ્થિતિમાં મ્યુકરમાઇકોસીસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આ રોગની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન ખૂબ જ અકસીર સાબિત થઇ રહ્યું છે. અને એટલે જ આ ઇન્જેકશન મ્યુકરમાઇકોસીસના દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

image source

ગુજરાત સરકારે નક્કી થયેલ નીતિ મુજબ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઇકોસિસના દર્દીઓને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી પડતર કિંમતે મળી રહે તે માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. જે માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ ઇ-મેલ આઇ.ડી. [email protected] પર મોકલવાના રહેશે.

  • • સી-ફોર્મની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કરેલ કોપી
  • • દાખલ દર્દીના કેસની વિગત(તબીબના પ્રિસ્ક્રીપ્શન(અસલ) તેમજ કેસની હિસ્ટ્રીશીટ)
  • • દર્દીના આધારકાર્ડની નકલ
  • • મ્યુકરમાઇકોસીસના નિદાનની વિગત
  • • સારવાર આપતા તબીબનો ભલામણપત્ર
  • • હોસ્પિટલના અધિકૃત અધિકારીનું નામ અને મોબાઇલ નંબર મોકલવાની રહેશે.
image source

અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ ઓફિશયલ ઇમેલ આઇ.ડી. [email protected] ઉપર દર્દીની માહિતી મોકલી દેવાની રહેશે. વ્યક્તિગત ઇમેલ કે ઓફિશિયલ આઇ.ડી. સિવાય અન્ય ઇમેલ પરથી આવેલ ડેટાને માન્ય રાખવામાં આવશે નહી.

ઇમેઇલ દ્વારા મળેલ માહિતીનું સિવિલ હોસ્પિટલ અમદાવાદના ઇ.એન.ટી. વિભાગ, ઓપ્થેલ્મોલોજી અને મેડિસીન વિભાગના ડોક્ટરોની ટીમ દ્વારા વેરીફીકેશન કરવામાં આવશે.

સમગ્ર ડોક્યુમેન્ટની ખરાઇ કર્યા બાદ જ Amphotericin B(Lyophillised) ઇન્જેકશન ઉપલબ્ધ જથ્થા પ્રમાણે ખાનગી હોસ્પિટલોને ઇન્જેકશનની ફાળવણી અંગે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઇ-મેલ થી જાણ કરવામાં આવશે. જાણ થયેલ હોસ્પિટલ દ્વારા તેમના અધિકૃત વ્યક્તિને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન માટે ફોટો આઇ.ડી. પ્રુફ સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા ઉપલબ્ધ કરાવવામા આવેલ સરનામે બપોરે 3 થી 5 કલાકમાં મોકલી શકશે.

image source

સરનામુ- એમ્ફોટેરેસીન બી ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર

ઓ.પી.ડી. બિલ્ડીંગ, સિવિલ હોસ્પિટલ , અસારવા અમદાવાદ.

તમને જણાવી દઈએ કે અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરાયેલ ભાવ પ્રમાણે જ Amphotericin B(Lyophillised) ઇન્જેશનનું પેમેન્ટ સિવિલ હોસ્પિટલ અમદાવાદનાં એકાઉન્ટમાં ઓનલાઇન કે પછી સિવિલ હોસ્પિટલ અમદાવાદના ઓ.પી.ડી. બિલ્ડીંગ ખાતેના કેશ કાઉન્ટર નંબર 12 ખાતે કેશ જમા કરાવવાનું રહેશે.

આ સિવાય ગુજરાત સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાતા જથ્થાની ઉપલબ્ધતાના આધારે જ ઇન્જકેશનનું વિતરણ કરવામાં આવશે.

જો તમે આ અંગે વધુ માહિતી મેળવવા માંગતા હોવ તો સિવિલ હોસ્પિટલ ખાતે Amphotericin B(Lyophillised) ઇન્જેકશનના વિતરણ બાબતે 6357365462 પર સંપૂણ માહિતી મેળવી શકાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!