સાવધાન: ગુજરાતના લોકો માટે ચિંતાજનક પરિસ્થિતિ, બહુ મોટી ઉંમરના લોકો નહિં પણ આ ઉંમરના લોકો ઝડપથી બની રહ્યા છે મ્યુકોરમાયકોસીસ રોગનો ભોગ

સાવધાન! ગુજરાતમાં 30થી 45 વર્ષના લોકોમાં ઝડપથી પ્રસરી રહ્યો છે મ્યુકોરમાયકોસીસ

મ્યુકોરમાઇકોસીસની સારવાર શક્ય છે માટે તેનાથી ધબરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. આ રોગનું ઝડપી અને સચોટ નિદાન જ આ રોગ સામે રક્ષણ અપાવી શકે છે.કોરોનાનને મહાત કરીને આવનાર વયસ્કોમાં વધુ જોવા મળતો મ્યુકોર માયકોસીસનું પ્રમાણ હવે ઝડપથી યુવાનોમાં જોવા મળી રહ્યુ છે. 30થી 45 વર્ષની વયના યુવાનોમાં આ રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે. આ રોગની સારવારમાં વપરાતા એમ્ફોટેરીની-બી ઇન્જેકશનના થઇ રહેલા કાળા બજાર અટકાવવા માટે અને તેની કિંમત ઘટાડવા માટેની માંગ ઉઠવા પામી છે. મ્યુકોર માયકોસીસના દર્દીઓની સંખ્યા શહેરમાં એક અંદાજ મુજબ 250 ઉપરાંત છે.

image source

સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોર માયકોસીસના 125 ઉપરાંત દર્દીઓએ સારવાર લીધી છે. જેમાં સયાજી હોસ્પિટલમાં 95 દર્દીઓએ અત્યાર સુધીમાં સારવાર લીધી છે. સયાજી હોસ્પિટલમાં મ્યુકોર માયકોસીસના બે દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જયારે શહેરમાં મ્યુકોર માયકોસીસના લીધે મૃત્યુ પામનારની સંખ્યા 21 હોવાનું જાણવા મળે છે. કોરોનાની બીજી લહેરના પ્રારંભે કોરોનાને મહાત કરીને આવતા વયસ્કોમાં મ્યુકોર માયકોસીસનો રોગ ઝડપથી પ્રસરી રહ્યો હતો.

image source

આ સમયગાળા દરમિયાન આ રોગના દર્દીઓમાં વયસ્કોની સંખ્યા 80 ટકા હતી. જયારે હવે બીજી લહેર અંત તરફ જઇ રહી છે તેવા સમયે મ્યુકોર માયકોસીસની ઝપટમાં 30 થી 45 વર્ષની વયના યુવાનો આવી રહ્યા છે. કુલ દર્દીઓની સંખ્યાના 50 ટકા દર્દીઓ યુવાનો છે. આ રોગમાં વપરાતા એમ્ફોટેરીની -બી જેની કિંમત રૃ 3000 થી 8000 છે. જેના પણ બ્લેક શરૂ થઇ ગયા છે. આ ઇન્જેકશન 14000થી 20000માં વેચાઇ રહ્યા છે. આ ઇન્જેકશનના બ્લેક થતા રોકવા માટેની માંગ ઉઠવા પામી છે.

આ ઉપરાંત આ ઇન્જેકશન સારવાર દરમિયાન 50થી 70 નંગ આપવા પડતા હોય છે કિંમત વધુ હોવાથી તેનો ખર્ચ સામાન્ય લોકોને પોસાતો નથી તેથી તેઓ સારવાર અધુરી છોડી દે છે. તેના લીધે ફુગનું ઇન્ફેકશન વધુ પ્રસરતા આખરે વ્યકિતએ આંખ કે જડબા ગુમાવવાનો વારો આવે છે. કયારેક મગજમાં ફુગ પ્રસરી જતા જીવ ગુમાવવાનો વારો આવે છે. તબીબી નિષ્ણાંતોના મત પ્રમાણે આ રોગમાં વહેલુ નિદાન અને સારવારજ બચાવી શકે તેમ છે. શહેર અને રાજય બહારથી મ્યુકોરમાયકોસીસના દર્દીઓ સારવાર અર્થે આવે છે.

image source

મ્યુકોર માયકોસીસનું ઓપરેશન આંગળીના વેઢે ગણી શકાય તેટલા ઇએનટી સર્જન કરી રહ્યા છે. આ ઉપરાંત સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં પણ આ દર્દીઓની સારવાર થઇ રહી છે. શહેરના ખાનગી તબીબો પાસે અમદાવાદ-ગાંધીનગર ઉપર રાજસ્થાનના જયપુરથી પણ મ્યુકોરમાયકોસીસના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા હોવાનું ડો આર બી ભેંસાણીયાએ જણાવ્યુ હતુ.

મ્યુકોરમાઇકોસીસના લક્ષણો

કોરોના થયો હોય ત્યારે અથવા કોરોનાથી સાજા થઇ ગયા બાદ સ્વાસ્થય સુધાર તબક્કામાં હોય, 40થી વધુ ઉમરના દર્દીઓ, ખાસ કરીને ડાયાબિટીસ સંતુલનમાં ન રહે તેવા દર્દીઓ, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા પ્રકારના દર્દીઓને નાકમાં સાયનસ ઇન્ફેકશન થતું જોવા મળે છે.વારંવાર શરદી થવી, નાક બંધ થઇ ગયુ તેવું અનુભવ થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી,નાકમાંથી ખરાબ પ્રકારની સુંગધ આવવી, નાક અને સાયનસ વાળા વિસ્તારમાં સોજો આવવો જેવા લક્ષણો મ્યુકોરમાઇકોસીસ ના હોઇ શકે છે. નાક અથવા ગાલ પાસે નો ભાગ કાળો પડવા લાગે છે. આમાંથી કોઇપણ પ્રકારનું લક્ષણ જણાવી આવી ત્યારે સત્વરે ઇ.એન.ટી. સર્જનને બતાવીને તેની સલાહ લેવી જોઇએ.

image source

મ્યુકોરમાઇકોસીસની સારવાર

મ્યુકોરમાઇકોસીસનું ઇન્ફેકશન થવાની સંભાવના જણાઇ આવતા દર્દીની શારીરીક સ્થિતિ જોઇ, તેના સી.ટી.સ્કેન, એમ.આર.આઇ. જેવા રીપોર્ટ કરાવવામાં આવે છે. ફંગના સેમ્પલ લઇને બાયોપ્સી માટે પણ મોકલવામાં આવે છે. આ તમામ રીપોર્ટ દ્વારા ફંગસ , મગજ તેમજ અન્ય કયા ભાગમાં કેટલી સંવેદનશીલતા સાથે ફેલાયેલી છે તે ચકાસીને તેનું તેનું નિદાન કરવામાં આવે છે. ગેડોલેનીયમ કોન્ટ્રાસ્ટ વાળા અત્યંત આધુનિક પ્રકારના એમ.આર.આઇ. કરાવીને ફંગસની જડ સુધી પહોંચવાના પ્રયત્ન કરવામાં આવે છે. આના આધારે જ સર્જરી હાથ ધરવામાં આવે છે. આ ફંગસ ના કારણે કંઇ પેશીઓ, સાયનસ આનાથી સંકળાયેલા છે તે જોવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!